________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ લેકે કે જે રાહના સૈનિકે હતા તથા રાહને વફાદાર હતા તેઓએ બળવો કર્યો અને મેતીશા તેના સામે ચડે. પણ તે હાર્યો અને રાહના સૈન્યને કાઠીઓએ છિન્નભિન્ન કરી નાખ્યું, તેથી રાહે તેના માંડલિક અને મિત્ર ઢાંકના વાળા અર્જુનસિંહને તેની સામે મેક. તેણે કાઠીઓને હરાવ્યા, પણ કાઠીઓએ ઢાંક સામે વેર બાંધ્યું અને પરિણામે ઢાકનાં ઘણાં ગામ કાઠીઓએ દબાવી દીધાં. કાઠીઓનું એ રીતે આ પ્રદેશમાં ઘણું પરિબળ વધી ગયું અને રાહે ઈ. સ. ૧૨૫૩માં તેઓ સામે અર્જુનસિહની સહાયતા માટે એક પ્રબળ સૈન્ય સજજ કરી આક્રમણ કર્યું. ભાદરના કાંઠે કોઈ સ્થળે ભયંકર યુદ્ધ થયું. તેમાં કાઠીઓ નાસી ગયા. રાહ વિજયી થયે માની પાછો ફરતું હતું, ત્યાં કાઠીઓએ પાછળથી હલ્લે કરી રાહને પ્રાણ લીધે. रवि विधूम्दव गोहिसल्लकेय॑जत वानर भाजन धारव / विविधवर्तन सवितकारणैः ससमदैः समदेः सम सेव्यत // તેમાં “રવિ વિધુમને અર્થ તેણે સૂર્યવંશી કર્યો છે. પણ તે માત્ર એક કવિની કલ્પના જ જણાય છે. 1. કાઠીઓ H સૌરાષ્ટ્રનું નામ કાઠિયાવાડ થયું તેવું પરિબળ કાઠીઓનું હતું. આ કાઠીઓ કયારે આ દેશમાં આવ્યાં અને તેઓ કોણ હતા તે વિષય અંધારની જવનિકા પાછળ છુપાયો છે. 1. કર્નલ ટોડ તેમના રાજસ્થાનના ઇતિહાસમાં લખે છે કે “ઈદુસિથિક અર્થાત જેટી, તક્ષક તથા અસી જાતિઓનું તથા શેષનાગ દેશ (રામરીસ્થાન)ની જાતિઓનું આગમન ઈ. સ. પર્વે 600 લગભગ થયું. તેઓ રેમન તથા ગ્રીક રાજ્યથી લઈ સ્વીડન, નેવે સુધીના યુરોપના વિજેતા થયા. તે પછી અલ્પ અવધિમાં રેમ ઉપર અસી કાઠી અને કીબી જાતિઓએ આક્રમણ કર્યું. તેઓ પુરાણોમાં જણાવેલા શાકીપ કે જેને ગ્રીક લોક સાથિયા કહેતા ત્યાંના સૂર્ય પૂજક નિવાસીઓ હતા. વળી તેઓ ઘોડાનું પૂજન કરતા તથા સૂર્યને મુખ્ય દેવતા માનતા. તે જાતિ કદી કહેવાતી. તેઓનાં રિવાજો અને મુખમુદ્રા સિથિયન છે. સિકંદરે ઈ. સ. પૂર્વે ૩૨૬માં ભારત ઉપર આક્રમણ કર્યું ત્યારે તેઓ સિંધુના તટે અધિકાર ભોગવતા. સિકંદર તેના સામેના યુદ્ધમાં માંડ બચ્યો હતો. જેસલમીરના આદિ રાજાઓને પણ કાઠીઓ સાથે યુદ્ધ થયાં હતાં. બારમી સદીમાં પૃથ્વીરાજ સામે કાઠીએાએ યુદ્ધો કર્યા હતાં. તેઓ પાટણપતિના મિત્રો હતા, તથા કને જના શત્રુ હતા. (રાજસ્થાનને ઇતિહાસ : શ્રી, એઝા;+રાસમાળાઃ “બીજો ભીમદેવ' એ પ્રકરણ). એક કાઠીઓનું મૂળ સ્થાને એશિયા માઈનોરમાં કુર્દિતાન પ્રાંતમાં હતું. ત્યાંથી તેમને આસીરિયાના પહેલા ટિગ્લાથ પિલરે ઈ. સ. પૂર્વે ૧૧૩૦માં કાઢી મૂક્યા.