________________ ૧દર સૌરાષ્ટ્રને ઇતિહાસ આ મંદિરે ગિરનાર ઉપર રાહના સમયમાં બંધાયાં, અને એમ પણ જણાય છે કે રાહ એ તે નિર્માલ્ય થઈ ગયું હશે કે તેની રજા તે શું પણ - - - વંથલી : જૂનાગઢથી માત્ર નવ માઈલ છેટે આવેલી રાહની જૂની રાજધાની વંથળી પણ રાહને કબજે ન હતી. તે રાઠડ લેકેએ કબજે કરી હતી. આ સ્થળે સાંચણ તથા ચામુંડ નામના ભાઈએ રાજ્ય કરતા, વીરધવલ વાઘેલો તેજપાળની સાથે લેવું નહિ. તે પછી શત્રુંજ્ય જતાં માર્ગમાં હડાળા ગામે પિતાનું દ્રવ્ય દાટવા જતાં તે સ્થળેથી અન્યનું દાટેલું અપાર દ્રવ્ય મળ્યું. તે માટે દેવી એ તેમને અંતરિક્ષમાંથી સલાહ આપી કે પર્વત - ધન રાખો કે જે સવ જુએ અને કઈ લે નહિ.' તેથી તેમણે ગિરનાર, શેત્રુંજય તથા આબુ ઉપર સુંદર, વિશાળ અને આકર્ષક મંદિર બંધાવ્યાં તેમજ સમરાવ્યાં. તેઓ યુદ્ધવિશારદ પણ હતા. તેજપાળે ગોધરાના રાજા ઘુઘલને હરાવ્યું હતું. વસ્તુ પાળે વિરધવલના સાળા સિંહ જેઠવાએ એક સાધુને માર્યો, તેથી તેને હાથ કાપી નાખ્યો હતો. તેમણે મજદીન બાદશાહની માની સેવા કરી બાદશાહ પાસેથી ગુજરાત ઉપર ચડાઈ ન કરવાનું વચન મેળવ્યું હતું અને દેવગિરિના સિંધણ સાથે સંધિ કરી હતી. વિરધવલના મૃત્યુ પછી તેમણે તેના પુત્ર વીરમને હરાવી તેના સસરા છવાલીને ઉદયસિંહને હાથે તેને ઘાત કરાવી, વિશળદેવને ગાદીએ બેસા; પણ સિંહ જેઠવાની ઉશ્કેરણીથી તેમનો કારભાર લઈ લીધે, તથા નાગડ નામના નાગરને મંત્રી નીમ્યો. તેણે વસ્તુપાલના અધિકારે ઓછા કરી નાખ્યા. તે સં. 1298 એટલે ઈ. સ. ૧૨૪૨માં તાવથી બીમાર પડે. તેથી શત્રુંજ્ય તીર્થમાં ગયો અને ગુજરી ગયે; અને તેજપાળ સં. 1308 એટલે ઇ. સ. ૧૨પરમાં શંખેશ્વર યાત્રાએ ગયે. ત્યાં ચંદ્રોમ્યાનપુરમાં તે ગુજરી ગયે. (રાસમાળા તથા આદિનાથને શિલાલેખ : ભાવનગર ઇન્સ.) આ સ્થળે ગુજરાતના આ રાજને મુસ્લિમોથી પરાજિત થઈ ગુમાવનાર કરણ વાઘેલાના પૂર્વજોનો ઇતિહાસ જાણવો જરૂરી છે. ભીમદેવ સોલંકીને અંતિમ કાળમાં કુમારપાળને પિતાના માસીના દીકરા અર્ણરાજ હતા. તેની દરબારમાં ભારે લાગવગ હતી. તેના પિતા ધવલક વાઘેલ ગામનો ગરાસિયો હતો. તેણે ધૂળકા વસાવ્યું તથા વાઘેલા શાખ રાખી. અણીરાજને પુત્ર લવણપ્રસાદ થયો. તે ભીમના સમયમાં અતિ બળવાન થે તેણે ધોળકામાં રહી એક રાજ્ય સ્થાપી દીધું. ગુજરાતનું રાજ્યતંત્ર સેલંકીઓના અંતિમ દિવસોમાં કથળ્યું ત્યારે લવણુપ્રસાદ સ્વતંત્ર થઇ પડયે. (ઈ. સ. 1200-1230) તેની હયાતીમાં જ તેનો પુત્ર વિરધવલ અતિ પરાક્રમી થયો. તેના પ્રધાને વસ્તુપાળ તથા તેજમાળ હતા. તેણે ઘણા લોકો પાસેથી ધન લૂંટી અપાર દ્રવ્ય એકત્ર કર્યું. વિરધવલને બે રાણીઓ હતી. એક રાઠેડ સાંગણની બહેન, બીજી સિહ જેઠવાની બહેન, તેને ત્રણ પુત્રો હતા. જ્યેષ્ઠ પુત્ર વિરમને વિરધવલના મરણ પછી ગાદીએ બેસવા ન દીધે તેથી તે નાસી તેના સસરાને આશ્રયે ગયો. પણ મંત્રીઓના સંદેશાથી ભય પામીને જાવાલીના ઉદયસિહે. તેના જમાઈ વિરમને મારી નાંખે. બીજો પુત્ર વીસલદેવ ગાદીએ આવ્યું અને તે ગુજરાતને રાજા થયો (1243-61). તેના પછી વીસલના ભાઈ પ્રતાપને પુત્ર અજુનદેવ ગાદીએ આવ્યો. (. સ. 1261-74) તેના પછી તેને પુત્ર સારંગદેવ (ઈ. સ. 1276 -1296) અને તે પછી તેને કમભાગી પુત્ર કરણ વાઘેલા (1296-1304) અનુક્રમે રાજાઓ થયા.