________________ ૧૫ર સૌરાષ્ટ્રનો ઇતિહાસ ગરી મુલ્તાન ઉચ્ચના માર્ગે ગુજરાત ઉપર ચડી આવ્યું. તેણે કચ્છનું રણ ઓળંગી પાટણ ઉપર આક્રમણ કર્યું.' મુસલમાનોની દેસે વર્ષ પછી આવતી આ ચડાઈના સમાચારથી ભીમ વિહંળ છે. તેણે તેના સામંતે, ખંડિયા રાજાઓ તથા મિત્રોને મદદે બોલાવ્યા. રાહ જયસિંહ પણ સૌરાષ્ટ્ર પ્રતિ જતો હતો તે માર્ગમાંથી પાછા વળી ભીમદેવને મળે અને તેણે મુસલમાન સામે રણસંગ્રામમાં અતુલ શૌર્ય બતાવ્યું. આ યુદ્ધમાં પરદેશીઓને સખ્ત પરાજ્ય થયો, અને સુલ્તાનનું સૈન્ય કપાઈ ગયું. થોડા બચેલા સૈનિકોને લઈને તે માંડ ભાગી જઈ શકે. ભીમ સાથે મિત્રી : આ યુદ્ધમાં સહદય સહાય આપવાથી ભીમદેવ તથા જયસિંહને મૈત્રી થઈ; અને જયસિંહે ભીમદેવને સેમેશ્વરના દેવાલયને પુનઃ જીર્ણોદ્ધાર કરવા તેમજ તેને વિશેષ જાજવલ્યમાન બનાવવા પ્રેરણા કરી. ભીમે તેના નાગર મંત્રી શ્રીધરને મોકલી, ત્યાં મેઘધ્વનિ નામે મંડપ બંધાવ્યું. પૃથ્વીરાજ સાથે યુદ્ધ : ભીમદેવે આબુના પરમાર રાજા જેતસી (જેસિંહ)ની પુત્રી ઈચછનકુમારીનું માગું કર્યું. પણ તે કુંવરી પૃથ્વીરાજને આપેલી હેઈ જેતસીએ ભીમને તે સગપણ તેડી કન્યા આપવા ના પાડી. તેથી ભીમે તેના ઉપર ચડાઈ કરી. અજમેરપતિ સેમેશ્વર ચૌહાણ બળવાન રાજા હતો. તે પૃથ્વીરાજનો પિતા હતે. તેથી ચૌહાણે પરમારની સહાયે આવશે તે વિચારે ભીમે રાહની સહાય માગી. રાહ જયસિંહ અને કચછનો જાડેજો રાજા રાયઘણ રાણીંગ ઝાલા વગેરે રાજાઓ ભીમને જઈ મળ્યા અને બન્ને પક્ષે વચ્ચે ભયંકર યુદ્ધ થયું. ચંદ બારોટ તેનું વર્ણન કરતાં લખે છે કે “યાદવ જામ જાણે હમણાં પૃથ્વીને નાશ કરી નાખશે એમ પિતાના મિત્રની જમણી બાજુએ ગર્જી ઊઠશે. તેના સામે ખેંગાર પૃથ્વી ઉપર અગ્નિના ભડકા સરખો થઈને આવ્યું. અને ઉન્મત્ત સાંઢ થઈ લડ્યા” 1. “તારીખે ફરિતા” સેરડી તવારીખમાં દીવાન રણછોડજી આ યુદ્ધને માંડળિક તથા મહમદ ગઝનીનું કહે છે. (આ ચર્ચા આગળ કરવામાં આવી છે.) શ્રી. રણછોડભાઈ ઉદયરામ તે યુદ્ધ આ હેવું જોઈએ તેમ અનુમાન કરે છે અને તે વાસ્તવિક જણાય છે. 2. આ મંડપ બીજા ભીમે બંધાવ્યું. તેને ઉલેખ પ્રભાસપાટણના મોટા દરવાજાના સં. 1273 (ઈ. સ. ૧૨૧૭)ના શિલાલેખમાં છે. श्री मूलराजस्तदनूदियाय तस्यानुजन्मा जयति क्षितिश : श्री भीमदेवप्रथित प्रताप अकारि सोमेश्वर मंडपोऽय येनात्र मेघध्वनि નામ : એમ સ્પષ્ટ લખ્યું છે. એટલે આ ભીમદેવ હોવો જોઇએ.