________________ રજપૂત સમય 147 જીતી લીધું ત્યારે તે સેરઠમાં આવી ધામળેજ ગામ વસાવી ત્યાં રહ્યા. સોમનાથ જીર્ણોદ્ધાર : કુમારપાળે ગુજરાતના સિંહાસને બેસી તેના દુઃખના દિવસોમાં સહાય કરનારા સ્નેહીઓ અને સેવકને યોગ્ય બદલો આપ્યો. તેમાં મુનિ હેમચંદ્રને સમાવેશ થતો હતો. તે હેમચંદ્ર સાધુ હતા, વિદ્વાન હતા, તપસ્વી અને વીતરાગ હતા. એટલે તેના ઉપકારનો બદલે વાળવા કુમારપાળે જૈન ધર્મને સ્વીકાર કર્યો. ઉદયન મંત્રી કુમારપાળ તથા હેમચંદ્ર વચ્ચે ભાવ વધે તે ઉદ્યોગ કરતે હતે. પ્રજાને હેમચંદ્ર પ્રત્યે અભાવ ન થાય તથા વિરોધ પક્ષ ઈર્ષ્યા ન કરે તે વર્તાવ હેમચંદ્ર રાખતા. તેમને ખબર હતી કે રાજાને અંત:કરણથી મહાદેવ ઉપર પ્રેમ છે. તેથી જ્યારે એક વાર રાજાએ તેમને પૂછ્યું કે “મારે કંઈ ધર્મનું કામ કરવું છે. આપ બતાવો.” ત્યારે તેમણે કહ્યું કે સોમનાથનું દેવળ સમુદ્રના આક્રમણથી તૂટી ગયું છે. તે સમર. કુમારપાળે તે ખુશીથી સ્વીકાર્યું. અને હેમચંદ્રની સલાહથી જ્યાં સુધી તે કામ સંપૂર્ણ ન થાય ત્યાં સુધી માંસાહાર ન કરવાની તથા બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા લીધી. તેણે દેવાલયનું કામ ભાવ નામના બ્રાહ્મણને એંપ્યું. તે પૂરું થયું ત્યારે રાજાએ હેમચંદ્રસૂરિને કહ્યું કે “મારું વ્રત મુકાવે'. હેમચંદ્રસૂરિ પાલીતાણ-ગિરનાર વગેરે સ્થળોએ થઈ પ્રભાસ ગયા અને કુમારપાળ પણ ત્યાં પહોંચ્યા. ભાવ બૃહસ્પતિએ તેમને સત્કાર કર્યો. કુમારપાળે દેવાલયના પગથિયે જઈ મહાદેવને સાષ્ટાંગ પ્રણામ કર્યા. હેમચંદ્રસૂરિ સાથે હતા. તેમણે કહ્યું કે “આ દેવાલયમાં કૈલાસપતિ મહાદેવ અવશ્ય બિરાજે છે.” કુમારપાળે પૂજન કર્યું, પણ હેમચંકે તેથી 1. પ્રભાસ પાટણના ઠાકરની સહાયથી તેણે ધામળેજ વસાવ્યું. તે પાછા જઇ કઇ કાળે સ્વરાજ્ય પ્રાપ્ત કરી શકયા. પણ ધામળેજ અદ્યાપિ વિદ્યમાન છે. આ પાલજી ઠાકોર વ હેવા સંભવ નથી. સંભવતઃ તે ચાવડે હશે. 2. આ વૃત્તાંત જૈન ગ્રંથ દ્વયાશ્રયમાં આપેલું છે, જ્યારે શિલાલેખનું પ્રમાણ અન્ય વૃત્તાંત આપે છે. પ્રભાસપાટણમાં ભદ્રકાલીને મંદિરમાં વલ્લભી સં. ૮૫૦–ઈ. સ. ૧૧૬૯ને લેખ છે. છે. તેમાં વારાણસીમાં ભાવ બૃહસ્પતિ નામને મહાપંડિત રહેતો હતો. તે “ઉપમન” બિરુદ પ્રાપ્ત કરી માળવા કાન્યકુબજ અને ઉજજૈનમાં દિગ્વિજય કરી, પરમારોને પોતાના શિષ્ય બનાવી, મઠ સ્થાપી પાટણ આવ્યા. ત્યાં જયસિંહદેવ તેનાથી ખુશ થયો. ભાવે સેમિનાથના દેવાલયને જીર્ણોહાર કરવાની વાત કરી તેથી તે રાજી થયા, પણ જયસિંહ ગુજરી ગયે, અને ગંડ ભાવ બહસ્પતિએ જીર્ણ થયેલા દેવળને સમરાવવા કુમારપાળને વિનંતી કરી. કુમારપાળે ભાવ બહસ્પતિને નમ્રતાથી સત્કાર કરી તે વાતને સ્વીકાર કર્યો. ભાવ બૃહસ્પતિએ કામને પ્રારંભ કર્યો અને તે પૂર્ણ થયે 505 પુણ્યપુરુષનું પૂજન કર્યું સ્થાન ફરતો કિલ્લે બાં: વસ્તીને લાવીને વસાવી; બ્રાહ્મણોને મકાને બાંધી આપ્યાં; રાજાઓ માટે કચેરી કરી; સુવર્ણકળશ ચડાવ્યા, અને બીજ મંદિર બાંધ્યાં તેમજ સમરાવ્યાં; ઘાટ બાંધ્યા, વગેરે. (ભાવ. ઇન્સ.), ( વિશેષ માટે શાસ્ત્રી હરિશંકરજીને લેખ, પરમ માહેશ્વર રાજા કુમારપાળ' જુઓ.)