________________ રજપૂત સમય 153 રાહ જયસિંહ કનોજને સંબંધી હતું અને ચૌહાણેને શત્રુ હતે. વળી, ભીમદેવ સાથે તેને મિત્રી હતી. એટલે તેણે અતુલ પરાક્રમ બતાવી યુદ્ધ કર્યું, પણ આ યુદ્ધમાં તે ચૌહાણેની તલવારના ઘાથી મર. રાહ જયસિંહ એક સ્વપ્નદ્રષ્ટા હતે. ગુજરાતના રાજાની બેડી નીચે રહેવા કરતાં અન્યત્ર રાજ્ય સ્થાપવાની તેની મહત્ત્વાકાંક્ષા પૂર્ણ ન થઈ, ત્યારે ભીમની મૈત્રી કરી, તેમાંથી લાભ મેળવવા તેણે પ્રયત્ન કર્યો, પણ સંયોગે પ્રતિકૂળ હતા. રાહના નહિ પણ સમસ્ત આર્ય રાજાઓના પતનના પ્રસ્તાવને તે કાળ હતે. રાહ જયસિંહ તેમાંથી અપવાદ થઈ શકશે નહિ અને તેના સ્વપ્નો સિદ્ધ કરે તે પહેલાં તે યુદ્ધભૂમિ ઉપર શાશ્વત નિદ્રામાં પોઢી ગયે. રાહ રાયસિંહ ઈ. સ. 1180 થી ઈ. સ. 1184. રેહ યસિંહ પછી તેનો પુત્ર રાયસિંહ પાટે બેઠે; પણ તે બહુ જ નહિ. તેના સમયમાં ભીમદેવ યુદ્ધમાં પરોવાયેલું હતું અને રાહ રાયસિંહ તેની સાથે યુદ્ધમાં રહ્યા. તે યુદ્ધભૂમિમાં માર્યો ગયે કે કેમ તેની ઐતિહાસિક નેંધ * પ્રાપ્ત થતી નથી, પણ તે ઈ. સ. ૧૧૮૪માં મૃત્યુ પામ્યા. રાહ મહીપાળ રજો : ઈ. સ. 1184 થી ઈ. સ. 1201. રાહ મહીપાળ રાહ રાયસિંહના પુત્ર હતું. તે ગાદી ઉપર આવ્યો ત્યારે યુવાન હતું. તેનું બીજું નામ ગજરાજ હતું. પૃથ્વીરાજ ચૌહાણ: પિતાના પિતા સોમેશ્વરને ભીમે માર્યો હતે. તેથી પૃથ્વીરાજ તથા ભીમને અણબનાવ હતો. તેનું વેર લેવા પૃથ્વીરાજ ભીમ ઉપર ચડી આવ્યું. અને ભીમને પરાજય થયે. પરિણામે ગુજરાતના રાજાનું બળ ઘટ્યું. | મુસ્લિમ ચડાઇઓ: મુસલમાનો માટે ભારતના દરવાજા ઊઘડી ગયા હતા. ઈ. સ. ૧૧૯૪માં મહમદ ગેરીએ પૃથ્વીરાજના પતન પછી જયચંદ્રને હરાવ્યો અને કને જ લીધું. કાશીનાં મંદિરે અપવિત્ર થયાં. તેના સેનાપતિ કુતુબુદ્દીને અજમેર ઉપર ચડાઈ કરી અને ઈ. સ. ૧૧૯૪માં પાટણ લીધું. ભીમને સેનાપતિ 1. ઉપરોક્ત વર્ણનમાં “ખેંગાર” યાદવ જામ સામે લડો એમ કહ્યું છે, પણ ખેંગાર રાહ નહિ, પણ અન્ય રાજા હેવો જોઈએ, 2. ચંદના રાસ પ્રમાણે ભીમ આ યુદ્ધમાં મરાઈ ગયા. પણ તે બરાબર નથી. ભીમ તે પછી પણ જીવતે હતા.