________________ 132 સૌરાષ્ટ્રને ઇતિહાસ આ ચારે પ્રતિજ્ઞા તે પૂરી કરી શકે તે પહેલાં મૃત્યુશગ્યા ઉપર સૂતે. તેના હૃદય ઉપર આ પ્રતિજ્ઞાઓ પૂર્ણ ન થઈ શકી તેને ભાર રહેવા માંડશે. તેથી તેના ચાર કુંવરે– ભીમ, સર. દેવધણજી (રામધણજી) તથા ખેંગારને પિતા પાસે બેલાવ્યા અને પિતાની અપૂર્ણ પ્રતિજ્ઞાની વાત કરી. ત્યારે ખેંગારે તે પરિપૂર્ણ કરવા કબૂલ કર્યું. તેથી તેને ગાદીએ બેસાડી નવઘણ પરલેકમાં ગયે. રાહ નવઘણ એક સાહસિક અને પરાક્રમી પુરુષ હતું. તેને અંગે અનુકૂળ ન હતા, નહિતર તે સૌરાષ્ટ્રના સીમાડા બહાર તેને વિજયધ્વજ જરૂર ફરકાવી શકત. 1. રાસમાળામાં આ કુંવરોનાં નામ રાયઘણુ, શેરસિંહ, ચંદ્રસિંહ અને ખેંગાર આપેલાં છે. રાયઘણે ભયરા તેડવાનું કામ સ્વીકાર્યું. તેથી તેને ચાર પરગણું આપ્યાં. તેના વારસો રાયજાડા (રાયજાદા) કહેવાયા. શેરસિંહ મહીડાને મારવા કબૂલ્યું; આથી તેને પણ ચેડાં ગામો આપ્યાં તેના વારસો સરવૈયા કહેવાયા. ચંદ્રસિંહે પાટણને કાટ તેડવાનું માથે લીધું. તેથી તેને પણ થોડાં ગામ આપ્યાં. તે અંબાને ભક્ત હતો તથા ચૂડીઓ પહેરતો તેથી તેના વારસે ચુડાસમા કહેવાયા. પણ આ ચારે કામ કરવા ખેંગારે હિમ્મતપૂર્વક હા કહી તેથી તેને ગાદી મળી. શેરસિંહનામ સંભવતું નથી. આ શબ્દ ફારસી છે, સરવૈયા સરવા ઉપરથી કહેવાયા. “સર” શબ્દ જૂની ગુજરાતીમાં શ્રેષ્ટ તરીકે વપરાત. (જેમકે સર સેરઠ દેશ સાવજડા સેંજળ પીએ) તેને જે પરગણું મળ્યાં તે સરવૈયાવાડ કહેવાય. કર્નલ વોટસન કહે છે કે ભીમને સરવા ગામ મળ્યું તેથી તેના વારસો સરવૈયા કહેવાયા. ચંદ્રસિંહ ચૂડીઓ પહેરતે તેથી તેના વારસો ચૂડાસમા કહેવાયા તે પણ ભ્રમ છે. ચંદ્રચૂડ કે જે આ વંશને સ્થાપક અને તેના નામ પરથી તેના વારસો ચૂડાસમા કહેવાયા. ચોટીલા પાસેનું આણંદપુર ઉજ્જડ પડેલું. ત્યાં અનંતદેવ ચૂડાસમાએ અનંતપુર વા આણંદપુર સં. 1124 (ઈ. સ. ૧૦૬૮)માં વસાવી અનતેશ્વરનું શિવાલય બાંધ્યું. (વોટસન ગેઝેટીયર) રાહ નવઘણ ગાદીએ તે તે સમયમાં મીનલદેવીની કુખે ગુજરાતના પ્રસિદ્ધ મહારાજા સિદ્ધરાજ જયસિંહે સૌરાષ્ટ્રમાં જન્મ લીધો. સૌરાષ્ટ્રમાં આવેલા ધાંધલપુર (ઢાંઢલપુર) ગામે મીનળદેવી (આ ગામ ઝાલાવાડ જિલ્લામાં સાયલા તાલુલામાં છે.) સિહના દશને ગઈ હતી. ત્યાં તેને પુત્ર જન્મ થયે. તેનું સ્મરણ રાખવા પુત્રનું નામ સિદ્ધરાજ રાખ્યું, તથા ધાંધલપુરમાં દુગ, વાવ, રાજમહેલ વગેરે બંધાવ્યાં, જેનાં ખંડિયેર આજ પણ જોવામાં આવે છે. - બીજી માન્યતા પ્રમાણે સિદ્ધરાજ રાજકેટ અને ગાંડળને માગે આવેલા વીરપુર ગામે જન્મ્યો હતો. તેની સ્મૃતિમાં ત્યાં મીનળવાવ બંધાવી છે. ત્રીજી વાર્તા પ્રમાણે દસાડા પાસે આવેલા ઝીલાણંદ બેટમાં ઝુંઝા નામના રબારીની સલાહથી મીનળદેવીએ ઝીલાનંદ સાધુની સહાય માગી અને માનતા કરી તેથી પુત્ર જન્મે. આ પુત્રજન્મ હાલ જે સ્થળે ઝીંઝુવાડા ગામ વસે છે તે સ્થળે થતાં ત્યાં ઝુંઝાના નામથી ઝીંઝુવાડા બાંધ્યું. હાલ તેને કિલે તથા દરવાજો ખંડિયેરની સ્થિતિમાં છે. - મેરુતંગ પ્રમાણે તેને જન્મ પાલનપુરમાં થયો હતો. સૌરાષ્ટ્રમાં આ મહાપ્રતાપી રાજાને જન્મ થયો હતો તેથી આ નેધ લેવાનું જરૂરી જણાયું છે.