________________ રજપૂત સમય 187 રાહ સિંહ : ઈ. સ. ૧૩૫રથી ઈ. સ. 1369. રાહ જયસિંહના વખતમાં મહમુદ તઘલગ ગુજરી ગયા હતા અને તેને ભત્રીજે ફિરોઝ ગાદી ઉપર બેઠો. ફિરોઝે સિંધના જામ ઉપર વેર લેવા નેવું હજાર ઘેડા, ચારસો એંસી હાથીઓ અને કેટલુંક પાયદળ લઈ સ્વારી કરી, પણ ઘડામાં રેગ ફેલાતાં ઘણું ઘોડો મરી ગયા. સિંધમાં દુકાળ પડે અને સિંધમાં રહેવું મુશ્કેલ જણાતાં ફિરેઝ ગુજરાત તરફ આવ્યું. માર્ગમાં કચ્છના રણમાં ભૂલા પડતાં - હજારે સિપાઈએ મરી ગયા, અને ફિરોઝ ઈ. સ. ૧૩૬૩માં માંડમાંડ અણહિલવાડ પહોંચે. ત્યાં એક વર્ષ ગાળી તે ફરી સિંધ ઉપર ચડયે. આમ સિંધના વિગ્રહમાં ફિઝ રેકો હતા; તેથી સૌરાષ્ટ્ર ઉપર તેના આક્રમણને ભય ન રહ્યો. ફિરોઝ તઘલગ : અણહિલવાડ પાટણના નિવાસ દરમ્યાન ફિરોઝ સૌરાષ્ટ્રનાં તેનાં થાણુઓ મજબૂત કરવા પ્રયત્ન કરેલ. તેથી રાજાઓ અંદર અંદર લડી શકયા નહીં, પણ પિતાનાં રાજ્યને મજબૂત કરતા ગયા. રાહ જયસિંહે આ સમયને લાભ લીધે. તેના દરબારમાં દિલ્હીને એલચી રહેતે છતાં તેણે સુલ્તાને સ્થાપેલાં થાણુઓ ઉપર પિતાનો અધિકાર સ્થાપી દીધે. જાગીરદારે તથા નાના ઠાકરેની ઠકરાતે ખાલસા કરી અને પિતાના રાજ્યમાં જોડી દીધી. આવી 84 ઠકરાતે તેણે આ સમયમાં પિતાના રાજ્ય સાથે દબાણથી કે લડાઈથી કે સમજૂતીથી મેળવી લીધી. - રાહ જયસિંહ વિરુદ્ધ ઈ. સ. ૧૩૬લ્માં તેણે થાણાઓ ઉઠાવી મૂક્યાં એવી ફરિયાદ સુલતાનના એલચીએ અણહિલવાડ તરફ મોકલતાં, ત્યાંથી સૂબ ઝફરખાન જૂનાગઢ ઉપર ચડી આવ્યો. તેણે રાહ જયસિંહને ખુલાસે આપવા બોલાવ્યું. રાહ જયસિંહ તેને મળવા ગયે, ત્યાં ઝફરખાને તેના માણસને કેદ કરવા હુકમ આપે પણ રાહ જયસિંહ વીર હતા. તેણે તલવાર બહાર ખેંચી પડકાર કર્યો. ઝફરખાનના સૈનિકે સાથે ઝપાઝપી થઈ. તેમાં રહે ઝફરખાનના બાર માણસને મારી નાખ્યા 1. ઝાલાઓએ પણ પિતાના પ્રદેશનો વિસ્તાર વધાર્યો. ઝાલારાજ વેગડજીએ વેગડમાલ વસાવ્યું. ઘુમલીને નાશ થતાં જેઠવાની સત્તા ક્ષીણ થઈ ગઈ અને બરડાને પ્રદેશ જ તેમના હાથમાં રહ્યો. કચ્છના જાડેજાએ સૌરાષ્ટ્ર કિનારા ઉપરને તેમને પ્રદેશ યે હતા. તે ઝાલાઓ પાસેથી પુનઃ પ્રાપ્ત કરવા તેમણે પ્રયત્ન કર્યો, પણ તેમાં તેઓ સફળ થયા નહિ. 2. માંડલિક-કાવ્ય 3. આ બનાવ ટીંબાવાડીથી કે જે જૂનાગઢથી બે માઈલ દૂર છે ત્યાં બન્યો. ત્યાં બારા શહીદ”ની કબરો હજી પણ છે. દીવાન રણછોડજી આ બાર જણ રાહ વતી મર્યા હોવાનું લખે છે. એક ચારણે એવી વાર્તા કરેલી છે કે રાહ ઝફરખાનને મળવા ગયો ત્યારે તેને ભરોસો ન પડતાં મળવા ના કહી. તેથી ઝફરે તેના બાર સરદારોને જામીન તરીકે મોકલ્યા. ઝફરે દગો કરતાં આ બાર જણે તેમના વચન ખાતર કપાઈ મૂઆ.