________________ રજપૂત સમય 137 દેશળ-વિશળ : રાહના સોલંકી ભાણેજોને અંતે સિદ્ધરાજે ફેડયા. તેમણે દુર્ગનાં દ્વાર ઉઘાડી નાખ્યાં અને સિદ્ધરાજ અંદર દાખલ થયે. રાહના સેનાપતિ દુદે અને હમીર દુર્ગના દ્વારમાં જ દગાથી દાખલ થયેલાં સ સામે ઝઝુમ્યા, પણ માર્યા ગયા. રાહ ખેંગારને ખબર પડતાં તેણે પણ હાથમાં તલવાર લઈ રણસંગ્રામમાં સોલંકી સેનાને કાપવા માંડી. દીર્ધ અને ભયંકર સંગ્રામને અંતે રાહનું મસ્તક કપાયું પણ તેનું ધડ લડ્યું; ઉપરકેટ પડે. રાહ ખેંગારના મૃતદેહ અને સૈનિકનાં મડદાંઓના ઢગલાઓ ઉપર પગ મૂકી સિદ્ધરાજ રાજમહેલમાં દેશળ સાથે પ્રવે. રાણકને ખેંગાર વિજ્ય કરી આવ્યું છે અને તે પ્રવેશ માગે છે તેમ દેશળ વિશળે કહી દ્વાર ઉઘડાવ્યાં અને જેના માટે બાર બાર વર્ષ સંગ્રામ ખેલે હતો તે રાણક અને સિદ્ધરાજ સામસામાં ઊભાં. સિદ્ધરાજ અને રાણકદેવી : સિદ્ધરાજની વિનંતીથી રાણક પલળી નહિ. તેણે સિદ્ધરાજને ક્ષત્રિય થઈ પરિણીતા સ્ત્રીની ઈચ્છા કરવા માટે ધિક્કાર આપે. સિદ્ધરાજને રાણકની જરૂર હતી, શિખામણની નહિ. આ નિર્દય રાજાએ કામાંધ બની રાણકને પાંચ વર્ષને પુત્ર દગામ માની ગોદમાં બેઠા હતા તેને ખેંચી લઈ તલવારથી તેનું માથું કાપી લીધું. આ દશ્ય જોતાં જ મેટે પુત્ર માણે “મા” કહી રાણકદેવી પાસે આશ્રય મેળવવા પહોંચ્યા. ત્યારે સિદ્ધરાજે રાણકદેવીને પિતાની પટરાણીના પદને સ્વીકાર અથવા બીજા પુત્રનું પણ મૃત્યુ નેતરવા કહ્યું. માણે મા પાછળ છુપાઈ ગયે ત્યારે રાણકે સિદ્ધરાજની વિનંતિને અસ્વીકાર કરી પુત્રને 1. આ પ્રસંગ વાર્તામાં એવી રીતે ગૂંથાયો છે કે દેશળ, વિશળ તથા રાણકે દારૂ પીધે અને બેભાન બન્યાં. રાહ ખેંગાર ત્યાં આવતાં તેણે ત્રણેને કઢંગી હાલતમાં જોયાં. ખેંગારે તલવારનો ઘા દેશળ ઉપર કર્યો પણ વચમાં સાંકળ આવી જતાં દેશળ બચી ગયે. પછી જમૈયો કાઢી ઘા કર્યો તે ચંપામાં લાગ્યો. તેથી રાહને થયું કે આ લેકો નિર્દોષ જણાય છે. તે છતાં તેણે તેઓને જાણ કરવા પોતાની પામરી ઓઢાડી અને પોતે ચાલ્યો ગયો અને તેની બહેનને ફરિયાદ કરી. તેણે દેશળને ઠપકો આપ્યો ત્યારે તેણે કહ્યું કે : નથી મેં ઘોડા ગુડિયા નથી ભાળ્યા ભંડાર, નથી મ્હાણી રાણકદેવીને, કાં ઓળંભા દે ખેંગાર? " માએ દેશળને ઉશ્કેર્યો અને દેશળ આવા ન્યાયી મામાનું નિકંદન કાઢવા સિદ્ધરાજની છાવણીમાં ગયો, અને અફીણની પિઠ આવી છે તેવા મિષે દુગનાં દ્વાર દગાથી ઉધડાવી સિહરાજનાં સૈન્યોને અંદર દાખલ કરાવ્યાં. * ઝપ ભાંગે ને ભેળ પડી, ઘેર્યો ગઢ ગિરનાર, દુદો હમીર મારિયા સેરઠના શણગાર.”