________________ 188 સૌરાષ્ટ્રને ઇતિહાસ અને પિતે પણ પડ. ઝફરખાન ત્યાંથી સોમનાથ ગયે અને ત્યાં વાજા રાજાને મારી, પોતાનું થાણું પાછું સ્થાપી, પ્રદેશ લુંટતે લુંટતે ઊના-દેલવાડા તથા ઘોઘાને માર્ગો પાટણ પાછા ગયે. રાહ મહીપાલ પાંચમો : ઈ. સ. ૧૩૬થી 1373. રાહ મહીપાલ પાંચમે પિતાના મૃત્યુ પછી ગાદીએ આવ્યું. રાહ જયસિંહને ઝફરખાને મારી નાખ્યું અને જૂનાગઢ ખાલસા કરવા પ્રયત્ન કર્યો, પણ મહીપાલે તેને નજરાણું આપી પાછા કાઢો. સિંધની ચડાઈ: ફિરોઝ તઘલગે જામની હકૂમત ઠઠ્ઠામાંથી ઉખેડી નાખી તેથી તે રાજાએ અથવા તેમના સરદારેએ કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપર ચડાઈ કરવા માંડી. આ હુમલાખોરે જાડેજા હતા અને નવું રાજ્ય પ્રાપ્ત કરવાની આશાએ સોરાષ્ટ્ર ઉપર દષ્ટિ રાખી રહ્યા હતા. તેઓએ હાલારની સાગરપટ્ટી ઉપરથી જેઠવાઓની સત્તા ઉખેડી નાખી અને રાણું જશધવલના પરિશ્રમ છતાં જેઠવાઓ જાડેજા સામે ટકી શકયા નહીં અને પ્રદેશ ગુમાવી બરડામાં જઈ રહ્યા. સિંધની આ ચડાઈમાં કબઇના - જામ હરભમજીએ આડા પડી જેઠવાઓ ઉપર જતાં આક્રમણે પાળેલાં અને સહાયભૂત થયેલા. ગેહલે : મેખડાજીના પાટવી કુમાર ડુંગરસિંહે ઈ. સ. ૧૩૭૦માં ઘંઘામાં આ રાતના સમયમાં ગાદી સ્થાપી. મહીપાલના અમલમાં બીજા કાંઈ અગત્યના બનાવ બન્યા નથી, સિવાય કે સૌરાષ્ટ્રમાં ગામે ગામમાં મુસલમાને ફેલાઈ ગયા, ધમતર વ્યવસ્થિત રીતે થવા માંડયું. જે પરદેશી વેપારીઓ ગરીબડા થઈ રહેતા તે તેઓના અધિકારી ધર્મભાઈઓ સાથે ભળી ગયા. ગરીબ લોકેને મુસ્લિમ બનાવ્યા અને ઈસ્લામને સૂર્ય પૂર બહારમાં સૌરાષ્ટ્રમાં પ્રકાશવા માંડયું. માંગળ: આ સમયે માંગરોળ એક અગત્યનું શહેર હતું તેમ જણાય છે. મહમદ ગઝની પણ માંગરોળ ગયે હતું તેમ માન્યતા છે. હી. સન 770 એટલે ઈ. સ. ૧૩૬૮માં માંગરોળમાં રાજા કુમારપાળ રાજ્ય કરતા હતા. તેને શરૂખાનના લશ્કરના સેન્યાધિપતિ ઈઝઝુદ્દીનના તાબાના ઉપસેનાધિપતિ સૈયદ સિકંદરે ઇસ્લામ 1. વાજા વંશ માટે આગળ જુઓ. 2, આ જાડેજાઓને સરદાર કોણ હતા તે જાણવા મળતું નથી. ભાટ ચારણનાં કૃતિ ઉપરથી તેમજ મેધમ લખાયેલા ઈતિહાસમાંથી આટલી જ હકીક્ત પ્રાપ્ત થાય છે. “યવંશપ્રકાશના કર્તા રાજકવિ માવદાનજી પણ આ વાતને સમર્થન આપે છે.