________________ રજપૂત સમય 157 રાહ મહીપાલ ઈ. સ. ૧૨૦૧માં ગુજરી ગયે. આ રાહે તેના વિરત્વથી વિજયે મેળવ્યા, પણ ગુજરાતના ભીમદેવના અંતરાયના કારણે તે બહુ પ્રગતિ કરી શક્યું નહિ. રાહ જયમલ : ઈસ. 1201 થી 1230. રાહ જયમલ ગાદીએ આવ્યો ત્યારે કુમાર અવસ્થામાં હતું તેથી તેના પિતાના શત્રુઓએ માથું ઊંચકયું. ભીમદેવ પણ નબળો પડયો હતે. એટલે સૌરાષ્ટ્રના રાજાઓએ પિતા પોતાના વિસ્તાર વધારવા પ્રયત્ન શરૂ કર્યા. જેઠવા : જેઠવા રાજા વીકિયાજીએ પુન: રાહ સામે યુદ્ધ કરવા કમર કસી. તેણે ઢાંક અને કંડોરણાની વચમાં પર્વતમાળા છે ત્યાં મટી છાવણું નાખી અને રાહના પ્રદેશ દબાવવા માંડયા. રહે તેનું સિન્ય લઈ તે છાવણી ફરતી કિલ્લેબંધી કરી અને વીકિયાજીને શરણે જવા અથવા યુદ્ધ આપવા ફરજ પાડી. પાટણવાવ પાસે ઓસમમાત્રીના ડુંગર પાસે એક ખૂનખાર યુદ્ધ થયું. તેમાં રાણાએ સંધિ કરી અને ઢાંકથી બરડા સુધીના પ્રદેશમાં રાહે ન જવું અને ઘેડ અને તે પછીના ભાગ ઉપર રાણએ આક્રમણ ન કરવું તેવા કરાર થયા. પણ વીકિયાજી ઈ. સ. ૧૨૨૦માં ગુજરી જતાં તેના કુંવર અને અનુગામી રાણું વિજ્યસિંહે (વજેસંગે) પુન: આ કરારને ભંગ કરી આક્રમણ કર્યું. પણ રાહે તેને ફરીથી સજજડ હાર આપી અને માટે દંડ લીધે. મેર : આ સમયે ટીંબાણામાં જગમાલ મહેર નામને એક ખંડિયે રાજા હતે. મૈત્રકના સમયથી આ પ્રદેશમાં મેર રાજાઓ હતા. જગમાલે ભીમદેવનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું હતું અને રાહના અધિકારને તે અવગણ હતે. 1. જગમાલનું એક દાનપત્ર મળ્યું છે. તેણે તલાજામાં બે લિંગ સ્થાપ્યાં. તેમાં એકનું નામ તેની માતા પૃથિવીદેવી ઉપરથી પૃથિવીવેશ્વર તથા બીજું પિતા ચૌડના નામ ઉપરથી ચૌધર રાખ્યું. તેના ખર્ચ માટે કાંબલ ઉર્લિંગ (કાઓલ) તથા ફૂલસર ગામમાં જમીન આપી. તેનો દ્વારપાલ સાખડો હતો. જગમાલ મહેર રાજા ચૌડને પુત્ર હતો. તે આનો પુત્ર હતો. મેર લોકોને ઉલ્લેખ અહી જોવામાં આવે છે. - ધંધૂકાના ધનમેરે ધંધૂકા વસાવેલું, તેના પૂર્વજ સેનિંગ મેર આ દેશમાં પ્રથમ આવેલા મહેર પૈકીના હશે. એક કથન પ્રમાણે સિંધમાં હિંગળાજ માતાનું સ્થાન છે ત્યાં તે રહેતા. ત્યાંથી તેઓ માતાજીને નળકાંઠામાં લઈ આવ્યા. તેઓમાં સેનિંગ મેર થયા, તેને બાર દીકરા હતા. તેઓ પૈકી મે નરવાન તથા બીજ ધન અથવા ધાંડ હતો. તેણે ધંધૂકા વસાવ્યું. (રાસમાળા). બીજા કથન પ્રમાણે શ્રી રામચંદ્રજી જ્યારે લંકા ગયા ત્યારે સેતુના રક્ષણ માટે તેમણે પીઠના વાળમાંથી એક પુરષ ઉત્પન્ન કર્યો. તે કેશવાળો થયો. તેને લંકાથી વળતાં રાક્ષસી પરણાવી. તેના વંશજો