________________ 183 રજપૂત સમય આવી જગ્યામાં મોખડાજી ગોહિલ આખરે પિતાની મેળે વસે. રાણીનો કુંવર બળવાન રાજાધિરાજ, એટલે પિતાને વસવા નવું શહેર બાંધ્યું અને ડુંગર ઉપર મજબૂત કિલ્લે બાંધ્યું. દરિયાના મોજાં તેની ચારે બાજુએ છેળે મારતાં હતાં. ધરતીના ધણીએ કળીઓનું રાજ્ય ખૂંચવી લઈને પીરમના નામથી જાણીતું કર્યું. તેના પહેલાં ઘોઘામાં તથા પરમમાં બારેયા ઘણા હતા. તે બે મેખડાજીએ લઈ લીધા. સાતમેં ખારવાને તેણે તલવારની ધારે ચડાવ્યા; બધા કેળીઓને ઠાર ક્ય, પૂર્વજન્મના તપસ્વીએ એ બે શહેર સ્વાધીન કરી પીરમની ગાદી પ્રતાપવાન કરી દીધી. ઘણું દેશને રસ્તે ત્યાં થઈને જતા હતા. તેથી તેણે પીરમમાં ઘણાં વહાણ રાખ્યાં હતાં. ઘણાં વહાણો તેણે લૂંટી લીધાં હતાં અને સર્વ જગ્યાએ તેને ત્રાસ વરતાઈ ગયું હતું. જે હંકારી આવતા હતા તેની પાસેથી તે ખંડણ લેતું હતું, હનુમાનની મૂર્તિ તે બાજુબંધમાં રાખતે ને તેને કાલિકા માતાને હાથ હતે.” મોખડાજીએ એવું પ્રબળ સ્વરૂપ પ્રાપ્ત કર્યું કે કઈ પણું વહાણ કર ચુકાવ્યા સિવાય જઈ શકતું નહીં અને કરનો ઈન્કાર કરવામાં આવે તે વહાણ લૂંટી લેવામાં આવતું. મેખડાજીના આ કાર્યમાં સમુદ્રસેના સહાય કરતી. તેને સમુદ્રાધિપતિ ત્રાપજને સુરાવાળે હતું. તેણે ખંભાત બંદરે જતાં દિલ્હીના મુસ્લિમ વેપારીની સોનાની પાટે ભરેલાં વહાણે પણ લૂંટી લીધાં. આ વેપારીએ મહમદ તઘલગને ફરિયાદ કરી. તેથી મહમદ તઘલગેર આવા પ્રબળ હિન્દુ રાજાને જડમૂળથી ઉખેડી નાખવા નિશ્ચય કર્યો. સામે જ આવીને મળે છે. આ બેટમાં જે મજબૂત કિલ્લે હતો તેનાં ખંડિયેર હજુ જોવામાં આવે છે. ઘેડ બુરજ પણ છે. આ સ્થળથી સૌરાષ્ટ્ર અને ગુજરાતના કિનારા સ્પષ્ટ દેખાય છે અને મધ્યવતી હાઈ ચાંચિયાઓ માટે આ સ્થળ અજોડ છે. પ્રસિદ્ધ મોરક્કી મુસાફર ઈન બતુતાએ પીરમની નેંધ લીધી છે. તેણે આ બેટની મુલાકાત ઇ. સ. ૧૩૪રમાં લીધી હતી. તે લખે છે કે આ બેટ ઉપરની હિન્દુ રાજાઓની સત્તા મુસ્લિમોએ ઉખેડી નાખી હતી. તેના ઉપર વસ્તી હતી નહીં; પણ “વેપારીઓના” રાજા અલ કાઝે રૂની કે જેની ખંભાતમાં કેઠી હતી તેણે પોતાને માલ લાવતાં લઈ જતાં વહાણને ચાંચિયાથી બચાવવા આ સ્થળે કિલ્લે બાંધી થડા મુસ્લિમોને વસાવવા પ્રયત્ન કર્યો હતે. (એ હિસ્ટ્રી ઓફ ગુજરાત-પ્રે. કોમીસરીએટ) આ કથન સત્ય માનીએ તે મોખડાજીએ ઈ. સ. ૧૩૪ર પછી અને ઇ. સ. 1349 વચ્ચે પીરમ વસાવ્યું હશે. 1. રાસમાળા-ભાષાંતર. 2. મહમદ તઘલગને બે શોખ હતાઃ દાન દેવાને તથા મનુષ્યવધ કરવાનો. એવો એક પણ દિવસ ન જ કે જ્યારે તેના દ્વારેથી કેઈ પણ ભિખારી નિરાશ થઈ પાછા ફરતા હેય. અને એ એક પણ દિવસ ન જો કે જ્યારે કોઈ મનુષ્યને વધ ન કરવામાં આવ્યું