________________ 178 સૌરાષ્ટ્રને ઇતિહાસ રાણપુર : ઈ. સ. ૧૨૯૦માં ભાવનગરના ગેહલ વંશસ્થાપક સેજકજી ગુજરી ગયા. તેની ગાદીએ તેના જ્યેષ્ઠ કુંવર રાણાજી ગાદીએ બેઠા. તેણે રાણપુર વસાવી, તે ગામે પિતાની ગાદી ફેરવી, તથા ગેહલ રાજ્યની રાજધાની ત્યાં કરી. તેણે રાણપુર ફરતે કિલ્લો બાંધ્યો. ગોહિલની પ્રબળ થતી સત્તા મુસ્લિમો જોઈ શકયા નહીં અને પાટણના સૂબા ઝાફરખાને તેના ઉપર ચડાઈ કરી. રાહ નવઘણને આ સમાચાર મળ્યા. રાણજી તેના મામા થતા હોઈ, તેમની મદદે લશ્કર લઈ ગયે. રાણપુર આગળ ભયંકર યુદ્ધ થયું. સોરઠી તથા ગોહિલ રજપૂતોએ તેમનું ખમીર બતાવ્યું અને બહાદુરીપૂર્વક સામનો કર્યો. પણ અંતે મુસલમાનને જય થયે અને યુદ્ધમાં રાણજી ગોહિલ તથા રાહ નવઘણ બન્ને મરાયા. રાણપુર મુસ્લિમોના હાથમાં પડ્યું અને જૂનાગઢની ગાદી રાહ નવઘણના પુત્ર મહીપાલના હાથમાં આવી. - સૌરાષ્ટ્રમાં આ સમયે ગોહિલ, જેઠવા, ચુડાસમા અને ઝાલાઓ જેવા બળવાન રાજાઓ હતા; અને ગુજરાતમાં પણ અનેક રજપૂત રાજ્ય હતાં; છતાં પરસ્પર અવિશ્વાસ અણબનાવ અને દ્વેષના કારણે તેઓ અંદરોઅંદર લડી નબળા પડી ગયા હતા. તે સાથે તેઓએ મુસ્લિમેની વધતી ભરતીનો ખ્યાલ કર્યો નહીં, તેમજ તેઓના વિનાશનું જે તાંડવ તેના ઉપર તળાઈ રહ્યું હતું તેની ગંભીરતાની કલ્પના પણ કરી નહીં. નહીંતર તેઓએ અલપખાનને વધ થયે તે સમયને લાભ લઈ એકત્ર ર ર હેત તે ગુજરાતમાં મુસ્લિમનું વર્ચસ્વ સ્થપાત નહીં, તેમજ તે પછીનાં વર્ષોમાં હિંદુઓ ઉપર જે અત્યાચાર થયા અને ધર્મો ઉપર જે કુઠારાઘાત થયે તે થાત નહીં. રાહ મહીપાલ ૪થો : ઈ. સ. ૧૩૦૮થી 132 5. રાહ મહીપાલને વીર પિતા મુસ્લિમ સાથેના યુદ્ધમાં મરાઈ જતાં તેના ઉપર અણધારી જવાબદારી આવી પડી; પરંતુ તે વીર અને ગંભીર પુરુષ હતું, ધમિક છતાં વ્યવહારુ, દીર્ધદષ્ટિ અને વીર હતે સેમિનાથ : તેણે તેની આંખ સમક્ષ સોમનાથના પવિત્ર દેવાલયને ધ્વસ જે. પાટણ-ગુજરાતમાં અલપખાન અને પછી ઝફરખાન મૂર્તિઓ અને મંદિરના ખંડન માટે અને નવું મંડન ન થાય તે માટે સદા જાગ્રત રહેતા, છતાં મહીપાલે સોમનાથના દેવાલયને પુનઃ સજીવન કર્યું. તૂટેલા ભાગે તેણે સમરાવ્યા અને મહાદેવના લિંગની પ્રતિષ્ઠા કરી. જ્યાં માત્ર દસબાર વર્ષ પહેલાં કુહાડા અને કોદાળીથી ખનન થતું હતું, ત્યાં ઝાલર અને ઘંટના રણકારથી મહાદેવની આરતી ઉતારી, તેણે પ્રભાસના વાજા રાજા વીંજલને હૂંફ આપી, સોમનાથના ચરણે ટ્વસ્વ અર્પણ કર 1. જુઓ ગિરનારને શિલાલેખ