________________ રજપૂત સમય 179 વાની પ્રતિજ્ઞા કરી, અને આર્ય રાજાઓના મૃતપ્રાય થયેલા જીવનમાં નવા પ્રાણ પૂર્યા. જેઠવા રાણા ભાણજી : મહીપાલ ૪થાના સમયમાં ઘુમલીની ગાદીએ ભાણ હતે. જેઠવા રાજાઓની વંશાવળી પ્રમાણે ભાણ નામના ચોદ રાજાઓ થયા. તેઓની આસપાસ અનેક કથાઓ લોકસાહિત્યમાં સંકળાયેલી છે. પણ કાળના ભાન વગર વાર્તા કહેનારાઓએ ઘણું સેળભેળ કરી નાખી છે. ઉન્નડજીની ચડાઈ : જેઠવાઓનો પ્રદેશ મોરબીથી વર્તમાન હાલારના ઘણખરા ભાગને આવરી લે તેટલો વિસ્તૃત હિતે; પણ દેદા વંશના જાડેજાઓએ તેમની પાસેથી ઉત્તર સૌરાષ્ટ્રને પ્રદેશ જીતી લઈ તેઓને બરડામાં રહેવાની ફરજ પાડી હતી. ભાણ જેઠવાએ તેના પૂર્વજોએ બેયેલાં પરગણાં ફરી હાથ કરવા પ્રયત્ન કર્યા; પણ તેમાં તે ફાવ્યું નહીં અને તેને પાછું જવું પડ્યું. જામ ઉન્નડજીએ ઈ. સ. ૧૩૦લ્માં એક પ્રબળ સૈન્ય લઈ ઘુમલી ઉપર ચડાઈ કરી. ભાણ જેઠવાએ ભયંકર યુદ્ધ કર્યું અને ઉન્નડજીને પરાજય કર્યો. ઉન્નડજીને ભાગવું ભારી થઈ પડયું. તેને સરંજામ જેઠવાના હાથમાં પડો. પરાજયના આઘાતથી ઉન્નડજી ગુજરી ગયે. તેથી તેને પુત્ર બામણિજી ઈ. સ. ૧૪૧૩માં ચડી આવ્યું. ઘુમલી ઉપર બાર માસ ઘેરે રહ્યો. અનાજ ખૂટયું અને જેઠવા કેસરિયાં કરી શત્રુઓ ઉપર તૂટી પડયા; પણ પરિણામ વિરુદ્ધ આવ્યું. ભાણ જેઠવાને જીવ લઈને નાસવું પડયું. જામે ઘુમલી લંટયું અને તેને ગઢ તેડી પાડી ઉજ્જડ કરી તે સ્વદેશ ગયે. ઘુમલીની ચડાઈ 1. ભાણ જેઠ તથા સોન કંસારીની રસિક વાર્તા લેકસાહિત્યમાં ઘણી પ્રચલિત છે. શંખેદાર બેટમાં દુદનશી વાઢેલ રાજ્ય કરતા. તેને ત્યાં બે દાંતવાળી પુત્રી જન્મ. જોષીઓની સલાહથી તે પુત્રી કુળનું નિકંદન કાઢે તેવી હેઇ પેટીમાં પૂરી દરિયામાં નાખી દીધી. પેટી તણાતી તણાતી મિયાણી બંદરે આવી, ત્યાં એક કંસારાને તે મળી. પેટીમાંથી કન્યા નીકળતા નિઃસંતાન કંસારાએ તેને પુત્રી ગણું મોટી કરી. મિયાણના પ્રભાત ચાવડાએ તેની માગણી કરી; પણ કંસારાએ ના પાડી, અને તેની બીકથી તે ઘુમલી નાસી આવ્યું. ઘુમલીને જેઠવા ભાણનો સાળે દેલને મિયાત બાબરિયો હતો, તેને પુત્ર રાખાયત કે જે પ્રસિદ્ધ વીર પુરુષ હતા તે કુઈને મળવા આવ્યો. ઇચછાવર વરવા ચાહતી સેને તેને પરણવા કહેણ મોકલ્યું. બન્નેનાં લગ્ન થયાં. તેઓ પરણી ઊડ્યાં ત્યાં કોઈએ ઘુમલીનાં ઢોર વાળ્યાં. તેથી મીંઢોળબંધો રાખાયત લૂંટારા પાછળ ચડે. તેણે ઢોર પાછાં વાળ્યાં, પણ તે લૂંટારુ પિકીના ત્રણ જણે ભાણવડ પાસે પાછળ પડયા, રાખાયત ઘોડો દોડાવી ભાગ્યે; પણ ઝાડની ડાળીમાં તેનું માથું ભરાઈ ગયું અને લૂંટારુ સવારોએ આવી તેને મારી નાખ્યો. સન સતી થવા તૈયાર થઈ પણ ભાણ જેઠવે તેને પિતા સાથે લગ્ન કરવા આગ્રહ કર્યો. સને ના કહી, પણ ભાણે અતિ આગ્રહ કરતાં તે બ્રાહ્મણને શરણે ગઇ. બ્રાહ્મણને સેનને પિતાને સોંપી દેવા ભાણે કહેવડાવ્યું; પણ તેઓએ ના પાડતાં ભાણે બ્રાહ્મણને મારી નાખ્યા. સન તે રાખાયત સાથે સતી થઇ અને શાપ આપ્યો કે “ઘુમલીને નાશ થજે.” આજે પણ ઘુમલીના ખંઢેરોમાં સોન કંસારીનું દહેરું છે તથા સાન ડુંગરી નામને ડુંગર છે.