________________ રજપૂત સમય 177 સંભવતું નથી અને મૂકયાં હોય તે તે ઉઠાડી મૂકેલાં. અલાઉદ્દીનનાં સૈન્ય સેમનાથના લિંગને લઈ દિલ્હી નહોતા પહોંચ્યા ત્યાં તે સેમિનાથની પુનઃ પ્રતિષ્ઠા થઈ, પૂજા શરૂ થઈ ગઈ હતી. ઝાફરખાનને ઉલ્લેખ છે. અલ્લાઉદ્દીનના સેનાપતિ અલપખાનને પણ અલાઉદ્દીને ગુજરાતને અધિકારી નીમ્યો હતો. તે ઈ. સ. 1316 સુધી તે પદ ઉપર રહ્યો. અંતે દરબારીઓની ખટપટના કારણે તથા મલેક કાકુરના ચડાવવાથી સુલતાને તેને બેલાવી મારી નાખે. તે સમાચાર પાટણ પહોંચતાં લોકોએ બળવો કર્યો, રિલમ સત્તા ઉખેડી નાખી. પરિણામે સુલતાન મલેક કમાલઉદ્દીન ગુઝને તેને પ્રતિકાર કરવા મોકલ્યા; પણ તેને હરાવી મારી નાખવામાં આવ્યો. આ સાંભળી અલ્લાઉદ્દીને ખાલી ધમપછાડા કર્યા, પરિણામે ઈ. સ. ૧૩૧૬માં ડિસેમ્બરની રરમી તારીખે તે ગુજરી ગયા. તેના પછી તેને પુત્ર ગાદીએ બેઠે; પણ મલેક કાકુર સાચે રાજ્યકર્તા હતો. પણ તેને ઇ. સ. 1317 ફેબ્રુઆરીમાં મારી નાખ્યો અને અલ્લાઉદ્દીનની ગાદી ઉપર તેને ત્રીજે પુત્ર કુતુબુદ્દીન મુબારક બેઠો. તેણે ગુજરાત જીતવા ઐન-ઉલ-મુલ્કને ગુજરાતમાં મોકલ્યો. તેણે ગુજરાતમાં ફરી સત્તા સ્થાપી. તે પછી ઇ. સ. 1317 લગભગ પોતાના સસરા મલેક દીનારને ઝફરખાનને ઇલ્કાબ આપી સૂબો નીમી મોકલ્યો. પણ રબારી કે ભરવાડ (પરવારી કે ભરવારી)માંથી મુસ્લિમ બનેલા યુસુફખાને ઝફરખાનને બોલાવી તેના ઉપર બેટા તહેમતે મુકાવી, સુલતાન પાસે મરાવી નાખી, પિતા ને ભાઈ મલેક હિસામુદ્દીનને ગુજરાતને સૂબો નીમ્યો. તેણે ભરવાડરબારીઓને ભેગા કરી બળ કર્યો, પણ બીજા અમલદારોએ તેને પકડી દિલ્હી મેકલ્ય, જ્યાં સુલતાને તેને માફી આપી. ઈ. સ. ૧૩૨૦માં ખુશરૂએ સુલતાનને મારી રાજ્ય હસ્તગત કર્યું. તે ગાદી ઉપર કુરાન રાખી તેના ઉપર બેઠે તથા અલ્લાઉદ્દીનના રાજમહેલમાં મૂર્તિપૂજા શરૂ કરી, હિન્દુ ધર્મને પ્રચાર શરૂ કર્યો. તેના હાથમાં રાજસત્તા થોડાક જ મહિના રહી. હિન્દુ રાજાઓએ તેને ટેકો આપ્યો નહીં. સૌરાષ્ટ્ર-ગુજરાતના ભરવાડ કે રબારી કુળમાં જન્મેલે અને જબરદસ્તીથી મુસલમાન બનેલા આ મુસદ્દીએ કુનેહ અને મુત્સદ્દીગીરીથી સુલતાનની સત્તાને અંત આણવા પ્રયત્ન કર્યો, પણ કમનસીબે હિન્દુઓ તેને સહાય આપી શક્યા નહીં, અને મુસલમાનેએ તેને મારી નાખે. તેનું ખૂન ઈ. સ. ૧૩૨૦માં થયું અને દિલ્હીની ગાદી ગાઝી મલેક તઘલગ નામના અમીરે પચાવી પાડી. આ તઘલગના વંશમાં ફિરોઝ તઘલગ ઈ. સ. ૧૩૫૧માં ગાદીએ આવ્યું. સૌરાષ્ટ્રમાં ચાલતી દંતકથા પ્રમાણે ખુશરૂ માંગરોળને રબારી હતે. એટલે આ બન્ને શિલાલેખ ઇતિહાસના અજ્ઞાનવાળા કેઈ મૌલવીએ પાછળથી કોતરાવ્યા હોવાનું જણાય છે. એ કારણે આ સ્થળે મુસ્લિમ થાણું હોવાનું માનતાં અચકાવું પડે છે. માંગરોળના લેખમાં તેરમી લીટીમાં લખ્યું છે કે “ઝ હિજરત નબી (કે) શુદ ખતમ (ઇન હીસાર) ઝ તારીખ હસદ શુદર સુમાર” એટલે અબજદ પદ્ધતિએ હીજરી ૭૦૦ની કાઢવામાં આવી છે, જ્યારે ઊનાના લેખમાં “બ સાલ હફતસદ હસ્ત” લખ્યું છે, જેનો ભાવાર્થ હીજરી 708 થાય છે. એટલે વાચનમાં ભૂલ નથી, પણ આ બન્ને શિલાલેખો પાછળથી તરાવેલા અને સ્પષ્ટ રીતે બનાવટી છે. વિશેષમાં ઈ. સ. ૧૯૧૯ના માંગરોળની સોઢડી વાવના શિલાલેખમાં પણ રાહ મહીપાલે વાવ બંધાવ્યાને ઉલ્લેખ છે. (ભાવ. ઇન્સ.)