________________ 158 સૌરાષ્ટ્રને ઈતિહાસ વાજાએ : રાહ મહીપાલના રાજ્યકાળમાં સૌરાષ્ટ્ર દેશના તખ્તા ઉપર એક ન રાજ્યવંશ મહત્ત્વાકાંક્ષા અને મરદાનગી લઈ આવ્યું. તેઓએ પણ પિતાના બાહુબળે એક નાનકડે રાજ્યવંશ સ્થા, તેઓ રાઠોડ વંશમાંથી ઉતરી આવેલા હતા અને પાછળથી ઈતિહાસમાં વાઢેલ અને વાજા જાતિના નામથી પ્રસિદ્ધ થયા. તેઓએ માંગરોળ, માધુપુર, સેમિનાથ અને ઉનાથી ઝાંઝમેર સુધીના પ્રદેશ જીતી લઈ ત્યાં તેમનાં રાજ્ય સ્થાપ્યાં. રજપૂતમાં પરણ્યા. તેની પ્રજા મેર થઈ. (વોટસન) કર્નલ ટોડ માને છે કે તેઓ દૂણ સેનાપતિ મિહિરના વંશજ છે. અજમેરની આજુબાજુ મેર લેકેનું રાજ્ય હતું. તેઓ મેરાવત અથવા મેરાત કહેવાતા. તેનો અર્થ “પર્વતનાં સંતાને” એવો થાય છે. " એમ પણ ઈતિહાસમાં નેધ થઈ છે કે આરબે એ સિંધ જીત્યું ત્યારે ઈ. સ. ૭૧રમાં દક્ષિણ સિંધમાં મહેડ-મેર–કે મનેડ નામની બળવાન જાતિ હતી. વોટસન) કુતુબુદ્દીન ઐબકે અજમેર જીત્યા પછી મેર લેકોએ આર્ય રાજાઓ સાથે મળી જઈ અજમેર પાછું લેવા પ્રયત્ન કરેલ. તેથી ઐબક તેના ઉપર પ્રબળ સૈન્ય લઇને ચો; પણ તેને . હાર ખાઈ ઘાયલ સ્થિતિમાં પાછું જવું પડયું. (રાસમાળા) કર્નલ વોટસન એમ પણ માને છે કે જેઠવાઓ સાથે મેરો આવ્યા. તેઓના રાણાને “મેર” આવી તેથી મેર કહેવાયા. વલ્લભીના મિત્રના સમયમાં મેર તેના સામંત હતા. તેઓનું ટીંબા ! રાજ્ય ઇ. સ. 1207 સુધી તે પૂર્ણ કળાએ હતું. તે પછી હાથસણીમાં ઈ. સ. ની ચૌદમી સદીમાં પણ તેઓ હતા. જેઠવાઓ સાથે તેઓ ઢાંક આવ્યા અને પાછળના વર્ષોમાં રાણાને તેના રાજ્યનું રક્ષણ કરવામાં તેઓએ વફાદારીથી સહાય કરી અને જેઠવા તથા મેરો પરસ્પર અદ્યાપિ પર્યત સાથે રહ્યા. કર્નલ વોટસન એક કલ્પના કરે છે કે તે રણધીરજી નામના જેઠવાના વંશજ છે. મેરની ચાર મુખ્ય શાખા છે: રાજસખા, કેશવાળા, મોઢા અને ઓડેદ્રા. રાજસખા રાણાના અમીરો છે. મેઢા મોઢવાડા ગામ ઉપરથી અને ઓડેદ્રા એડદર ગામ ઉપરથી કહેવાયા છે. 1. શિખર ચાવડાના પતનકાળે અખેરાજ નામના ચાવડા સામંત ઓખામંડળમાં પિતાનું રાજ્ય સ્થાપ્યું. સૌરાષ્ટ્રમાં આવાં અનેક નાનાં ચાવડા રાજ્ય હતાં. (જીતે ઉમરકેટ તીથે ચાવડા રાજ કરે, પિષે પ્રજા સંતેષ, માણેક મોતીએ દીવા બળે.) ડુંગર વા ડમરકેટનું રાજ્ય વર્તમાન ગોહિલવાડમાં હતું. દીવ-સોમનાથ-માંગરોળ વગેરેમાં પણ તેમનું રાજ્ય હતું. તેણે કાબાએને મારી, હરાવી તેના સરદાર તરીકે સ્વીકૃતિ મેળવી, અખેરાજના મૃત્યુ પછી તેને પુત્ર ભુવડ થયો અને તેમના જયસંગ અને જયદેવ થયા. જયસંગ ગાદીએ આવ્યો. તેણે ચાવડાપાધર ગામ