________________ 175 રજપૂત સમય સૌરાષ્ટ્રમાં : અલપખાન ઈ. સ. ૧૨૭માં આવ્યું અને પાટણ ઈ. સ. ૧૩૦૦માં પડયું. એટલે ત્રણ વર્ષ કરણ તથા માંડલિકે એ આ લેહતરસ્યા આક્રમણકાને નિષ્ફળ સામનો કર્યો. અલપખાનની સાથે અલ્લાઉદ્દીનને વજીર નસરતખાન ઝાલરી પણ હતો. બન્નેએ અણહીલવાડને કબજે કરી સૌરાષ્ટ્ર ઉપર કૂચ કરી. રાણપુર, ઘંઘા, ઊના-દેલવાડા જીતી, સેમિનાથના દ્વારે આવી તેઓએ પિણું ત્રણસો વર્ષ પછી મહમદ ગઝનીની આંખે સોમનાથની લહેરાતી ધજા જોઈ. તેઓની સામે સ્થાનિક રાજ્ય ટકી ન શકયાં. તેમનાથનું કુમારપાળનું બાંધેલું દેવળ તેડવામાં આવ્યું. મહાદેવના લિંગને કાઢી દીલ્હી લઈ જવામાં આવ્યું. સોમનાથ લૂંટાયું અને બ્રાહ્મણની અને અન્ય હિન્દુ સ્ત્રીપુરુષોની નિર્દય કતલ કરવામાં આવી. સેમિનાથ ઉપર મુસ્લિમે આવ્યા છે તે સમાચાર વાયુવેગે સૌરાષ્ટ્રમાં પ્રસરી ગયા. રાહ, જેઠવા, ગોહિલ, રાઠોડ વગેરે રાજાઓ એકત્ર થઈ યુદ્ધે ચડવા વિચારી રહ્યા, પણ અલપખાન વીજળીવેગે સોમનાથને ધ્વસ કરી, ભૂગોળના કે માહિતીના અજ્ઞાનને કારણે જુનાગઢ તરફ ન જતાં, માંગરોળ અને માધુપુર થઈ છેક કંથકોટ સુધી ધસી ગયે. માર્ગમાં જે જે દેવાલ આવ્યાં તે તેડયાં, તૂટયાં અને બાળ્યાં અને નિર્દોષ સ્ત્રીપુરુષ અને બાળકોની ધર્મના નામે કતલ કરી અને મુસ્લિમ સૈન્યએ અકથિત અને અકલ્પિત જુલ્મ કરી હિન્દુ પ્રજાની પાયમાલી કરી નાખી.* 1. ઉલુગખાન ત્થા અલપખાન એક હતા તેમ મનાય છે; પણ તેમ નથી. ઉલુગખાન અલ્લાઉદ્દીનને ભાઈ હતા, જયારે અલપખાન સાળો હતો તેમ બાવા અજુનશાહની દરગાહના ઈ. સ. 1266 (હી. ૬૬૩)ના લેખથી જણાય છે. ગુજરાત છતી તે દિલ્હી ગયો ત્યારે ઉલુગખાનને સુલતાને રણથંભોર મોકલ્યો. ત્યાં તે બીમાર થઈ ગુજરી ગયો. અલપખાન ઈ. સ. ૧૩૦૦માં ગુજરાતને સૂબો નિમાયા; પણ પાછળથી મલેક કાકુરે તેને મરાવી નાખે. (એ હીસ્ટ્રી ઓફ ગુજરાતઃ પ્રો. કેમીસેરિયેટ) 2. આ લિંગને દીલ્હી લઈ જવામાં આવતું હતું ત્યારે ઝાલરના ચહુવાણુ વીર કાન્હડદેએ યુદ્ધ કર્યું હતું. તેનું વીરરસ પણ રસિક વર્ણન પાનાભ નામના કવિએ “કાન્હડદે પ્રબંધમાં કર્યું છે. આ કાવ્ય ઈ. સ. ૧૪૫૫માં રચાયું હોવાનું જણાય છે. 3. સોમનાથના શિવલિંગને દિલ્હી લઇ જવામાં આવ્યું, ત્યાં તેને પ્રજાને પગ નીચે કચરી ચાલવા માટે જાહેર માર્ગમાં મૂકયું. ખરી રીતે તે આ શિવલિંગ વર્તમાન ઘેલા સોમનાથમાં છે, માગમાં હિન્દુઓએ તેને છોડાવ્યું. અને ત્યાં રથાપના કરેલી તેમ પણ માન્યતા છે. 4. પેઠા મુલકમાં મુસલમાન, મારું મારું કરતા લૂટ, બૂટ, વટાળે લે જાન વહુદીકરી હરતા, લડયા, પડયા હજારે શર ભલે મરીએ, મરીએ વહ્યું લેહી જલપુર ડૂખ્યો દેશ તે દરિયે” (સ્વ. નવલરામ) આવા જુલમના કારણે અલ્લાઉદીન “અલાદીઓ ખૂની” કહેવાઈ ગયે. છે. કમસેરીયેટ જૂનાગઢ જીત્યું હોવાનું કહે છે. પણ અન્યત્ર ઉલ્લેખ નથી.