________________ રજપૂત સમય 17 પંડિત નાનકને અવેદ કંઠસ્થ હતું અને વ્યાકરણ, સાહિત્ય આદિ સર્વ શાસ્ત્રમાં તે પ્રવીણ હતું. તેને વિશળદેવે અમાત્યપદે નિયુક્ત કર્યો. વિશળદેવ સોમનાથની યાત્રાએ આવ્યું ત્યારે પંડિત નાનક તેની સાથે આવે અને તેનાં ચરણે તીર્થજળે છેઈ બ્રહ્મપુરી (બ્રાહ્મણવાડી) કે જે વિશળદેવે બનાવી આપેલ તેમાં એક ઘર આપ્યું અને નાનકને પ્રભાસમાં સોમનાથ ક્ષેત્રને અધિપતિ બનાવ્યું. તેણે ત્યાં સારસ્વત સરોવર બાંધ્યું. વિશળદેવે પર્વણી શ્રાદ્ધના ખર્ચ માટે બગસરા ગામ આપ્યું અને ગંડ વીરભદ્રથી બીજા ગામને ઉત્તમ સાતમે ભાગ આપે. નાનક પંડિત શારદાને ઉપાસક અને શ્રીમંત પણ હતું. આ જગતસિંહ કેપ્યું હતું તે માટે ઘણી જ શંકાઓ છે. વંથલીમાં વીરધવલના સાળા સાંગણ તથા ચામુંડ હતા. તેઓ તે તેના સાળા હતા; પણ તેઓને મારી નાખ્યા હતા અને વંથલી રાહના કબજામાં હતું. જગતસિંહ કને જના રાજા જયચંદ્રના પુત્ર શિયાળને પુત્ર અજજ અથવા તેના કુટુંબને હવે જોઈએ. તે દ્વારકામાં હતું અને ત્યાંથી જૂનાગઢ ઉપર આવ્યું. રાઠોડએ દ્વારકા ઉપર ચડાઈ કરી. વિજલદેવે માધુપુરથી મહુવા સુધીને પ્રદેશ જીતી લીધું અને તેના વંશજો વાજા નામથી પ્રસિદ્ધ થયા. રાઠોડ જગતસિંહ પણ આ જ સમયે આવ્યા હોવાનું જણાય છે. આ રાઠોડને ગમે તે કારણે વાઘેલા કુટુંબ સાથે લગ્નસંબંધ હતો. સાંગણ તથા ચામુંડ વિરધવલના સાળા હતા, તથા જગતસિંહના પોત્ર વિજયાનંદ વિરધવલની પુત્રી પ્રેમલદેવીને પુત્ર હતે. 1. બ્રહ્મપુરી કુમારપાળે પણ બંધાવી હતી. (જુઓ આગળ) બ્રહ્મપુરી એટલે બ્રાહ્મણ વાડે. પ્રભાસમાં પ્રજા ન રહેતી. તેને ભાવ બૃહસ્પતિએ શહેરમાં લાવી વસાવી. 2. આ સરવર સરસ્વતી નદી અને સાગરના સંગમે બંધાવ્યું, જ્યાં આજે રેતીના ઢગલા સિવાય કાંઈ નથી. 3. આ શિલાલેખે ઇતિહાસરસિકોમાં ઘણી ચર્ચાઓ ઉત્પન્ન કરી છે. જાનાગઢથી નવા માઈલ છેટે વંથલીમાં બીજું રાજ્ય સંભવી શકે નહીં. જગતસિંહ સાંગણ અને ચામુંડ પછી સૂબા તરીકે આવે અથવા તેમને સૂબા તરીકે નીમ્યા હોય. આ શિલાલેખ સં. 1346 (ઈ. સ. ૧૨૯૦)ને છે. ત્યારે ગુજરાતની ગાદીએ સારંગદેવ હતો અને મંડલેશ્વર વિજ્યાનંદ હતું. તેનો પિતા ક્ષેમાનંદ હતો. તેણે ભાનુ (ભાણ) જેઠવાને છ. ઘુમલીની ચડાઈમાં હરિપાલ સાથે હતો. તેણે કેદારના પુત્રોને દુષ્ટ લોકો મારતા હતા તે જોઈ તેની સાથે યુદ્ધ કર્યું. તેમાં તે માર્યો ગયો; તેથી તેના ભાઈએ આ પાળિયા ઊભા કર્યા. આ પાળિયાના શ્લોક માધવ મુજીગ નામના વડનગરા નાગર બ્રાહ્મણે રમ્યા.