________________ 140 સૌરાષ્ટ્રનો ઈતિહાસ અને પાતકી કતવ્યોનું કલંક એક મોટી કાલિમા પાથરે છે. સિદ્ધરાજની આંખ મીંચીને પ્રશંસા કરનારા લેખકે પણ તેને બચાવ કરી શકતા નથી. વઢવાણમાં સિદ્ધરાજે રાણકનું મંદિર તે સતી થઈ તે સ્થળે જણાવ્યું હોવાનું કહેવાય છે અને આજે તે બતાવવામાં આવે છે. પણ તે વાતને પણ સમર્થન મળતું નથી. તે તે મહાદેવનું મંદિર છે. સિદ્ધરાજના પાષાણુ અમાનુષી હદયમાંથી આટલી પણ દયાનું ઝરણું વહે તે માની શકાય નહિ. - રાસમાળા ભાષાંતરમાં એક સુંદર પ્રાકૃત દુહે છે. રાણક ભોગાવા નદીને ઉદ્દેશીને જેસલ મોડી વવાહ વલી વલી વિરૂપ ભાવવિઇ, નઈ જિમ નવા પ્રવાહ નવઘણુ વિણ આવઇ નઈ. જેમ મારે દેશ તજી હું મારા પતિ વિના વિફળ થઈ છું, તેમ તું પણ નવા મેઘ વિના દુબળ થતી જાય છે, અને તેના વિના શોભા થતી નથી. તે તારા પર્વત રૂપી સ્થાનને ત્યાગ કર્યો છે, એમ મેં પણ કર્યું છે; આપણે સમાન છીએ.” આ વિષયમાં તુરીઓ એક વિચિત્ર વાર્તા કહે છે. (રાસમાળા ભાષાંતર). સિદ્ધરાજ પાસે લાકડાની સાંઢ હતી. મીનળદેવીએ કહ્યું કે “તું આવડું યુદ્ધ કરવા જાય છે તો તે સ્ત્રી કેવી છે તે પ્રથમ જાણવાની જરૂર છે. તેથી માતા અને પુત્ર સાંઢણું ઉપર બેસી રાણકના મહેલ ઉપર રાત્રે આવ્યાં, અને બાર ઠેયાં ત્યારે પ્રશ્ન આવ્યો : ' “કવણું ખટકા કમાડ ? મેડી છે રાણકદેવીની, જાણે રાહ ખેંગાર તે ત્રાટક કાનજ તોડશે.” ત્યારે મીનળદેવીએ ઉત્તર આપ્યો : મારે મે લાડકે, આખો ગઢ ગિરનાર, મારી રા'ખેંગાર, ઉતારૂ રાણકદેવીને રાણુકે જવાબ આપ્યો : આ મારા ગઢ હેઠ, ણે તંબૂ તાણિયા? શું સધરે મેટો શેઠ ! બીજા વરતાઉ વાણિયા? મીનળે તે સાંભળી કહ્યું : વાણુડાના વેપાર, જાતે દીયે જાણ મારી રા'ખેંગાર, ઉતારશું રાણકદેવીને.” રાસમાળા ભાષાંતરમાં તે દુહે આમ છે રાણા સબ્ધ વાણિયા, જેસલું વડુર શેઠી, કાહુ વણજહુ માડીયઉ અમ્પિણું ગઢ હેઠી” આ દુહાઓ વરસોથી પરંપરાગત કહેવાતા આવ્યા છે. સૌરાષ્ટ્રના ગામડે ગામડે રાણકદેવી રાહ ખેંગારની વાત હજુ પણ થાય છે. આઠ આઠ સૈકાઓ થયા હોવા છતાં તે પાત્રો હજુ પણ જાણે હમણાં જ થઈ ગયાં હોય એટલાં જીવત છે. જે સાચે સોરઠ ઘડે, ઘડિયો રાહ ખેંગાર ઈ સાચો ભાંગી ગયે, જાતે રહ્યો લુહાર. સિદ્ધરાજે આ વિજયની સ્મૃતિ જાળવવા સં. 1169-70 (ઈ. સ. ૧૧૧૩-૧૪)થી સિંહ સંવત ચલાવ્યું. (રાસમાળા-ભાષાંતર)