________________ 130 સૌરાષ્ટ્રનો ઇતિહાસ નવઘણ 2 જે ગાદીએ આવ્યું ત્યારે ગુજરાતને રાજા ભીમ વૃદ્ધાવસ્થામાં હતા. માળવાના રાજાઓ સામે યુદ્ધમાં પ્રવૃત્ત હતું અને સૌરાષ્ટ્રમાં કઈ પણ સત્તા રાહ સામે આંખ ઊંચી કરી શકે તેમ ન હતી. તેથી તે સમયને લાભ લઈ રાહ નવઘણે સૈન્યની સજાવટ કરી. મહમુદે વેરેલા વિનાશની વાતો ભુલાઈ ગઈ હતી. અને નવઘણે તેના પૂર્વજોની કીતિની ગાથાઓ સાંભળી દિગ્વિજય કરવાનાં સ્વપ્ન સેવ્યાં. કચ્છ: કચ્છ તે સમયે ભીમના અધિકાર નીચે હતું એમ મનાય છે, પણ ? વાસ્તવમાં અમુક ભાગ જ તેના કબજામાં હતું. કચ્છના યાદવવંશી રાજા આ સાથે તેણે મૈત્રી બાંધી અને તેની સહાયથી તેણે સિંધ ઉપર સ્વારી કરી. સિંધ ઉપર સવારી : પણ જામ ઉન્નડજી કે જે નગરસમૈમાં રાજ કરતે હતા અને પુંવરને કુટુંબી હતો તેણે વચમાં પડી આ સૈન્યને પાછાં કાઢયાં. તેથી તેઓએ હમીર સુમરા ઉપર ચડાઈ કરી. તેમાં તેને જામ હામાજીના કુંવર હોથીજીએ સહાય કરી. આ ત્રણે સૈન્ય સામે સુમરો ટકી શક્યો નહિ અને સમરાંગણમાં હેથીજીના ઘાથી મૃત્યુ પામ્યો. સૌરાષ્ટ્ર : રાહ નવઘણ આ વિજયથી મદોન્મત્ત બને. સિંધમાંથી તેને ધન પણ સારું મળ્યું. તેથી તેણે સૌરાષ્ટ્રના ચાવડા, ગોહિલ તથા જેઠવાઓને પિતાને તાબે કર્યા. ગુજરાત : ભીમદેવ ઈ. સ. ૧૯૭૨માં મૃત્યુ પામે. તેના અનુગામી રાજા " કણે યુદ્ધો તરફ બહુ લક્ષ આપ્યું નહિ. તેણે તે માત્ર મકાને, મંદિરે, તળાવે. 1. લાખા ફૂલાણી અપુત્ર ગુજરી ગયો. તેથી તેના ભાઈ ધાઈને પુત્ર પુર (પુંવરે) ગાદી ઉપર આવ્યો. તે પણ અપુત્ર ગુજરી જતાં લાખા ફૂલાણીના પિતામહના પિતામહ મેડના પિત્રાઈ ભાઈ ઉન્નડની છઠ્ઠી પેઢીએ જામ જાડે, સિંધમાં રાજ્ય કરતા. તેના દત્તક પુત્ર અને રાજીના પુત્ર લાખા તથા લખધીર કચ્છમાં આવ્યા. તેઓ જાડેજા કહેવાયા. (ઈ. સ. 1147) એટલે આ સમયે કરછમાં જામ પુંવરો રાજ કરતો હશે. 2. લાખ તથા રણધીર વેરાજીના કુંવર હતા. તેઓને ઉન્નડજીએ પુત્રવત પાળેલા. વેરાજીને ભાઈ હામાજી હતો. તેને પુત્ર હાથીજી પરાક્રમી અને બળવાન હતો. 3. ભાવનગર રાજકુળના પૂર્વજ હજી આવ્યા ન હતા. પણ માંગરોળમાં સહર ગોહિલ નામે નાનો રાજા હતો. (જુઓ સેઢડીવાવ માંગરોળને સંવત ૧૨૦૨ને લેખઃ ભાવનગર ઈન્સક્રીપ્શન) જેઠવા રાજા સંગજી ઘુમલીમાં રાજ્ય કરતાં. તેની સત્તા ઊગતી હતી અને રાહને તેના તરફથી સદા ભય રહેતો. ચાવડાઓનાં છૂટાંછવાયાં નાનાં નાનાં રાજ્ય સાગરકાંઠે હતાં. વાળાએ તળાજામાં હતા. 4. ગિરનારનું નેમિનાથનું મંદિર તેણે બાંધ્યું હોવાનું “રાસમાળા'ના કર્તા કહે છે; પણ તે મંદિરના સં. ૧૨૮૮ના લેખમાં તે વસ્તુપાળે બંધાવ્યાને ઉલ્લેખ છે. (હી. ઇ. એક ગુજરાત, ભા. 3 શ્રી. આચાર્ય)