________________ રજપૂત સમય 203 આપી અમદાવાદ ગયેલ સૌરાષ્ટ્રમાં ગુજરાતના સુલતાનનાં સૈન્ય : અહમદશાહ એ પછી ફરીથી સૌરાષ્ટ્રમાં આવ્યું કે કેમ તેની ઇતિહાસકારો નેંધ લેતા નથી. મેવાડ, માળવા, ઈડર અને ચાંપાનેર સામેના વિગ્રહમાંથી તેમજ અમદાવાદ વસાવવાના કામમાંથી તેને પુરસદ પણ મળી નહીં હોય, તેથી તે પુન: સૌરાષ્ટ્રમાં આવ્યું હોય તે સંભવતું નથી. પરંતુ તેનાં સૈન્ય તે સૌરાષ્ટ્રને પાદાક્રાંત કરી રહ્યાં હતાં અને ગુજરાતના બલિષ્ઠ સુલતાનની સત્તા અને હકૂમત દઢ બનાવી રહ્યાં હતાં. ઝાંઝમેરના વાજા : વાજા રજપૂતોએ સૌરાષ્ટ્રના દરિયાકિનારેનાં નાનાં રાજ્ય સ્થાપેલાં. તે પૈકી તળાજાનું એક નાનું રાજ્ય અથવા ઠકરાત હતી. વાજાઓ અને રાહને કુટુંબસંબંધ હતા. વાજાઓની પુત્રીએ ચુડાસમા વરતા, તેમજ ચુડાસમાઓના આશ્રયે આ ઠાકરે રાજ્ય કરતા તેમ કહેવામાં આવે તે ખોટું નથી. આ ઝાંઝમેર તળાજાના વાજાઓ નીચે હતું, પણ પાછળથી ઊંચા કોટડાના ખીમાજી વાજાના અધિકાર નીચે હતું તેમ જણાયું છે. ઝાંઝમેર ગોપનાથ મહાદેવથી ત્રણ માઈલ દૂર છે. ગોપનાથને વંસ કરવા અહમદશાહના સૈન્ય ચડાઈ કરી ત્યારે ઝાંઝમેરના વાજાઓ એકત્ર થયા અને રાહને સહાય કરવા કહેણ મોકલ્યું. રાહ જયસિહે તુરત જ પિતે ઝાંઝમેર તરફ કૂચ કરી અને ઝાંઝમેરમાં ટકી રહેલા વાજાઓની સહાયે જઈ અહમદશાહના ઘેરે ઘાલી રહેલા સૈન્યને કાપી નાખ્યું. સૈન્ય પિતાને સરસામાન મૂકીને ગુજરાત તરફ ગયું. આમ રાહ વાજાઓને તેમજ ગોપનાથને બચાવી પાછો ફર્યો. ઝાંઝમેરના વાજાઓ પિકી કેઈ કાનજી વાજે સં. 1513 (ઈ. સ. ૧૪૫૭)માં મુસ્લિમ સાથે લડતાં મરાયે છે. તેને પાળિયે ઝાંઝમેરમાં છે. તેથી આ યુદ્ધના સમયમાં વાજાએ ઝાંઝમેરમાં હતા તે સ્પષ્ટપણે સાબિત થાય છે. રેવતીકુંડને મઠ : આ રાતના સમયમાં ઈ. સ. ૧૪૧૭માં કેઈ નૃસિંહ 1. આ મરજીદ ભાદરોડ દરવાજે મહુવામાં છે. તેમાં સુર સન 26 (ઈ. સ. ૧૪૨૫)ને અમ્બી શિલાલેખ છે. તેમાં લખ્યું છે કે આ મરજીદ મલેક અસર ઉલ મુલક બીન મલેક જૌહરે સુલતાન અહમદશાહના રાજ્યઅમલમાં બંધાવી છે. આ મરજીદનું કામ ઈ. સ. ૧૪૨૫માં પૂરું થયું. બીજી મજીદ વઢવાણમાં છે. તેમાં સુર સન 840 (ઈ. સ. ૧૪૩૯)ને લેખ ફારસી ભાપામાં છે. તે મલીક મહમદ બીન મલીક મુસાએ ઉક્ત સુલતાનના રાજ્યમાં બંધાવી હતી તેવો ઉલ્લેખ છે. 2. ગુલાબશંકરકૃત ‘જૂનાગઢને ઇતિહાસ આ વાતને ટેકો આપે છે. 3. વોટ્સન.