________________ રજપૂત સમય 145 રાતમાં તેરણ બાંધ્યાં. પણ કર્ણને આટલાં ગામને કેઈ તેરણ બાંધે તે ખબર ન હતી. તેથી ચિંતાતુર થતાં રાણીએ કર્ણ રાજાની ચિંતા દૂર કરવા માટે માર્ગ કાઢયે. તેણે હરપાળ મકવાણાને ભાઈ કહે, તેથી કાપડું માગ્યું અને તેના ભાલનાં 500 ; ગામ કાપડામાં પાછાં લીધાં. હરપાળે પાટડીમાં રાજધાની કરી અને ઈ. સ. 1090 થી ઈ. સ. 1130 સુધી ત્યાં રાજ્ય કર્યું. તેને શક્તિદેવીથી સેઢે, માંગુ અને શેખરે નામે પુત્ર થયા તથા થરપારકરના સેઢાની કુંવરી રાજકુંવરબાથી ખવડ, ખેડાજી, જેગુજ, રાણોજી, બાપુજી, બળવંતજી, લેણુકજી, દેવાજી તથા વીઠલજી થયા. શક્તિદેવીને ઉમાદેવી નામે એક કુંવરી પણ હતી. સેઢજી વડીલ હોઈ ગાદીએ બેઠે, માંગુજી ને જાંબુને ગરાસ મળે. શેખરાજજીને સમાણા, ચેવડોદરા મળ્યાં. ખવડ કાઠી કન્યાને પરણ્યા. તેના વંશજો ખવડ કાઠી થયા. બાપુજીના વંશજે પાછળથી મેલેસલામ થયા જે લાલ માંડવા વગેરેના તાલુકદારે છે. સોઢાજીનાં મા શક્તિદેવી ઈ. સ. 1115 લગભગ ગુજરી ગયાં. રાજધાની તે હરપાળના જ સમયમાં પાટડીથી ધામાં ફેરવી. ચેડા જ સમયમાં ઝાલાઓએ હાલના હળવદથી લઈ પાટડી ઉપરના પ્રદેશ ઉપર સંપૂર્ણ હકૂમત જમાવી, તથા પાટણના રાજાઓ સાથે તેમને ગાઢ સંબંધ હોવાથી તેમના રાજ્યકારભારમાં કંઈ પણ હરક્ત ઉપસ્થિત થઈ નહિ. ઝાલા કેમ કહેવાયા : ઝાલાઓ કેમ કહેવાય તે માટે એવી દંતકથા છે કે શક્તિ કે જે પ્રતાપ સોલંકીની પુત્રી હતી તેણે કુંવરને ઝાલી લીધા હતા. રાહ કવાટ રજો : ઈ. સ. 1140 થી ઈ. સ. 1152. રાહ કવાટ ગાદી ઉપર આવ્યા ત્યારે સિદ્ધરાજના અંતિમ દિવસો હતા. પણ ગુજરાતના મહારાજ્યને સૂર્ય પૂર્ણ કળાએ પ્રકાશ હ. ઈ. સ. ૧૨૪૩માં સિદ્ધરાજ મૃત્યુ પામ્યા અને તેની ગાદી ઉપર કુમારપાળ બેઠે. કુમારપાળ: કુમારપાળને પિતાને અનુગામી થવા ન દેવા સિદ્ધરાજે આકાશપાતાળ એક કરેલાં અને કુમારપાળને આ જુમી અને નિર્દય રાજાને કે વહેરી 1. પાટડીના મહેલના ઝરૂખે રાણી બેઠાં હતાં અને બાળકુંવરો રમતા હતા ત્યારે હાથી નીકળે. તે કુંવરને કચરી ન નાખે તે માટે શક્તિદેવીએ હાથ લાંબો કરી નીચેથી કુંવરને ઝાલી લીધા તેથી તે ઝાલા થયા. આ વાત સર્વથા માન્ય રહે તેમ નથી.