________________ રજપૂત સમય માંગરોળ કિલ્લાનાં લોખંડનાં દ્વાર : તે પછીને એક સંસ્કૃત લેખ મળેલ છે. તેમાં લખ્યું છે કેઃ “સંવત ૧૪પરના વૈશાખ સુદ 15, વાર રવિવારે (23 એપ્રીલ ઈ. સ. 1396) જ્યારે વિજયી પાદશાહ નુસરત શાહ ગિનીપુરામાં રાજ્ય કરતા હતા અને અહીં સૌરાષ્ટ્રના માંગરેરળમાં મેતીના વેપારી રાય મુલ્તાનીને પુત્ર થામીન મલેક યાકુબ અમલ કરતે ત્યારે લોખંડના દરવાજા તૈયાર કરવામાં આવ્યા હતા અને કેટવાલ મલેક મુસાએ તેને કિલ્લામાં જડાવ્યા હતા.' માંગરોળના કિલ્લાની દીવાલ : માંગરેળને એક શિલાલેખ હી. સન 800 (ઈ. સ. ૧૩૭-૯૮)ને છે. તે અનુસાર ઝફરખાન વજી-ઉલ-મુલ્ક ગુજરાતને સર્વસત્તાધીશ સૂબે હતું, “જે પવિત્રતામાં ઉસ્માન જે, બહાદુરીમાં ખલીફા હૈદર જે, ડહાપણમાં અસફ જે અને વિગ્રહમાં રૂસ્તમ જેવું હતું. તેને સેરઠને નાયબ મલેક બદર બજાલ હતા અને માંગરોળને હાકેમ મલેક બીન તાજ હતે. તેના સમયમાં એટલે હીજરી સન 800 (ઈ. સ. ૧૩–૯૮)માં તેની મહેનતથી કિલ્લે બાંધવામાં આવ્યો. આ લેખમાં પાદશાહ કે જેને સંસારના કેન્દ્ર જે વર્ણવ્યો છે તેનું નામ જ, નથી. તે જેટલું વિચારવા જેવું છે તેટલું જ અજાયબીભરેલું છે. આ સમયે દિલ્હી ઉપર ઈ. સ. ૧૩૪થી અમીરો વચ્ચે મેટા પક્ષે બંધાઈ આંતરવિગ્રહ ચાલ્યા કરતે અને ઈ. સ. ૧૩૮માં તે તૈમુર લંગે તેની સેનાને હિન્દુસ્થાન ઉપર લૂંટફાટ કરવા છૂટી મૂકી દીધી હતી. એટલે દિલ્હીને સુલતાન કોણ હતે તે કહેવું અશકય હતું. વળી ઝફરખાન વજી–ઉલ-મુલક તે સમયે ગુજરાતમાં સ્વતંત્ર જે થઈ પડે. એટલે આ નામ ઈરાદાપૂર્વક મૂકી દીધેલું જણાય છે. સેમનાથને વંસ : ઈડરના રાવ રણમલને પરાજ્ય કરી મુઝફરખાન સોમનાથ ઉપર ચડયો. ત્યાં તેણે ફરીથી આ પ્રસિદ્ધ દેવાલયને ધ્વંસ કર્યો, શહેર લટયું અને એક મજીદ બાંધી, ઈસ્લામના પ્રચાર માટે ત્યાં વિદ્વાન મૌલવીઓને રાખ્યા અને આખા પરગણામાં ધાર્મિક પ્રચાર માટે અમલદારે નીમ્યા. 1. બજેસ એન્ડ ઝીન્સ રિવાઈઝડ લીસ્ટ ઓફ એન્ટીકવેરીયન રીમેઇન્સ ઇન ધ બોમ્બે પ્રેસીડેન્સી” તથા “બેબે ગેઝેટિયરભાગ 8-544. 2. ભાવ, ઇન્સ. 3. ભાવનગર ઇન્સ. 2-3 4. તારીખે ફરીશ્તા.