________________ 180 સૌરાષ્ટ્ર ઇતિહાસ વાઘેલે મરાયે અને સૈન્યમાં ભંગાણ પડયું. રાહે નાસી જવા પ્રયત્ન કર્યો, પણ તે પકડાઈ ગયે. તારી ભાગી ગયા છે તેવી ખબર પડતાં મહમદે ભારે દંડ લઈ રાહને જવા દીધે. રાહની રીતિનીતિથી મહમદ તેને મિત્ર બની ગયે. રાહે વચમાં પડી અન્ય રાજાઓને વિનાશ થતો અટકાવ્યા. મહમદને નજરાણાં ધરાવી સૌરાષ્ટ્રના રાજાઓ બચ્ચા. સુલતાને તેઓને કીમતી પિશાક આપ્યા અને ત્યાંથી ગંડલ જઈ ત્યાં મુકામ કર્યો. મહમદ તઘલગ ગોંડલમાં : સુલતાન મહમદ ગંડલમાં બીમાર થઈ ગયો જીવનદીપક બુઝાઈ જશે તેવી ભીતિ લાગી. તેથી દિલ્હીથી તેની બહેન ખુદાવિંદ ઝાદે અને મખદુખ ઝાદે તેમજ મુલ્લાઓ આવ્યા. તેમની સાથે બેગમે તથા રાજકુટુંબનાં માણસે પણ આવ્યાં. ઉપરાંત ફરઘાનના સુલતાન તરફથી પાંચ હજાર મેગલ સ્વારેને લઈ અમીર આતુન પણ આવી પહોંચ્યા. તાધી સિંધમાં સલામત છે તથા સુમરા રાજાએ તેને આશ્રય આપે છે તે જાણી, તેમજ શિયાળા સિવાય રણ નહીં એlગાય તે ભયે મહમદ નબળી તબિયત છતાં ઊપડે. તેણે માર્ગમાં કચ્છના જામ કાંયાજીને ઈ. સ. ૧૩૫૦માં હરાવી ભારે દંડ લીધે, પ્રથમ કરેલી યેજના મુજબ સિંધુમાં હેડીઓ રખાવી હતી, તેના વડે સિંધુ પાર કરી તે ઠઠ્ઠા તરફ ગયે. સિંધમાં : ધ્રા ત્રીસ કેસ દૂર હતું ત્યારે તેણે મચ્છી ખાધી. તે પચી નહિ અને તે માંદો પડયે. બીમારી વધવા માંડી, છતાં કૂચ ચાલુ રાખી અને ઠઠ્ઠા ચૌદ કેસ દૂર રહ્યું ત્યાં ઈ. સ. ૧૩૫૧ના માર્ચની ૨૦મી તારીખે તે ગુજરી ગયે. તેના ઈતિહાસકાર બદાઉની પ્રમાણે પ્રજા તેનાથી છૂટી અને તે પ્રજાથી છૂટ. મહમૂદના મૃત્યુના ખબર પડતાં, જામે તેના સૈન્યને હાલહવાલ કરી સિંધમાંથી કાઢી મૂકયું. મહમુદે રાહ પાસેથી ચાંચિયાનું જેર ન વધવા દેવા શર્ત કરેલી. તે મુજબ રાહે મહમૂદ ગેંડલ હતું ત્યારે ચાંચિયાને પકડયા; પણ રાહ એ જ વર્ષમાં ગુજરી ગયે, અને તેણે મહમદને આપેલા કેલનું પાલન પણ ત્યાં જ પૂરું થયું. 1. આ વીરસિંહ ક્ષેમાનંદ વાઘેલા કે જે મારવાડમાં કનકપુરી છે ત્યાં હતા. વીરસિંહની પુત્રી રત્નાવલી ચોરવાડના માલદેની મા થતી. ચોરવાડને લેખમાં દર્શાવ્યું છે કે લુલીંગને પુત્ર ભીમ; તેને લવણ; તેના ત્રણ પુત્રોઃ લક્ષ્મ(ણ)સિંહ, લક્ષણપાળ અને લક્ષ્ય ભીમસિંહને પાંચાળા, કાલેજ વગેરે બાર ગામ મળેલાં. લવણપાળ કોલેજમાં ગુજરી ગયા. લક્ષ્ય રાજસિંહ નામે કુંવર મૂકી જૂનાગઢ આગળ મહમદ બેગડા સાથે લડતાં મરાયો. તેની સ્ત્રી રત્નાવલી હતી. તેને છ પુત્રો હતાઃ દુદ, લાખે, દેવ, રામો, સાગ, લુણસી તથા પુત્રી હતી. જુઓ હી. ઈ. ઓ. ગુ. આચાર્ય, ભાગ ૩જે. 2. બદાઉની મુખ્તખબુત ઉન તવારીખ (રેકીંગ).