________________ 134 સૌરાષ્ટ્રને ઇતિહાસ મેસણ : મેસણુને તેના ગાલ ફાડવાના છે તેવી ખબર પડતાં તેણે ખેંગારની પ્રશસ્તિ બનાવી એવાં કાવ્ય રચ્યાં કે ખેંગાર ખુશ થઈ ગયો અને તેના મુખમાં હીરા મોતી એટલાં ભર્યા કે પાસે ઊભેલા લોકે બોલી ઊઠયા કે “બસ બસ, મેસણુના ગાલ ફાટી ગયા.” રાણકદેવી : કચ્છમાં શેર પાદર ગામમાં હડમત કુંભાર રહેતું હતું. તેને ત્યાં રાણક નામે પુત્રી હતી. આ પુત્રીના અપ્રતિમ રૂપની વાત સાંભળી કચ્છના લાખા જાડાણીએ તેનું માથું કર્યું, પણ હડમતે લાખાને કન્યા આપવા ઈન્કાર કર્યો. તેથી ત્યાંથી તેની બીકે ભાગી તે જૂનાગઢ પાસે મજેવડી (મજાવાડી) ગામ વસતું હતું ત્યાં આવી વસ્યા. અને ત્યાં કુંભારને ધંધો શરૂ કર્યો. રાણકદેવીને હડમત બહાર જવા દેતો નહિ, પરંતુ એક દિવસે પ્રભાસની યાત્રા કરી પાછા ફરતા સિદ્ધરાજના દસેંદીઓ લાલ ભાટ, ભંગડ ભાટ, ચંચ ભાટ અને ડબલ ભાટ મજેવડી આવ્યાં અને કુંભાર હડમતને ત્યાં ઊતર્યા. રાણકે પશુગત કરવામાં કચાશ રાખી નહિ. પાણી પાઈને પાછી જતી રાણકના પગમાંથી કંકુ ઝરતું જોયું. ચારે જણાએ સમજી લીધું કે આ કન્યા કુંભારની નથી અને કુંભારની પત્ની થવા સરજાઈ નથી. સિદ્ધરાજ કામી હતું, અને આવી ખબર આપતાં તેમને મોટું ઈનામ આપશે એ આશાએ આ ભાટે વિના વિલંબે પાટણ ગયા અને સિદ્ધરાજને ખુશખબર આપ્યા. રાણકને પદ્મિની અને અપ્સરા તરીકે વર્ણવી સિદ્ધરાજને તેની 1. આ ગામ આજ મજેવડી નામથી ઓળખાય છે. 2. આજે પણ સેરઠમાં જે ગામોમાં ધર્મશાળા કે ઊતરવાનું અન્ય સ્થાન ન હોય ત્યાં પ્રવાસીઓ કુંભારને ત્યાં ઊતરે છે. 3. રાણકના જન્મની જુદી જુદી વાર્તા કહેવાય છે. એક વાર્તા પ્રમાણે તે કરછના શેર પાવર પરમાર રાજાની પુત્રી હતી. જન્મ થતાં જ જેશીઓએ ભવિષ્ય ભાખ્યું કે આ કન્યા જ્યાં જશે તેનું નિકંદન કાઢશે. તેથી તેને વનમાં તજી દેવામાં આવી ત્યાં હડમત માટી ખેદવા ગયેલ. તેણે બાળકીને જોઈ અને પોતાને ત્યાં લઈ આવ્યો. “સેરઠ સિંહલદ્વીપની જાત તણી પરમાર બેટી રાજા શેરની પરણ્યો રાહ ખેંગાર.” કન્યાકાળ વીતતાં રાજાએ તેની માગણી કરી. તેથી હડમત તેને લઈ મજેવડી આવ્યો. બીજી વાત પ્રમાણે તે કાલડીના દેવડા રજપૂતની પુત્રી હતી. એક વાર્તા મુજબ સિદ્ધરાજની સોળ રાણીઓના મહેલે વારાફરતી યાત્રામાંથી આવેલા ભાટન સત્કાર સમારંભ થયો. ત્યાં તેઓએ માથાં ધુણાવવા માંડયાં. સિદ્ધરાજે કારણ પૂછતાં કહ્યું કે સેળે જોઈ સુંદરી, પણ રાણક સમી નહિ કાઈ, મૃત્યુ લોકનું માનવી હવું ન એવું હેઇ.”