________________ રજપૂત સમય ઘાવાનું પતન : મેખડાજી મરતાં મહમદ ઘોઘામાં ગયો. તેણે છૂટે હાથે કતલ ચલાવી અને પીરમને કિલ્લો તેડાવી નાખી ઘંઘામાં મુસ્લિમ સરાહ પ્રમાણે રાજ્ય ચલાવવા એક કાજીની નિમણુક કરી અને ઘોઘાને ખાલસા પ્રદેશમાં જેડી દીધું. જૂનાગઢ ઉપર ચડાઈ: મોખડાજીનું મૃત્યુ થતાં સૌરાષ્ટ્રભરમાં ભયની લાગણી ફેલાઈ ગઈ. ફરીથી મહમદ આવે છે એ સમાચારે પ્રજા ભયભીત થઈ ગઈ અને તે કારણે લેકેનું તેને સામને કરવાનું નૈતિક બળ તૂટી ગયું. મહમદ ઘોઘાથી મહુવા ગયે, ત્યાંથી ઊના જઈ તેણે દીવના વાઘેલાઓને હરાવી દીવ લીધું અને તાઘીને શેધવાની ઉતાવળમાં સોમનાથ ઉપર ન જતાં કનકાવતી નગરીને નાશ કરી, જૂનાગઢ પહોંચ્યો. તેણે સૈન્યના એક ભાગને રોમનાથ મોકલ્યું. તેઓએ માત્ર મંદિર ભ્રષ્ટ કર્યું, લૂંટયું અને જૂનાગઢને માર્ગ લીધે. માર્ગમાં આવતાં દેવાલયે તેડવાનું, મજીદે બનાવવાનું તથા કતલ કરવાનું મહમદ ભૂલ્યા નહીં. મહમદે ઉપરકેટને ઘેરે ઘા અને રાહને તાળીને સેંપી દેવા કહેણ મે કહ્યું. રહે ઉત્તર આપ્યો કે હું ક્ષત્રિય છું અને શરણાગતને સેંપવાથી મને લાંછન લાગે.” તેથી મહમદે હલ્લો શરૂ કર્યો. પણ તાઘી ત્યાંથી સિંધમાં નાસી ગયે. દરમ્યાન ચોમાસું બેસી ગયું, જેથી મહમદે વાદળીઓથી વીંટળાયેલા ગિરનારનાં સુંદર દશ્ય જોવામાં સમય ગાળે. તેના નિત્ય મનુષ્યવધ કરવાના નિયમને તેણે બરાબર જાળવ્યું. વર્ષો વીતતાં ઘેરે શરૂ થયે. રાહને તેના ધસારા સામે ટકવું મુશ્કેલ જણાતાં છતાં કેસરિયાં કરી, સન્ય લઈ તે બહાર પડે. તેને સેનાપતિ વીરસિંહ 1. એ હીસ્ટ્રી ઓફ ગુજરાત : પ્રો. કેમીસેરિયેટ. 2. મહમદ ભાસ ગયો નહીં પણ એક નાનું લશ્કર માત્ર મૂર્તિમંજનના વ્યવસાય માટે મેકલ્યું. પાટણની પાનવાડી ઉર્ફે રામપુષ્કર તીર્થના રામમંદિરને તેઓએ ભ્રષ્ટ કરી ત્યાં એક મજીદ બનાવી. તેમાં હી. સં. 720 (ઈ. સ. ૧૭૨૦)ને શિલાલેખ હતો. તેમાં મહમદ તઘલગના રાજ્યમાં આ પ્રદેશને અધિકારી (વાલી) મલેક તાજુબીન અહમદ હતો અને મજીદ બનાવનારો હામીદ અહમદ હતો તેવો ઉલ્લેખ છે. આ લેખ પણ પાછળથી લખાય છે. ઇ. સ. ૧૩૨માં દિલ્હીની ગાદીએ ગ્યાસુદ્દીન તઘલગ હતા. મહમદ તઘલગ હજુ ગાદીએ આવે નહીં અને તેણે મોકલેલું સૈન્ય ચેડા જ દિવસ પ્રભાસ રોકાયું હતું. એટલે શિલાલેખ કોતરાવવાને સમય ન જ હેય. આ પણ એક ફેજરી છે. આ લેખ હમણાં જૂનાગઢના સંગ્રહસ્થાનમાં છે. 3. ગીરમાં હાલમાં કનકાઇનું થાન છે. ત્યાં કનકાવતી શહેર હતું. 24