________________ સૌરાષ્ટ્રનો ઇતિહાસ ને કાંઈ આપ્યું નહિ, તેમજ સોમનાથના દેવાલયમાં પણ કાંઈ દીધું નહિ. હત્યારા. સિદ્ધરાજને આ બ્રાહ્મણે એ બરાબર સંમાન્ય નહિ તે પણ એક કારણ છે. ત્યાંથી તે સિંહપુર-શિહેર ગયો. મૂળરાજે મામાની હત્યાના પાપના પ્રાયશ્ચિત્ત માટે બ્રાહ્મણોને ઉત્તરમાંથી આમંત્રી ત્યાં વસાવેલા. તેમણે સિદ્ધરાજને રાણકની તથા તેના પુત્રની હત્યાના પાપને જોવા ગોદાન, ભૂદાન અને સુવર્ણ દાન દેવા કહ્યું. અને સિદ્ધરાજે બળતા હૃદયને શાંત કરવા આ બ્રાહ્મણોને સે ગામે દાનમાં દીધાં.' લા ગેહિલ : સિદ્ધરાજ સમુદ્રકિનારે છાવણી નાખી પડયું હતું. ત્યારે ત્યાં લા ગોહિલ નામને એક વીર અધિકારી હતા. દરિયાના ઊછળતા પાણીમાં કઈ જઈ શકે નહિ તેવું વિધાન સમુદ્રતીરે સિદ્ધરાજ અને તેની મંડળી ઊભી હતી ત્યારે થતાં એક મૂર્ખ મિત્રે કહ્યું કે “તેવી હિમત તે એક લા ગોહિલ કરે તે બીજે કઈ મર્દ આ દેશમાં નથી.” તેથી લા ગોહિલ સ્વાર થઈ દરિયામાં ચાલી નીકળે અને ડૂબી ગયે. લા ગોહિલની સિદ્ધરાજે ઉત્તરક્રિયા કરી. લાને ચારણ રાવ અઘે ઘડો લેવાનું લા પાસેથી વચન લઈ ગયેલું. તે આવ્યો અને સમુદ્રને કાંઠે બેસી તેણે ઘેડો માંગ્યો. સિદ્ધરાજે તેને સમજાવ્યો, પણ તે માન્યો નહિ. લાએ સ્વપનમાં જઈ સમજાવ્યો પણ નિરર્થક. આખરે સમુદ્રમાંથી અફિણની ડબી આવી, તે પણ ચારણે ફેંકી દીધી. અંતે લાએ સમુદ્રમાંથી આવી ગામમાં જઈ ઘેડે આપ્યો અને ચારણને પાછું ફરી ન જેવા સૂચના આપેલી. પણ તેણે પાછું જોયું તેથી લા ઘડે મૂકી અદશ્ય થઈ ગયો. નવઘણ : રાહ ખેંગારે રાણકદેવી સાથે લગ્ન કર્યા તે પહેલાં તે કુંવરપદે હતું. ત્યારે જેઠવા રાણા સંગજીની પુત્રી વેરે તે પરણ્યો હતો. આ જેઠવી રાણીને નવઘણ નામનો પુત્ર હતું. તે આ ઘેરાના સમયે તેના સાળમાં રહેતા હતે. રાણા સંગજી ઈ. સ. 1120 લગભગ ગુજરી ગયા. નવઘણની વય તે સમયે પચીસેક વર્ષની હતી. તેથી તેણે પિતાની રાજધાની પ્રાપ્ત કરવા પ્રયત્ન આરંભે. પણ સિદ્ધરાજ જેવા બળવાન શત્રુને જીતવાનું સહેલું ન હતું. સૌરાષ્ટ્રમાંથી તેને કે 1. પાછળથી આ ગામો વનપ્રદેશમાં હેઈ અદલબદલે કરી બ્રાહ્મણોએ ગુજરાતમાં આશાવળ પાસે સાબરમતીને કાંઠે ગામો લીધાં. 2. લા ગોહિલ માંગરોળના ગોહિલે પિકીને હવે જોઈએ; તે સિદ્ધરાજના સૈન્યને અધિકારી હશે તેમ માનવા જેવું છે. આ ગોહિલ ભાવનગર રાજ્યના સ્થાપક સેજકજીના કુટુંબનો ન હતે. 3. પાછળની વાત ચારણ કહેતા આવ્યા છે. તેનાં કાંઈ ઐતિહાસિક પ્રમાણુ નથી. સિદ્ધરાજે અહીં દહેરું બંધાયું હોવાનું કહેવાય છે. 4. એક ગ્રંથકાર નવઘણને ખેંગારને નજીકને સગે કહે છે, પણ તે સાચું નથી.