________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ અવશ્ય ભાવનગરના ગેહિના પૂર્વજોથી ભિન્ન હતા અને તેઓનું રાજ્ય ખંડિયા તરીકેનું કે ઠાકર તરીકેનું કે સૂબા તરીકેનું માંગરોળમાં હતું તે નિઃશંક છે. આ રાજ્યવંશનો છેલ્લા રાજા વા ઠાકર કુમારપાળ હતો. આ રાજાએ ઈસ્લામને સ્વીકાર કર્યો નહીં. તેથી તેના ઉપર શરૂખાનના સૈન્ય આક્રમણ કર્યું. - ઈ. સ. 1375 લગભગ આ રાવલ ગોહિલ ઉપર ઈઝઝુદ્દીન બિન આરામશાહ અને સૈયદ સિકંદરે સિન્ય દેર્યું અને કુમારપાળ તેમાં પડે. તેના વંશને ત્યાંથી નાસી કેડીનાર પાસે ગયા અને ત્યાં તેઓએ એક ગામ વસાવી નિવાસ કર્યો. " આ ઈઝઝુદીન બિન આરામશાહ માંગળને સૂબો થયે. તેણે જ્યાં 1800 કન્યાદાન દેનાર ભાણ જેઠવાની ચેરી હતી અને જેને ફિરોઝ તઘલગના સૂબેદાર શમસુદીન અન્વરખાને તેડી પાડેલ, ત્યાં તે જ સુલતાનના કાળમાં જુમ્મા મસ્જિદ બંધાવી. કુમારપાળ : ભાણ જેઠવાના કબજમાં માંગરોળ હતું. તેથી આ કુમારપાળ જેઠવા વંશને હવે તેવી શંકા થાય છે, પણ જેઠવાઓના કબજામાં માંગરોળ ઝાઝે વખત રહ્યું હોવાનું જણાતું નથી. 1800 કન્યાદાન દીધાં તે મંડપ ભાણે બંધાવ્યાની વાત પણ સાબિત થતી નથી, અને કદાચ હોય તે પણ કુમારપાળ જેઠવા વંશને હતું તે જણાતું નથી. ચાવડાઓ પણ તે સમયે નષ્ટપ્રાય થઈ ગયા હતા, અને વાજાઓનું આધિપત્ય માંગળ ઉપર ન હતું. તેથી તે ગોહિલ જ હોવું જોઈએ. આ કુમારપાળ માંગરોળના રાજા જયપાળને વંશજ હોવાનું પણ અનુમાન થાય છે. પાટણના રાજા કુમારપાળની બહેન કઈ જયપાળને પરણી હતી. તે માંગરોળને હાકેમ હતું. એટલે કુમારપાળ 1. માંગરોળથી ઊન સુધી પથરાયેલા કારડિયા રજપૂતોમાં ગહિલ શાખના રજપૂત છે. તેઓના પૂર્વજે માંગરોળના માલિક હતા તેમ મનાય છે. આ વંશના ઇતિહાસનું સંશોધન ચાલુ છે અને કદાચ ભવિષ્યમાં તેમાંથી કંઈ હકીક્ત મળે પણ ખરી. 2. ગોહિલની ખાણ નામનું ગામ અદ્યાપિ વસે છે. 3. આ જુમ્મા મરજીદ મિનારા વગરની અને બેઠા ઘાટની છે. હિંદુ સ્થાપત્ય હેવા છતાં તેમાં મુસ્લિમ દૃષ્ટિબિંદુએ ઘણું ફેરફાર કરેલા જોવામાં આવે છે. પૈકી અમુક ઉપર તે દેવનાગરી અક્ષરો કોતરેલા જણાય છે. એક વાવ પણ છે. આ મજીદ ઈ. સ. ૧૭૮૩-૮૪માં બંધાવી છે. તેને શિલાલેખ (ભાવનગર ઇન્સ. પા. 11) બંદર દરવાજે વહેરાની મજીદમાં જડેલે છે. તેમાં બાંધનારનું નામ અને વર્ણન છે, તેના લખનાર તરીકે તાહેર ઉસ્માન જાફરી જણાવેલ છે. (આર્કી. સર્વે ઓફ વેસ્ટ ઇન્ડિયા. ઈ. સ. 1898-99 : પા. 15-16) 4. “સહજીગે ચૌલુકોની કીર્તિ કલંકિત કરી’ : સેહડી વાવને શિલાલેખ. (આગળ ચર્ચા થઈ ગઈ છે.) આ હકીકતમાં શ્રી. વીરભદ્રના સંબંધમાં કર્નલ વોટસન જણાવે છે; પણ તે વાત અહીં વધુ લાગુ પડે છે. તે વાધેર હોવાનું કહે છે અને સોમનાથના રાસમાં લખેલું હોવાનું જણાવે છે; પણ વાઘેર કરતાં વાઢેલ હેય તો બનવા લાગ્યા છે.