________________ 174 સૌરાષ્ટ્રને ઇતિહાસ રાજશ્રી છાડા : રાજશ્રી છાડા તે પ્રભાસના વાજા રાજા નાનસિંહને કુંવર હતો. નાનસિંહ જગતસિંહની સાથે આવેલે વાજા રાજા હતા. તેણે પાટણ જીતી ત્યાં પિતાની રાજધાની કરી હતી. | મંત્રી સામંતસિંહ : સૌરાષ્ટ્રમાં સામંતસિંહ નામે મંત્રી અધિકાર ભગવતે હતું. તે જૈનધમી હતું, છતાં તેણે દ્વારકાના માર્ગે આવેલ રેવતી કુંડને જીર્ણોદ્ધાર કર્યો હતો. - ગુજરાતના રાજાએ : રાહ માંડલિકના સમયમાં ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રને સાર્વભૌમ રાજા અર્જુનદેવ હતું. તેના સૂબાઓ સૌરાષ્ટ્રમાં પ્રત્યેક પ્રાન્તમાં રહેતા. તે ઈ. સ. ૧૨૭૭માં ગુજરી ગયા. તેના પછી તેને પુત્ર સારંગદેવ ગાદીએ આવ્યું. તે પણ તેના પિતાની જેમ જ સાર્વભૌમ સમ્રાટ હતું. સારંગદેવ ઈ. સ. ૧૨૯૭માં ગુજરી ગયે, અને તેની જગ્યાએ ગુજરાતને અંતિમ આર્ય રાજા કરણદેવ ગાદીએ આવ્યું. એટલે રાહે માંડલિક ગુજરાતની પાટે ત્રણ રાજાઓનાં રાજ્ય જોયાં.૭-૪ અલાઉદ્દીન ખીલજી : ઈ. સ. ૧૩૦૦માં ધન અને ધરાની પ્રબલ પિપાસા સેવતા દીલ્હીના ધમધ સુલતાન અલ્લાઉદ્દીને ગુજરાત જીતવા તેના સેનાપતિ અલપખાનને મોકલ્યું. અને તેણે ગુજરાતના અંતિમ મહારાજા કરણદેવને પરાજિત કર્યો. કરણે ઘણે સમય ટક્કર ઝીલી, પણ તે ફાવ્યા નહીં અને દક્ષિણમાં નાસી ગયે. ભગવાન સેમિનાથને ભગવે ઝડે રણમાં રોળાયે અને ગુજરાતના રાજ્યમહાલય ઉપર લીલે અંડે ફરકી રહ્યો. 1. જુઓ મારે વાજા રાજાએ સંબંધી લેખ : ગુજરાતી : 2-5-1937 અને પછીના અંકે. મારા બાલમિત્ર શ્રી હરિશંકર શાસ્ત્રીએ “ગુજરાતીમાં તા. ૧૧-૧૨-૩૪ના લેખમાં છાડા નાનસિંહનો પુત્ર હતો અને તેના પછી ગાદીએ આવ્યું તેવું વિધાન કર્યું છે. છાડા નાનસિંહને પુત્ર હતા પણ ગાદીએ આવ્યા ન હતા. 2. સામંતસિંહ સિદ્ધરાજ કુમારપાળના પ્રખ્યાત મંત્રી ઉદયનના પુત્ર ચાહડના પુત્ર પદ્મસિંહને પુત્ર હતા. તેને ભાઈ સલક્ષ પ્રથમ સૌરાષ્ટ્રને અધિકારી હતો; પછી લાટમાં બદલાયે અને ત્યાં ગુજરી ગયે. (હી. ઇ. એ. ગુજરાતઃ ભાગ ૩જે. આચાર્ય) 3. ભરાણું, ખરકડી, ગિરનાર, પાટણ વગેરેના શિલાલેખો (હિ. ઈ. ઓ. ગુ. ભાગ 3 આચાર્ય.) 4. આમરણ, વંથલી વગેરેના લેખો (સંદર) 5. “પ્રબંધચિંતામણિ પ્રમાણે સં. 1360 એટલે કે ઇ. સ. ૧૩૦૪માં આ ચડાઈ થઈ.