________________ 150. સૌરાષ્ટ્રને ઇતિહાસ આપી અને જયસિંહે કુમારપાળનું આધિપત્ય સ્વીકાર્યું. રાહ જ્યસિંહઃ ઈ. સ. ૧૧૫ર થી ઈ. સ. 1180 રાહ જયસિંહનું નામ ગારિયે હતું. તે જયસિંહનું નામ ધારણ કરી ગાદી ઉપર બેઠે. ચારણે કહે છે તેમ તેનું નામ દયાસ પણ હતું.' જૈન મંદિર: રાહ જયસિંહ ગાદી ઉપર આવ્યું ત્યારે કુમારપાળ જેને ધર્મનો પૂરે અનુયાયી થઈ ચૂક્યો હતો. તેણે તેના ખંડિયા રાજાઓને તેઓ જે ખંડણી આપતા તે ન લેતાં તેમાંથી હિમાલયના શિખર જેવાં જૈન મંદિર ચણાવવા આજ્ઞા આપી. અને રાહ જયસિંહે તેની આજ્ઞાનો અમલ કર્યો * કનેજ : ગુજરાતના મહાપરાક્રમી રાજા કુમારપાળને જયસિંહે ખંડણી આપી હતી, તેના ધાર્મિક સિદ્ધાંતને અનુસરવા પ્રયત્ન કર્યો હતો અને તેને તેને કોઈ ભય ન હતું, પણ પરાધીનતાનો કીડો તેના હૃદયને કેરી ખાતે હતા. રાહ જયસિહ મૌન અને શૂન્યમનસ્ક બેઠો રહેતો. તેણે અન્યત્ર પરાક્રમ કરી નવું રાજ્ય પ્રાપ્ત કરવાને મનસૂબો કર્યો, અને તે પાર પાડવા કને જના રાજા જયચંદ્ર રાઠોડને ત્યાં સંયુક્તાના સ્વયંવરના મિષે મેટું લશ્કર લઈ તે મહેમાન થયું. રાજા જયચંદ્ર રાઠોડ જયસિંહને સગો થતા હતે. સંયુક્તાના સ્વયંવરમાં તે હાજર હતા અને પૃથ્વીરાજે સંયુક્તાનું હરણ કર્યું. તે પછી જે યુદ્ધ થયું તેમાં પણ તે જ્યચંદ્ર તરફથી લયે હતે. . રાજા જયસિંહ રૂપાળ, ગૌરાંગ અને બલવાન દેહવાળ હતું. તેની બુદ્ધિ કુશાગ્ર હતી. તેથી જયચંદ્રે તેને કારભાર તેને સેંપી પૃથ્વીરાજ સામે તેણે યુદ્ધો કર્યા. આ તકને લાભ લઈ જયસિંહે કનેજની ગાદી પચાવી પાડી અને પિતાના નામની આણ ફેરવી. જયચંદ્ર પિતાની ત્રિશંકુ જેવી દશા જોઈ તેના દસેંદીને વિષ્ટિ કરવા મોકલ્યો. તેના પરિણામે જયચંદ્ર પાસેથી અઢળક ધન લાઈ કને જ છેડી જય 1. કર્નલ વોટસન કહે છે કે તેણે જયચંદ્ર રાઠોડ સાથે યુદ્ધ કર્યું, માટે તે ગારિયે કહેવાય. પ્રહાર–ગાર-ધાર-પ્રહરિપુ એ નામ આ કુળમાં પૂર્વજનું હતું. તે નવું ન હતું. દયાસ નામનું પણ તેમજ. 2. તેણે કયું મંદિર બંધાવ્યું તેને જૈન ગ્રંથોમાં ઉલ્લેખ નથી; પણ ગિરનાર ઉપર કુમારપાળની ટૂક છે. તે મંદિર આ રાહે બંધાવ્યું હોવાનું જણાય છે. 3. એક ગ્રંથકાર તેને માતામહ કહે છે; પણ રાઠોડ યદુવંશી હેઈમામો હેવાનું સંભવે નહિ. (ગૌ. હી. ઓઝા)