________________ 148 સૌરાષ્ટ્રને ઇતિહાસ અધિક ભાવપૂર્વક પ્રાર્થના કરી. સર્વે જ જૈનાચાર્યને મહાદેવનું સ્તવન કરતા જોઈ ચક્તિ થયા. કુમારપાળની તુલાવિધિ થઈ. હાથી, ઘોડા આદિનું દાન દીધું. હેમચંદ્રસૂરિએ પછી સર્વેને બહાર જવાની આજ્ઞા કરી. હવે માત્ર તે તથા રાજા મંદિરમાં રહ્યા. કુમારપાળે પછી કહ્યું “સૂરીશ્વર, સેમેશ્વર જેવા દેવ નથી, આપના સમા સાધુ નથી, અને મારા સમાન રાજા નથી એ ત્રિવેણી સંગમ થયો છે. તે મહાદેવની સમક્ષ જેથી યુક્ત થાય એ એક દેવ સાચે સાચી રીતે મને બતાવે. હેમચંદ્રસૂરિએ કહ્યું, “હું સેમેશ્વરને સાક્ષાત્કાર કરાવીશ'. અગરને ધૂપ કરવામાં આવ્યું અને બને ધ્યાનસ્થ થયા. થોડી વારે તિ પ્રકાશી; સોમેશ્વર સાક્ષાત્ પ્રગટ થયા અને રાજાએ પ્રણામ કરીને કહ્યું, “હે જગત્પતિ! આપની સાધનાને કારણે મારી આંખને ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થઈ. હવે કૃપા કરી કાનને તૃપ્ત કરે.” સોમેશ્વરે કહ્યું “એ રાજા ! આ સાધુ સર્વ દેવતાઓને અવતાર છે. એ કપટ વિનાને છે. જેમ તે સ્વહસ્તમાં મુકતાફળ નીરખી શકે છે તેમ દેવત્વ જોવાનું પણ તેને સ્વાધીન છે. તે ભૂત ભવિષ્ય વર્તમાન જાણે છે. તે જે માર્ગ બતાવે તે ગ્રહણ કરે.” શંકર અંતર્ધાન થયા અને કુમારપાળ હેમચંદ્રસૂરિના ચરણમાં માથું મૂકી તેને શરણે ગયે. કુમારપાળે જૈન ધર્મને સંપૂર્ણ સ્વીકાર કરી માંસાહાર અને મદિરાપાન બંધ કર્યા. કુમારપાળે બ્રાહ્મણોને દાન આપ્યાં અને ગુજરાતમાં પાછો ગયે. આ સમયે અનેક રાજાઓ આવ્યા પણ રાહ ગયે નહિ. સમરશી : સેરઠના રાજા સમરશીએ કુમારપાળના સાર્વભૌમત્વને અનાદર 1. આ વિષય વિસ્તૃત હોઈ આ પુસ્તકમાં મૂકી દેવામાં આવ્યું છે. મારું “સોમનાથ નામનું પુસ્તક વિશેષ વિગતો માટે જોવું. 2. આ વાત ધાર્મિક દૃષ્ટિએ કે પ્રચારની દ્રષ્ટિએ જોઈએ તે માની શકાય; પણ પોણું સૈકા પહેલાં કુઠારાઘાત થયો ત્યારે મહાદેવ સાક્ષાત થયા નહિ. હેમચંદ્રસૂરિ તાંત્રિક હતા. રાજાના પલંગને ઉપાડી આર્યો હતો અને દેવી ચકેશ્વરીની સહાયથી અનેક તંત્ર વિદ્યાના ચમત્કાર તેમણે કરેલા હતા. તે આ પણ એક ચમત્કાર જ હશે. રાજાને પોતાને શિષ્ય બનાવવાની આ એક સુંદર તરકીબ હશે. 1. “પ્રબંધચિંતામણિમાં આ રાજાનું નામ “સુંદર' છે; એક પ્રતમાં સઉચર છે; બીજે થળે સંસર કે સાંસર છે. તેથી રાસમાળા - ભાષાંતરકાર અનુમાન કરે છે કે તે મેર જાતિને ચાચર કે છાછર હોય; પણ ઉદયન જેવા વૃદ્ધ અને અનુભવી સેનાપતિને શિકસ્ત આપે તે ટીમાણાના મેર જેવો નાને ઠાકર હોઈ શકે નહિ. સમરશી અર્થાત સમરસિંહ નામ નહિ પણ ઉપનામ હોઈ શકે અને રાજાઓ આવાં બિરુદો ધારણ કરતા. સૌરાષ્ટ્રમાં એ સમયે આવો કોઈ રાજા હતા નહિ અને કુમારપાળ સામે વિરોધ જાહેર કરી શકે તેવો કઈ રાજા હોય તો તે સોરઠને રાહ જ હતા. એમનાથના જીર્ણોદ્ધારના ઉત્સવમાં તે ગયો ન હતો અને કુમારપાળને તેથી અપમાન લાગ્યું હશે. વળી તેણે ખંડણ પણ આપવી બંધ કરી હતી. તેથી રાહને શિક્ષા કરવા ઉદયનને મોકલ્યા હોવાનું સંભવિત છે.