________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ વખતે તેણે તેનું રાજ્ય બ્રહ્માર્પણ કરેલું. તેથી તે કચ્છમાં જ રહ્યો. રાહ ભાણજીએ ઘુમલી શાપિત ભૂમિ છે તેમ માની ફરી ન વસાવતાં વર્તમાન કિલેશ્વર પાસે રાણપુરમાં પિતાની રાજધાની સ્થાપી. ઈ. સ. ૧૩૧૪માં તેણે ખંભાળિયા પાસેના કેટાના વીકમસી ચાવડાને મારી કેટ જીતી લીધું અને પિતાના રાજ્યને વિસ્તાર ત્યાં સુધી વધાર્યો. આમ ચાવડાઓના સમુદ્રતીરે ફેલાયેલાં નાનાં રાજ્યના અંતની શરૂ થયેલ માળામાં એક વિશેષ મણકો ઉમેરાયે. તળાજા : તળાજા વાળા રજપૂતના અધિકાર નીચે હતું અને રાહ કવાટને મુક્ત કરનાર ઉગાવાળાના વંશને એભલ વાળે ત્યાં રાજ કરતા હતા. માંગરોળમાં રાહને અધિકાર હતે. સંવત 1375 (ઈ. સ. ૧૩૧૯)માં સોઢડી નામની મઢ જ્ઞાતિની એક સ્ત્રીએ એક વાવ ત્યાં બંધાવી છે. તેમાં લખ્યું છે કે રાવલ મહીપાલ 1. વિકમસીને પાળિયો આજ પણ બતાવવામાં આવે છે. 2, વાળા વંશના પ્રારંભ માટે અગાઉ કહેવાઈ ગયું છે. આ વાળા રાજાઓની ઘણી કથાઓ કહેવામાં આવે છે અને તેમાં એભલ વાળાના નામ સાથે ઘણી વાર્તાઓ જોડવામાં આવે છે. એટલે એભલ વાળા સંબધે થોડી સ્પષ્ટતાની જરૂર છે. વલ્લભી રાજ્યને ઉચ્છેદ થયે ત્યારે તે રાજ્યકર્તાનું કુટુંબ મારવાડ નાસી ગયેલું. ત્યાંથી એભલ કુંવર પાછો આવ્યા અને તેણે વઢવાણમાં રહી વળા-ચમારડી જીતી લઇ ત્યાં રાજ્ય સ્થાપ્યું. તેને વાળાઓના મૂળપુરુષ તરીકે ઓળખાવી શકાય. તે પછી ઇ. સ. 1230 લગભગ જ્યારે સોરઠની ગાદીએ રાહ મહીપાલદેવ હતો ત્યારે વળામાં એભલ હતો એ બીજો એભલ વાળો. આ એભલ વાળે વીર અને પ્રજાપાલક રાજવી હતો. તેના અમલમાં મેઘાશા નામના એક વણિક વેપારીએ પોતે સંગ્રહ કરેલ દાણું ઊંચી કિંમતે વેચાય તે માટે સુખવિજય નામના ગેજી પાસે દુષ્કાળ પડે તેવો દોરો કરાવી હરણની શીંગડીએ બાંધ્યો. તેની અસર એ થઈ કે આ ટોરો હરણને શીંગડે રહે ત્યાં સુધી વરસાદ વરસે નહીં. મેઘાશાએ ઊંચા ભાવે દાણા વેંચી નફો કર્યો, પણ બાર વર્ષને દુષ્કાળ પ્રજાને તેબા કિરાવવા લાગ્યો. જ્યારે એભલને ખબર પડી ત્યારે તેણે હરણની શોધ કરી, તેને મારી, દોરે છેડવા સ્વારી કરી. કંઈ દિવસો પછી તેણે હરણને પકડી પાડયું. તે વખતે એભલે એકલા પડી ગયેલા હરણને મારી દરો છો કે તરત જ બાર વર્ષના બારે મેઘ એકસામટા તૂટી પડયા. એભલા માણસો તો પ્રલયકારી વર્ષોમાં મરી ગયા કે તણાઈ ગયા; પણ દેવાંશી ઘોડો રાજાને લઈ ચાલી નીકળ્યો. એભલ શરદીથી બેભાન થઈ ગયો હતો. માર્ગમા સાંઈ નેસડી નામની ચારણ બાઈને નેસ હતો. ત્યાં જઈને ઘોડે ઊભો. સઈએ રાજાને ઉતારી તેને શુદ્ધિમાં લાવવા પ્રયત્ન કર્યો, પણ જ્યારે તેના તમામ પ્રયત્ન નિષ્ફળ ગયા ત્યારે પોતાના અંગ સાથે રાજાનું અંગ જોડી ગરમી આપી. રાજાને શુદ્ધિ આવી સાંઇને કહ્યું કે, “મા, તેં મારો જીવ ઉગાર્યો છે માટે માગ” સાંઈએ કહ્યું કે, “સમય આવ્યે માંગ.” એભલ ગયા પછી સાંઈને પતિ આવ્યો. તેને પાડોશીએ વાત કરી, એથી શંકિત