________________ ૧૯ર સૌરાષ્ટ્રને ઈતિહાસ રાહે સ્થાપેલી વ્યવસ્થા : એ રીતે રાહ મેકલસિંહના રાજ્યના આરંભનાં વર્ષોમાં ગુજરાતની મુસ્લિમ શાહી સત્તા ડગમગતી હતી. ઉમરા અને સૂબાઓ વચ્ચે એખલાસ ન હતું. સેન્ચે એક જ શાહનાં હતાં, છતાં અંદર અંદર લડતાં હતાં. તે કાળને લાભ લઈ રાહ મોકલસિંહે પિતાના રાજ્યમાં વ્યવસ્થા સ્થાપી સૈન્ય અને દ્રવ્ય વધારવામાં વિશેષ લક્ષ આપ્યું. માંગરોળની મ : માંગરોળની જુમ્મા મજીદ માટે આગળ લખવામાં આવ્યું છે તે ઉપરાંત ઈ. સ. ૧૩૮૨-૮૩માં માંગરોળની રહેમત મજીદ પણ કાઝી ઉલ કુતુબે બંધાવી. તેને હીજરી સન 784 (ઈ. સ. ૧૩૮૨-૮૩)ને શિલાલેખ મળે છે. તે અરબીમાં લખાય છે અને તેમાં જણાવ્યું છે કે આ મજીદ સુલતાન ફિરોઝ તઘલગના કાળમાં બંધાવેલી છે.? ત્રીજી મજીદ આ જ કાળમાં એટલે હીજરી સન 788 (ઈ. સ. 1396) લગભગ બંધાઈ છે. આ મજીદ રાવળી મજીદ કહેવાય છે અને તે પણ ફિઝ તઘલગના કાળમાં મલેક અબ્દુલ મલેક હીસામે બંધાવી છે તેમ શિલાલેખમાં લખ્યું છે. તે મજીદ રાવળના મંદિરમાંથી બનાવી, તેથી રાવળી મજીદ કહેવામાં આવી. માંગરેળને કિલ્લો : હીજરી સન ૭૯૭ના રજબની ૧૪મીએ એટલે કે ૫મી મે ઈ. સ. ૧૩લ્પની સાલનો એક શિલાલેખ મળી આવેલો છે. તે પ્રમાણે શહેનશાહ નુશરતજહાનના સમયમાં મુઝફર જફરખાન વઝીર ગુજરાતને સૂબે હતું. તેને રાજ્યઅમલ દીર્ઘ કાળ પર્યત ચાલે. તેના કાળમાં મલેક યાકુબ સેરઠ પર પ્રબળ સત્તા ધરાવતા અને માંગરોળ પરગણુને કેટવાલ મલેક મુશા હતા ત્યારે માંગરોળને માંહે (માંહ્ય) કેટ (હસ્સારે સંગીન હીસ્સાર) બંધાવે છે અને પમી મે, ઈ. સ. ૧૩૯૫ના રોજ તે સંપૂર્ણ થયાની નેંધ છે." . આ મરજીદ માંગરોળના કિલ્લાની રાંગમાં ઈશાન ખૂણામાં મકબરા પાસે છે. 2. ભાવનગર ઈન્સ. 3. આ પાદશાહ નુસરતજહાન કોણ હતા તે જાણવું જરૂરી છે. ફિરોઝ તઘલગના પુત્ર ફત્તેહખાનને પુત્ર નસિરૂદ્દીન નશરતશાહ હતો. ફિરોઝને બીજો પૌત્ર નસિરૂદીન હતા. ફિરોઝ પછી અમીરોએ નુસરતને ગાદીએ બેસાડે અને તેની રાજધાની ફિરોઝાબાદમાં કરી. નસિરૂદીન મહમુદે દિલ્હીમાં રાજધાની રાખી. આ બન્ને રાજાઓ ઇતિહાસકાર બદાયુનીના શબ્દોમાં શેતરંજના રાજાએ જેવા નામના રાજા હતા. અમીરેમાં પણ બે પક્ષો હતા. ઝફરખાન નસિરૂદીન નુસરતના પક્ષને હશે; તેથી તેણે તેનું નામ લખ્યું હશે. નુસરત ઇ. સ.૮૧૩૯૫માં મેવાતમાં ગુજરી ગયા. 4, ભાવનગર ઈન્સ,