________________ રજપૂત સમય 14 અને સિદ્ધરાજને શાપ દીધું કે “તું અપુત્ર ગુજરી જઈશ તથા તારા પછીના રાજાએ કેઢિયા થશે.” દેશળ-વિશળ: બાર વર્ષોની મહેનતને અંતે રાણક મળી, પણ તે રણવાસમાં આવી નહિ. આ ભયંકર પરાજયથી સિદ્ધરાજ હતાશ થઈ ગયે અને દગો કરી મામાને મરાવનાર દેશળ વિશળને મૃત્યુદંડ આપે. સિદ્ધરાજે ખેંગારને જી, સોરઠ પાદાક્રાંત કર્યું, પણ તે પરાજય પામી પાછો પાટણ ગ–માત્ર પ્રજાના ફિટકાર અને ધિક્કારને પાત્ર થવા. રહ નવઘણ 3 : ઈ. સ. 1125 થી ઈ. સ. 1140. સિદ્ધરાજનો અમલ : રાહ ખેંગારને મારી સિદ્ધરાજે સોરઠ સંવત 1169 (. સ. ૧૧૧૩)માં સર કર્યું. અને ગુજરાતના ખાલસા પ્રદેશ સાથે તેને ભેળવી દીધું. ત્યાં તેણે સજજન ઉર્ફે સાજણ નામના પ્રતિનિધિને નીમ્યા. આ સજજન વનરાજના મિત્ર ચાંપાનો વંશજ હતું. તેનું બીજું નામ જંબ હતું) તેણે સોરઠની તમામ ઊપજ ગિરનાર ઉપર નેમિનાથને ચિત્ય બનાવવામાં વાપરી નાખી. આ બાબત સિદ્ધરાજે તેને ઠપકો આપે ત્યારે ધર્માર્થે વાપરેલા ધનનું પુણ્ય તેમને મળશે તેમ કહેતાં સિદ્ધરાજ ખુશ થયે. સિદ્ધરાજે ગિરનારની યાત્રા કરી મંદિરના નિભાવ અથે બાર ગામે આપ્યાં. ત્યાંથી તે પ્રભાસપાટણ ગયે. ત્યાં બ્રાહ્મણોએ તેને જૈન ધર્મને વિનાશ કરવા વિનંતી કરી, પણ સિદ્ધરાજ માન્યો નહિ. પરિણામે તેણે સેમિનાથના બ્રાહા 1. મહારાણુ બાપાના પુત્ર અસીલે સૌરાષ્ટ્રમાં અસીલગઢ વસાવેલ, તેના વંશમાં બીજકુમાર થયો. તેની મા ખેંગારની બહેન થાય. તેથી ખેંગારે તેને “સેનલ” પરગણું આપેલું. આ યુદ્ધમાં સિદ્ધરાજ સામે લડતાં તે પણ મરાઈ ગયે. (રાસમાળા-ભાષાંતર.) - 2. વેરાવળના શિલાલેખમાં ત્રણ સંવત્સરે છે. તેમાં વિક્રમ સંવત 1320 તથા સિંહ સંવત 151 છે. એટલે સિંહ સંવત વિ. સં. 1169 માં (ઈ. સ. 1113) શરૂ થયો. અને તે વર્ષમાં રાહ ખેંગાર જિતાયો. રાસમાળા ભાષાંતરકાર શંકા કરે છે કે સં. ૧૧૭૬માં સજજને બંધાવેલા મંદિરના લેખમાં તે સંવત નથી. તેથી તે સૌરાષ્ટ્રને પતન પછી છ વર્ષ પછી ચલાવ્યો હશે. અને કુમારપાળે તે ચલાવ્યા હશે તેમ શ્રી. અભયતિલકસૂરિ સં. ૧૩૧૨માં ક્રયાશ્રયના પુનરાવતનમાં લખે છે. પણ માંગરોળની સેઢડી વાવના લેખમાં વિ. સં. 1202 અને સિંહ સંવત 32 છે. એટલે આ સંવત 1169 માં શરૂ થયો. કુમારપાળ સં. ૧૧૯૯માં ગાદીએ આવ્યા એટલે માત્ર એક લેખમાં નિર્દેશ ન હોય તો તે પ્રમાણુ ગણાય નહિ. 3. આ નેમિનાથનું મંદિર કણે બંધાવ્યું હોવાનું કુમારપાળપ્રબંધ'માં લખ્યું છે. પણ તે વાસ્તવિક નથી.