________________ 184 સૌરાષ્ટ્ર ઇતિહાસ ગુજરાતનું બંડ : ઈ. સ. ૧૩૪પમાં ગુજરાતના સૂબા અમીરાને સાદાએ સુલતાનની સત્તા અનાદર કર્યો અને સ્વતંત્રતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યો. મહમદ જાતે સન્મ લઈ તેની સામે ચડે અને વડોદરા તથા ડઈમાં પિતાની છાવણી નાખી અમીરાને સાદાને હરાવી મારી નાખ્યો. પણ તેને સાથી તાઘી નાસી છૂટયે. મહમદ તેની પાછળ પડયે. તાધી ત્યાંથી નાસી રાહ ખેંગારના શરણમાં જૂનાગઢ આવ્યો. મહમદ તઘલગની ઘોઘા ઉપર ચડાઈ. તાઘીને રહે આશ્રય આપે તેથી મહમદ તઘલગે તેના સૈન્યનું લક્ષ્ય જૂનાગઢ તરફ કર્યું. માર્ગમાં તેણે ઘંઘા લીધું અને પછી પીરમ ઉપર ગયે. પણ દરિયાપાર સર્જે લઈ જવાનું શકય હતું નહીં. એટલે જમીન ઉપર ઘેરે નાખે. પીરમને સમુદ્રમાંથી સહાય મળતી હતી તે છતાં ઘેરે ચાલુ રહ્યો. મોખડાજીને સલાહ મળ્યા છતાં તેના ક્ષત્રિય હૃદયમાં આવી કાયર લડાઈ લડવાને બદલે મુસ્લિમોને મહાત કરવાની પ્રબળ ઈચ્છા જન્મી, અને તે પીરમ છોડી ઘોઘા આવ્યો. મહમદે ઘોઘાને ઘેરો ઘાલ્યો. મોખડાજી પ્રાત:કાળમાં ઘેઘાના દરવાજા ઉઘાડી લડાઈ કરવા મેદાને પડયો. પોતે જાતે યુદ્ધભૂમિમાં તલવાર લઈ ઘૂમવા માંડયા. મહમદ યુદ્ધમાં આવ્યું ન હતું. મોખડાજીએ તેને શેધવા પ્રયત્ન કર્યો, પણ જ્યારે સુલ્તાન ન મળે ત્યારે સુલતાનના ભાણેજ તથા તેના સેનાપતિને ઠાર માર્યા. મોખડાજી સામે લડવા મુસ્લિમોની હિમ્મત ચાલી નહિ. મોખડાજીને વિજયની વરમાળ વરવાને ઝાઝી વાર હતી નહિ, ત્યાં કેઈ સિપાઈએ મેખડાઈને પાછળથી ઘા મારી તેનું માથું કાપી નાખ્યું. પણ મોખડાજીની મનેચ્છા એટલી પ્રબળ હતી કે તેનું ધડ લડવા માંડ્યું. તેણે અનેક શત્રુઓના પ્રાણ લીધા. આખરે ગળીને દેરે નાખતાં તેનું ધડ પડયું. હેય. તેથી તે મહમદ “ગાંડા” નામથી પ્રસિદ્ધ થયે છે. મુસ્લિમ ઇતિહાસકારો તેમ છતાં તેના રાજ્યઅમલ માટે પ્રશંસાનાં પુષ્પ વે રાખે છે. તેને ઇન્સાફપસંદ અને નિષ્પક્ષપાત કહ્યો છે. “તેના ઇન્સાફની તલવાર આગળ અમીર અને ફકીર સરખા હતા. તેની કાયદાની કિતાબમાં પક્ષપાત ગેરહાજર હતો.” 1. કેટલાક ઈતિહાસકારો એમ માને છે કે તે પ્રથમ નાગઢ ગયો. પણ તે સંભવતું નથી. જૂનાગઢ જઈ તે ગાંડલ ગયો અને ત્યાંથી બીમાર થઈ જતાં સિંધમાં ચાલ્યો ગયે. એટલે પ્રથમ ઘેધા જીત્યું હશે તે વિશેષ સંભવિત છે. 2. મેખડાજી વિશે એક દંતકથા છે કે તેને પુત્ર ન હતો. તેથી તેણે ખરકડીના પીરની માનતા માની. પીરે તેને ગાયની કુરબાની આપવા કહ્યું અને મોખડાજીએ તે કબૂલ્યું. પરિણામે તેને ત્યાં પુત્ર જન્મ પણ થયું. પણ ગાયની કુરબાની આપવા જતા હતા ત્યાં પાડે દેખાયો અને પાડાનું બલિદાન દીધું. તેણે પીરની જગ્યા બંધાવી. આ વાત ટસને કાઈ પાસેથી સાંભળી ગેઝેટીયરમાં લખી છે; પણ તે સર્વથા ભ્રમમૂલક અને અસ્વીકાર્ય છે. મોખડાજી જેવો વીર હિંદુ ગાયની કરબાની આપવા તૈયાર થાય તે માની શકાય નહીં. ઘણે રથળે મુજાવરોએ પીરને મહિમા વધારવા આવી અનેક વાર્તાઓ જોડી કાઢી છે. તેવી આ એક કલ્પિત વાર્તા જ છે.