________________ રજપૂત સમય - 135 સાથે લગ્ન કરવા ઈશ્કેર્યો. સિદ્ધરાજની આજ્ઞાથી ભાટોએ હડમત પાસે જઈ માગણું કરી. સિદ્ધરાજ જેવા મહારાજાને પિતાની કન્યા આપવાની લાલચ કેણ રેકી શકે? હડમત કબૂલ થયે અને ભાટે વધામણ દેવા પાટણ ગયા. રાહ બૅગ 2 અને રાણકદેવી : એ સમયે રાહના ભાણેજે સોલંકી દેશળ તથા વિશળે આ સમાચાર જાણ્યા. તેમણે રાહને કહ્યું કે આપણું રાજ્યમાં રહેતી આવી અતુલ સૌંદર્યવાળી કન્યા સિદ્ધરાજ પરણું જાય તે આપણું પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે. માટે રાહ ખેંગારે તેની સાથે લગ્ન કરવા જોઈએ. રાહ ખેંગારે કુંભારપુત્રી સાથે લગ્ન કરવા પ્રથમ ઈન્કાર કર્યો. પણ તે મૂળ રાજકન્યા છે તેમ ખાતરી થતાં તેણે હડમતને રાણકદેવી પિતાને પરણાવવા આગ્રહ કર્યો. પણ કુંભારે વાગ્દાન આપી દીધું હઈ ના પાડી, ત્યારે ખેંગારે કહેલું કે “મારી રૈયત થઈ શત્રુ રાજાને તું તારી દિકરી આપીશ! સિદ્ધરાજ બળવાન હશે તે હું અધિક બળવાન છું.' ત્યારે કુંભારે કહ્યું કે, “સિદ્ધરાજે માળવા જીત્યું છે, તેની સાથે રાહ વેર કરે તે હિતાવહ નથી. ખેંગારે માન્યું નહિ અને રાણકને રથમાં બેસાડી જૂનાગઢ લઈ ગયા અને ત્યાં તેની સાથે લગ્ન કર્યા. જૂનાગઢની પ્રજાએ રાહ લગ્નોત્સવ ઊજવ્યું અને નગરજમણ કર્યું. તેમાં પાટણના વાઘરીઓ જમવા ન ગયા. અને તેઓએ બહિષ્કાર કર્યો છે એ સમાચાર રાહને મળે અને તેમને મારી નાખે તે બીકે તેઓ નાસી છૂટયા. માર્ગમાં ભૂખનું દુઃખ ટાળવા તેઓએ ફાંસલો નાખી રેઝ પકડયે. દરમ્યાન સિદ્ધરાજ તરફથી રાણકદેવીને ચડાવવા માટે વસંત લઈ જતા સ્વાર ઘેડા દેડાવતા નીકળ્યા. તેના અવાજથી રેઝ છટકી ગયે. વાઘરીઓએ તેમની વિતક ઘેડેસ્વારેને કહી કે “અમે ભૂખ્યાં છીએ અને માંડ રેક પકડે ત્યાં તમે તેને તગડી મૂક ? તમને શું કહેવું ?" ત્યારે સ્વારોએ કારણ પૂછ્યું અને જ્યારે તેમના નાયકે જાણ્યું કે રાણકદેવી તે રાહની રાણુ થઈ છે ત્યારે ત્યાંથી જ તેઓ પાટણના માર્ગે પાછા વળી ગયા. 1. આંગણ અબ મહેરિયે, શાખ પડી ઘર બહાર દેવે ઉગાઇ દેવડી, નહિ જાતે કુંભાર. (આ દુહે અર્વાચીન જણાય છે) 2. જયસિંહદેવે જાય ધાર નગર ઢઢળિયે, કપરો એ કહેવાય એ મકર ખેંગાર તું. ત્યારે ખેંગારે જવાબ આપ્યો કેઃ બાવન હઝાર બાંધિયા ઘડા ગઢ ગિરનાર, કેમ શકે સેરઠ ધણી ખેહણુ દળ ખેંગાર. 7. આ વાત પ્રચલિત છે; પણ રાણકદેવીના અથાગ ભાવ અને રાહ પ્રત્યેના અનુરાગથી આમ થયું હોવાનું સાબિત થતું નથી.