________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ જાસલને છોડાવી તેનું મુખ ને જોઉં ત્યાં સુધી હું અન્નનો ત્યાગ કરું છું. અને પછી ગર્જના કરી કે “મારી બહેનની સહાયે સિંધમાં જવું છે. જેઓ પોતાનાં માથાં મૂકવા તૈયાર હોય તે આવો.” રાહ રાણીઓની વિનંતી છતાં રણવાસમાં પણ ગયે નહિ અને સમય ખયા સિવાય સૈન્ય સજી સિધને માર્ગો પડે. વરૂઅડી : માર્ગમાં બેડ બંદર આવ્યું. હિલોળા લેતી સમુદ્રની ખાડી આડી પડી હતી. ત્યાં ચારણ બાળા વરૂઅડીએ સિન્યને તેની કુડલીમાંથી જમાડયું. અને વરૂઅડીએ રાહને વરદાન આપ્યું કે સમુદ્રમાં પહેલે ઘડો નાખીશ તે માર્ગ થઈ જશે. રાહ જળમાં અશ્વ નાખ્યું અને માર્ગ થઈ ગયે. ત્યાં રણ થયું. હમીર : રાહ નવઘણે હમીર સુમરાના નગરને ઘેરે ઘા. અને હમીરને પડકાર કર્યો. આ ચડાઈ રાજવિસ્તાર કે દ્રવ્યભના પરિણામે થઈ ન હતી. તેને ઉદ્દેશ મહાન હતે. નવઘણના જુસ્સા આગળ હમીર ટકી ન શકે. તેને પરાજય થયો. તેણે તેના વર્તન માટે રાહની માફી માગી. રાહે તેને ફિટકાર આપી માફી પણ આપી. નવઘણે જાસલને છોડાવી તેના ચરણમાં મસ્તક મૂકી બન્ને આંખમાંથી આંસુ વહેવરાવી તેના પગ પલાળ્યા. જાસલે નવઘણની અન્નત્યાગની પ્રતિજ્ઞા સાંભળી હતી. તેથી ઘી, ગોળને કેળીઓ ભાઈના મુખમાં મુક. હમીરના રાજમહેલમાંથી નવઘણે પ્રત્યેક સૈનિકને એક એક સુવર્ણ ઈટ લેવા આજ્ઞા - આપી. દરેકે લીધી, પણ રાહના સાળાએ ન લીધી. રાહે તેને દેહાંત દંડની સજા કરી. અને એક ભાટે વરૂઅડીની નિંદા કરી અને મેં મરડયું ત્યારથી તેનું મેટું વાંકુ જ રહ્યું. આ ઈંટમાંથી વરૂઅડી દેવીનું મંદિર રાહે બંધાવ્યું અને બાર ગામની જાગીર આપી; પણ દેવીએ તે લીધી નહિ. છેવટ રાહે બહુ સમજાવતાં તેના ભત્રીજા સાખડાએ સ્વીકારી રાવળને આપી દીધી. સાખડો વરૂઅડીને પિતા હતે તેમ પણ ચારણ કહે છે. 1. ખોડ ગામ હળવદ તાલુકામાં છે. ત્યાં વરૂઅડીનું સ્થાન છે. ખડી ખોડી હુ જ! ખોડી પાડો નામ * તુઠી આપું દીકરા નવઘણ પાડે નામ. વાર્તા પ્રમાણે આ ખેડી દેવીએ જ રાહ કવાટની ઉપર ખુશ થઈ દીકરે આ હતો. અને તે જ નવઘણ. 2. આ યુદ્ધમાં હમીરે રાહ નવઘણની માફી માગી છુટકારો મેળવ્યો. પણ પાછળથી કચ્છના જામ લાખા જાડાણના કાકા હામાજીના કુંવર હાથીજીએ એક લડાઈમાં મારી તેને નાંખ્યો. 3. આ ગામો રખાઈ, રાવળીયા પાદર, કાનીયાણુ, કાનડી, ગજનવાવ, ગોહગીર (નારીયાણા), તનવાણ (વાંટાવદર-મયુરનગર), મહીયાણુ–મે ગામ, ધનાળા, આડધરા અને ટીકર | (કર્નલ વોટસન કૃત ગેઝેટીયર)