________________ ૨જપૂત સમય ૧૫ર્કે વસાવ્યું તથા ચાવડાસર નામે તળાવ ખેદાવ્યું, જે હાલ મૂળવાસા તથા મૂળસર કહેવાય છે (કદાચ મૂળરાજના નામ પાછળ ફરજિયાત નામ ફેરવાયું હશે.) તે બંધાવ્યાં. જયસંગ નિ:સંતાન ગુજરી જતાં જગદેવ રાજા થયે. તેણે 21 વર્ષ રાજ્ય કર્યું અને તેની પછી તેને પુત્ર મંગળદેવ અને તેના પછી તેને પુત્ર દયાળદેવ રાજા થયો. તેની પછી જગદેવ રજૂ થયો. બે પુત્ર હતા; કનકસેન તથા અનંતસેન. કનકસેને કનકાપુરી વસાવી. તેનું વર્તમાન નામ વસાઈ અથવા વસાવી છે. ગીરના જંગલમાં હાલ કનકાઈનું સ્થળ છે ત્યાં કનકાવતી નગરી સ્થાપી. ત્યાંને અમુક પ્રદેશ છતી રાજય સ્થાપ્યું. તેણે જૈન મંદિર પણ બંધાવ્યાં અને બાંધકામને ઉત્તેજન આપ્યું. અનંતદેવે દ્વારકામાં ગાદી સ્થાપી. દ્વારકામાં રાજા રણછોડરાય જ હોય, છતાં અનંતદેવે ગાદી સ્થાપી, તેથી ત્યાંના હેરેલ રજપૂતોએ વાંધો ઉઠાવ્યા અને યુદ્ધ થયું. તેમાં અનંતદેવ માર્યો ગયે. રાહ કવાટને કેદ કરનાર આ અનંત હતા તેમ પણ એક માન્યતા છે. હેરેલ હેરોલ રજપૂત પરમાર શાખાના હોવાનું જણાય છે. તેઓએ ચાવડાની સત્તાને અંકુશ નીચે આણી અને લૂંટફાટ કરીને ઘણું દ્રવ્ય મેળવ્યું. રાઠોડ : કનોજના જ્યચંદ્ર ગંગામાં પડી આત્મહત્યા કરી. પછી તેને વારસ અને ભત્રીજે શિયાળ ઇ. સ ૧૨૧૨માં કાજથી નાસી થ્થો અને કાલમૂઢ ગામે આવી ત્યાંના સોલંકીની કુંવરીને પરણ્યા. કાલમૂઢના સોલંકીએ માત્ર તેના શત્રુ કચ્છના લાખા ફૂલાણું ઉપર વેર લેવા રાઠોડને કુટુંબી બનાવ્યા. શિયજીએ લાખા સાથે યુદ્ધ કર્યું, (આ લાખો રહ ગ્રહરિપુનો મિત્ર લાખો નહિ, પણ તેને વંશજ) અને ત્યાંથી પાટણ થઈ ખેડનાથ અથવા ખેડટ આવ્ય; ત્યાંના ગોહિલોને મારી લુણીનાં કાંઠે રાજ્ય સ્થાપ્યું. મેર લો અને મીના લેકોને પણ તેણે હરાવ્યા. તેઓને આશ્રય દેનારા પાલીના બ્રાહ્મણને તે પછી હોળીના તહેવારોમાં કતલ કરી પાલી ખૂંચવી લીધું ને મારવાડનું રાજ્ય સ્થાપ્યું. શિજીનો યુવરાજ આસ્થાન હતો. તે મારવાડની ગાદીએ બેઠો અને બીજો પુત્ર સેનિંગ હતો. ઈડરનો ભીલ રાજા શામળિયો સેડ તેના નાગર મંત્રી ગોવિંદરાયની પુત્રીનું બળાત્કારે પાણિગ્રહણ કરવા માંગતો હતો; તેથી ગેવિંદરાયની પુત્રીનું પોતે કન્યાદાન આપ્યું; તેથી મંત્રીના કુટુંબની સ્ત્રીઓએ ગાયું કે, “અમે ઈડરિયો ગઢ જીત્યાં રે, આનંદ ભયો.” (આ ગીત હજી નાગર જ્ઞાતિમાં લગ્નપ્રસંગે ગવાય છે.) શિયજીને ત્રીજો પુત્ર અજ હતો. તેણે એક સન્ય સજી સૌરાષ્ટ્ર તરફ ભાગ્ય અજમાવવા પ્રયાણ કર્યું અને દ્વારકાની યાત્રા કરી પરાક્રમ કરવા ધાર્યું. દ્વારકામાં ચાવડા અને હેરોલ વચ્ચે યુદ્ધ ચાલતું હતું. તેઓએ આ સિન્ય તથા તેના રાજવંશી નાયકને જોઈને સહાય માગી. અને હેરેલને સહાય આપી અને ચાવડા રાજા ભીખનસિંહને દગાથી માર્યો. અને પછી હેરેલને પણ મારી ઓખામંડળ પચાવી પાડ્યું. તેના બે પુત્રો થયા : વેરાવળજી અને વીજાજી. વેરાવળજીના વંશજો વાઢેલ થયા અને વિજાજીને વાજા વીજાના વાજા હુઆ, વેરાવળ વાઢેલ; ભડને ભાડા ભૂજિયા, ઈ રાવ રાઠોડ,