________________ રજપૂત સમય 151 સિંહ ગ્વાલિયર આવ્યું. તે કિલ્લો હસ્તગત કરી જયસિંહે ત્યાં પિતાની આણ ફેરવી | ગુજરાત : આ સમયમાં, એટલે ઈ. સ. ૧૧૪૭માં, કુમારપાળ ગુજરી જતાં તેની ગાદીએ અજયપાળ બેઠે. અજયપાળે જૈનધર્મીઓ ઉપર જુલમ ગુજારી શાંકર મતનું પ્રતિપાદન કર્યું. પણ તે ઝાઝું જ નહિ અને ઈ. સ. ૧૧૭૭માં ગુજરી ગયે. તેની પાછળ તેને બાળપુત્ર મૂળરાજ ગાદીએ આવ્યું પણ તે બાળક હતે. તેથી અજયપાળ ભાઈ ભીમદેવ તેના વતી રાજ્ય ચલાવવા લાગે, પણ તે પણ બે વર્ષ ગાદી ભેગી ઈ. સ. ૧૧૭માં ગુજરી જતાં ભીમદેવ ગુજરાતને સ્વામી થયે. ભીમદેવ પરાક્રમી અને તેજસ્વી રાજા હતા. તેણે સૌરાષ્ટ્ર, કચ્છ અને અન્ય પ્રદેશના રાજાઓ પાસેથી ખંડણ લીધી અને પિતાના સાર્વભૌમત્વને સ્વીકાર કરાવ્યું. સૌરાષ્ટ્ર : રાહ જયસિંહની ગેરહાજરીને લાભ લઈ ઘુમલીન જેઠવા રાણા ભાણજીએ માંગરોળ અને ચેરવાડ સુધીને પ્રદેશ ગોહિલે પાસેથી જીતી લીધું. અને ઘુમલીના રાજ્યને ચારે તરફથી વિસ્તાર વધારી છેક આરંભડા અને મોરબી સુધીના પ્રદેશને સ્વાધીન કર્યો. વાઘેલાઓએ દીવના ચાવડાઓને મારી, તે પ્રદેશ તેઓ પાસેથી આંચકી લીધે. ભાણ જેઠવો એ પ્રબળ થયો કે રાહને પિતાના સેરઠના રાજ્યને તેનાથી બચાવવાને પ્રશ્ન થઈ પડયે. પરદેશી ચડાઈ : ઈ. સ. ૧૧૭૮માં ગીઝનીને મુયુઝુદ્દીન અહમદ બિન શામ 1. આ કિલ્લે કયાં સુધી તેને સ્વાધીન રહ્ય; તે જાણવા મળતું નથી. પણ તે સમયે દિલ્હીના તુવાર રાજાઓએ દિહી ખેયા પછી ગ્વાલિયરમાં પિતાનું રાજ્ય સ્થાપ્યું હતું. તેથી તેમના અધિકારમાં આ કિલ્લે હશે. (આર્કી. સર્વે ઓફ ઇન્ડીયા : પ્રથમ પુસ્તક : જનરલ કનિંગહામ) 2. ભાણ જેવો લોકસાહિત્યનો એક બહુ ગવાયેલો રાજા હતા. તેની માનીતી રાણીને ક્રોધાવેશમાં તેણે ત્યાગ કર્યો, પણ તેના વગર રહી શકે નહિ. તેને પુનઃ રાણીવાસમાં લાવવા શું કરવું જોઈએ તે બ્રાહ્મણને પુછતાં, તેઓએ 1800 કન્યાદાન દેવાથી તે પાતકનું પ્રાયશ્ચિત્ત થશે તેમ કહેતાં તેણે માંગરોળમાં એક મહાન મંડપ બાંધી ત્યાં 1800 કન્યાનાં લગ્ન કરાવ્યાં અને પિતે કન્યાદાન દીધું. ધુમલીયે ઘમસાણ, જંગ મચાવ્યો છે, ભલ પરણાવે ભાણુ, એક લગ્ન અઢારસે.” એક મંતવ્ય પ્રમાણે આ કન્યાદાન ઘુમલી માં દીધાં હતાં તથા ત્યાં આ મંડપ હતે. માંગરોળમાં પણ આ મંડપ છે, જે પાછળથી ફિરોઝ તઘલખના સૂબા શષ્ણુદ્દીન અન્વરે તેડી પાડી, ત્યાં મજીદ બનાવી.