________________ 182 સૌરાષ્ટ્ર દતિહાસ અગ્રણી લોકેએ અલપખાને સ્થાપેલી હકૂમત ઉઠાડી મૂકી. અલ્લાઉદ્દીને મલેક કમાલદીન ગુર્ઝને ગુજરાત જીતવા મેકલ્ય, પણ તેને પણ આ લોકેએ મારી નાખે. અલ્લાઉદ્દીન આ સમાચાર સાંભળી ધમપછાડા કરવા માંડે અને પરિણામે ગુજરી ગયે. ખરી સત્તા મલેક કાકુર નામના ગુલામના હાથમાં ગઈ. તેણે અલાઉદ્દીનના સૌથી નાના પુત્રને ગાદીએ બેસાડે. પણ ત્રણ વર્ષમાં જ કાકુરનું ખૂન થયું અને દીલ્હીની ગાદીએ અલાઉદ્દીનને ત્રીજો પુત્ર કુતુબુદ્દીન મુબારક દિલ્હીની ગાદી પચાવી પાડી સુલતાનપદે આરૂઢ થયે. તેણે એન ઉલ મુલ્કને ગુજરાતમાં મોકલ્ય. એન ઉલ મુકે ગુજરાતમાં સુલ્તાનની સત્તા પુનઃ સ્થાપી, સુલ્તાન વિરોધી લેકેને કતલ કર્યા, કંઈકને પરાણે મુસલમાન બનાવ્યા અને કંઈકને ભારે દંડ કર્યો. વંથલી : દિલ્હીમાં આ ગડબડ ચાલતી હતી તેને લાભ માત્ર સોમનાથના મંદિરનું ફરી બાંધકામનું કામ કર્યા સિવાય વિશેષ લઈ શકાયે નહીં; પણ રાહ મહીપાલે વંથલીમાંથી રાઠોડને કાઢી મૂકી વંથલી પોતાના કબજામાં લીધું. રાહ મહીપાલ ઈ. સ. ૧૩૨૫માં ગુજરી ગયે. રાહ ખેંગાર કથા : ઈ. સ. ૧૩રપથી ઈ. સ. 1351 સેમિનાથ: રાહ ખેંગારે તેના પિતા મહીપાલે શરૂ કરેલું સેમિનાથના ઉદ્ધારનું કાર્ય ઈ. સ. ૧૩૩૩માં પૂરું કર્યું અને મુસ્લિમોના હાથે ખંડિત થયેલા વિશ્વવિખ્યાત દેવાલયને પૂર્વવત્ સ્થિતિમાં મૂકયું. ઝાલાઓ H ઝાલાઓ પ્રબળ થતા જતા હતા. રાજ મેઘપાલજીએ ટીકર સુધીને પ્રદેશ કચ્છના જાડેજા પાસેથી જીતી લઈ ત્યાં ગામ વસાવ્યું અને કૂવા આબાદ કરી પિતાની સીમા વધારી દીધી. ગેહિલ : પણ તેનાથી પણ પ્રથમ અને સૌરાષ્ટ્રના ઈતિહાસનું એક અમર પાત્ર મોખડાજી ગોહિલ આ સમયમાં થયે. મેખડાજી સેજકજીને પૌત્ર અને રાજીને પુત્ર હતા. રાણજી ઈ. સ. ૧૩૦૮–૯માં મુસ્લિમોના હાથે માર્યો ગયે. મેખડાજીએ ગાદી ઉપર આવી તેની વીરતાથી ખાખરા, ભીમડાદ, ઉમરાળા તથા ઘોઘા જીતી લીધાં. ઘેઘાનું મુસ્લિમ થાણું તેણે તલવારની અણીએ ઉઠાડી મૂક્યું અને પીરમના બેટમાં એક મજબૂત દુર્ગ ચણાવી ત્યાં પિતાની ગાદી ફેરવી. તેથી તેને પરમને પાદશાહ કહેવામાં આવ્યું છે. 1. પીરમ બેટ ગોહિલવાડના કિનારાથી ત્રણ માઈલ દૂર દરિયામાં છે. વલ્લભી નદી દરિયામાં થઈને સમુદ્રને મળે છે. તેની તથા મુખ્ય દેશની વચમાં ખડકો છે. આ સ્થળેથી હાથી, હીપેટમસ વગેરે જનાવરોના અવશેષો હમણાં સુધી મળતા. નર્મદા નદી પણ આ બેટ