________________ 154 સૌરાષ્ટ્રને ઈતિહાસ જીવણરામ મુસ્લિમ સામે ટકી શકે નહિ; તે નાસી ગયે અને મુસ્લિમોનાં પાછળ પડેલાં સિન્યા સાથે લડતાં વીરગતિને પામ્યો. પાટણ પડયું અને સ્વધર્મીઓનાં શિરોને યુદ્ધવેદીમાં આનંદથી હોમતા ભીમદેવનું અભિમાન ઓગળી ગયું; પરંતુ તે હિંમત હારે તેમ હતું નહિ. કુતુબુદ્દીન જતાં તેણે મુસ્લિમ થાણાં ઉઠાડી મૂક્યાં. તુબુદ્દીન સૌરાષ્ટ્રમાં : કુતુબુદ્દીને પાટણ જીતી તેના ભૂખ્યાં વરુના ટેળ જેવા સૈન્યને સૌરાષ્ટ્રમાં છૂટું મૂકી દીધું; પણ સૌરાષ્ટ્રના ઝાલાઓએ તેને ધંધુકા પાસે આંતર્યા; પણ કુતુબુદ્દીન યુદ્ધ ન આપતાં ઘોઘા ગયો. ત્યાં તેને સલાહકાર બાવા તાજુદ્દીન ઝાલાઓ સામે લડતાં માર્યા ગયે. આગળ વિરોધ પ્રબળ થશે તેવી કે કઈ બીજી ધારણાએ તે પાછો વળે અને માર્ગમાં જાંબુ જીતી, ત્યાંના ઝાલા ઘામળજીને હરાવી મોરબી ગયે. ત્યાં જેઠવાઓને હરાવી તે પ્રાંતમાંથી તેની સત્તા ઉઠાડી મૂકી. વત્સરાજ: આ સમયમાં વાયવ્ય સરહદેથી સિરસાને વત્સરાજ નામને રાજા કચ્છના માર્ગે થઈ સૌરાષ્ટ્રમાં આવ્યું. પ્રદેશે જીતતો તે સોરાષ્ટ્રને સીમાડે આવી પહોંચે. રાહને સેનાપતિ ચુડામણિ આ આક્રમણને ખાળવા તેના સૈન્ય સાથે સામે થયે. ઘર સંગ્રામ છે. તેમાં વત્સરાજ હાર્યો અને ચુડામણિના હાથે માર્યો ગયે. - વત્સરાજ કોણ હતું અને સિરસા કયાં આવ્યું હતું તે અપાર સંશોધન કરવા છતાં પ્રાપ્ત થતું નથી. વાયવ્ય ભારતમાં તે સમયનાં જે રાજ્ય હતાં તેમાં વત્સરાજ નામને કઈ રાજા થયા હોવાનું જણાતું નથી. હાલના અંબાલા (પંજાબ) પાસે સિદ્ધપુરનું રાજ્ય હતું. ત્યાંને રાજા નદીમાં તણાઈ ગયે અને તેને વારસ ન હતે. તેથી અંધાધૂંધીને લાભ લઈ જેસલમીર રાજ્યના એક કુટુંબી અગરસેન રાવળે ઈ. સ. 1. જીવણરામ ભીમને સેનાપતિ હતો. (પ્રે. કમસેરિયેટ તેને કુમારપાળને સેનાપતિ 2. ઘોઘામાં તેને શિલાલેખ હી. સ. 591 (ઈ. સ. ૧૧૯૫)ને છે. તેમાં બદરૂદ્દીનને પુત્ર તાજુદ્દીન શહીદ થયાની નેધ છે. 3. ધામળજીએ દક્ષિણ કિનારે નાઘેરમાં ધામળેજ વસાવ્યું. ત્યાં તે રિસામણે ગયેલા. તેનાં રાણી વાઘેલા વંશનાં હતાં, અને રાહ મહીપાળ તેના મામા થતા હતા. તેના સસરા નાઘેર પ્રદેશના નાના ઠાકોર હતા. તેની સહાયથી સમુદ્રતીરના ચાવડાઓ પાસેથી 41 ગામો છતી તાલુકો સ્થા. કુતુબુદ્દીન જાંબુની હિંદુ પ્રજાને વટલાવી, અપાર જુલ્મ કરી, જાંબુ ઉજજડ જેવું કરી પાછો ગયો. પછી ધામળજી પાછા ગયા અને તેના રાજ્યની આ હાલત જોઈ ધામળેજમાં જ રહ્યા. પણ તેના પછી તેના કુંવર કલેજીએ જાંબુ પાસે કુંડણીમાં રાજધાની કરી. ધામળેજ આસપાસ કારડિયા ઝાલાઓની વસ્તી હજુ પણ વિપુલ પ્રમાણમાં છે.