________________ રજપૂત સમય 149 કર્યો. તેથી મંત્રી ઉદયનને તેના સામે મેક. કુમારપાળ વઢવાણમાં રહ્યો. આ યુદ્ધમાં ઉદયને સજજડ હાર ખાધી. તેથી તેને કુમારપાળને મોઢું બતાવવાનું યેગ્યા જણાયું નહિ અને માનસિક આઘાતથી પાલીતાણામાં તે મૃત્યુ પામ્યું. અજિત કુમારપાળને આ રાજાએ હરાવ્યું. તે કેણ હતું તે માટે જૈન ગ્રંથમાંથી કાંઈ મળતું નથી. કુમારપાળ ઉદયનની હારથી ચિડાય અને તેણે વાહડની સરદારી નીચે ફરીથી બીજું સૈન્ય મેકવ્યું. - ચારણની વાર્તા પ્રમાણે રાહ કવાટે કુમારપાળના સૈન્યને પરાજિત કર્યું. જ્યારે વાડ્મટ કે વાહડ ફરી ચડે ત્યારે તેને નમતું આપવા સલાહ મળેલી, પણ કવાટ મા નહિ અને કુમારપાળને સૈન્ય સામે લડતાં તે મરાઈ ગયે. જૂનાગઢ ફરીથી સોલંકીઓના હાથમાં પડયું; પણ કુમારપાળ હવે વૃદ્ધ થયે હતું અને તેને સંતાન હતું નહિ. તેથી તેણે રાહ કવાટના પુત્ર જયસિંહને ગાદી 1. ઉદયનના મૃત્યુ માટે પ્રબંધચિંતામણિ તથા કુમારપાળ રાસમાં ફરતી હકીકત છે. એક મત પ્રમાણે સમરને મારી, તેના પુત્રને ગાદીએ બેસાડી, સમૃદ્ધિ લઈ આવતાં માગમાં ઉદયનને મૂછ આવી અને તે વખતે તે આક્રંદ કરવા લાગ્યા. પૂછતાં કહ્યું કે મારા મનમાં ચાર ઇરછાઓ રહી જાય છે. 1 આંબેડ દંડનાયકની પદવી પ્રાપ્ત કરે; 2. શત્રુજ્ય કે જેમાં ઉંદરે દીપકત તાણી લઇ જવાથી કાષ્ટ મંદિર આગમાં તારાજ થયાં હતાં તે પુનઃ પાષાણનાં બંધાય; 3. ગિરનાર ઉપર નવાં પગથિયાં બંધાય; 4. મને અત્યારે ભવસાગર તરાવી શકે તેવો ગુરુ મળે.' સામતોએ પ્રથમની ત્રણ ઈચ્છાઓ તેને પુત્ર વાહડ પૂરી કરશે તેમ ખાતરી આપી અને ચોથા માટે એક ધૂતને વેશ પહેરાવી ઊભો કર્યો. ગુરુ જાણી ઉદયને તેને પ્રમાણુ કર્યા અને મૃત્યુ પામ્યો. આંબેડ દંડનાયક થયો. અને વાહડે કુમારપાળની આજ્ઞાથી ગિરનાર ઉપર જઈ ત્રેસઠ લાખના ખર્ષે પગમાણે બંધાવ્યા. પછી કપર્દી મંત્રીને પોતાનું કામ સોંપી શત્રુંજયની તળેટીમાં છાવણી નાંખી અને અન્ય ધનિકના આગ્રહથી આવેલી સહાય વડે ત્રણ વર્ષમાં તીર્થોદ્વાર કર્યો. તેમાં બે કરોડ દામ ખર્ચો. મેરુતંગ આ આંકડો એક કરોડ સાઠ લાખને આપે છે. તેણે હેમચંદ્રસૂરિને બેલાવી પ્રતિષ્ઠા કરી અને ત્રિભુવનપાળ પ્રાસાદ બંધાવ્યો અને ત્યાં પિતાની રસૃતિ રાખવા વાહડપુર વસાવ્યું, 2. કોઈ જૈન ઇતિહાસમાં આ પ્રસંગ વર્ણવ્યો નથી. “પ્રબંધચિંતામણિમાં ઉદયને જ આ રાજાને માર્યો અને તેના પુત્રને ગાદી આપી તેમાં લખ્યું છે. પણ એક ચારણ વાર્તાકાર પાસેથી મને બે દુહા મળ્યા છે. તે રાહ કવાટ ૧લા માટે તેણે કહેલા; પણ તેનાથી જણાય છે કે તે આ રાહ કવાટ માટેના છે તથા રાહ કવાટ બીજે વાહડ સામે લડતો માર્યા ગયે. શર સોલંકી રાજને, ચતુર પ્રધાન ચવાટ, (ચાહડ કે વાહડ) કારી એમાં તારી કે કયાં ફાવે કવાટ...... નમતું નહિ દે નરપતિ તો પરવારીશ પાટ, ઊભો ભાંગ મ ભૂપતિ, માટે કાળ કવાટ... 2 કાળ મટે છે. કાલે પાટણ પડશે; માટે હમણું નમતું દે. જીવતો નર ભદ્રા પામે.