________________ 136 સૌરાષ્ટ્રને તિહાસ સિદ્ધરાજને સમગ્ર વાર્તા સાંભળતાં જ હાડોહાડ ક્રોધ વ્યાપે. અને તે તેના સમસ્ત સૈન્યને સજાવી બાબરા ભૂતને તેના પાંચ હજાર ભૂત સાથે લેવા કહી સૌરાષ્ટ્ર ઉપર ચડાઈ કરવા પ્રવૃત્તિ કરી. એક સૈન્ય આગળથી રવાના કરી તેણે યુદ્ધના પુરવઠા માટે ધાંધળ, વિરમગામ, વઢવાણ, સાયલા વગેરે સ્થળે તળાવો તથા થાણાં નાખવા આજ્ઞા કરી. ઉપરકેટનો ઘેરે: સિદ્ધરાજનું પ્રબળ સૈન્ય જૂનાગઢ આવી પહોંચ્યું. રાહને તેને મેદાનમાં લડાઈ આપવાનું યંગ્ય જણાયું નહિ. તેથી તે ઉપરકેટમાં ભરાયે. પાટણના સૈન્ય ઉપરકેટને ઘેરે ઘાલ્ય. સિદ્ધરાજે પિતાની મસ્ત શક્તિ ઉપરકોટ જીતવા માટે રેડી. સૌરાષ્ટ્રની પ્રજા ઉપર જેમ જેમ ઘેરે ચાલતે ગમે તેમ તેણે અનહદ જુલ્મ વરસાવ્યું; છતાં 11 વર્ષ સુધી ઉપરકેટ પડયે નહિ. રાહ ખેંગાર જે વીર પુરુષ અગિયાર વર્ષ સુધી ઉપરકેટમાં કેદ રહ્યા અને સૌરાષ્ટ્ર સિદ્ધરાજની તલ્વારે નીચે આવ્યું. પ્રજા પાયમાલ થવા માંડી. પાટણનાં સૈન્યને ખર્ચ પ્રજા ઉપર પડવા માંડે. સિદ્ધરાજે પણ સબૂર બેઈ નહિ. તેણે પણ “અર્થ સાધયામિ ના દેહં પાતયામિ'ના ન્યાયે યુદ્ધ જારી રાખ્યું. 5. રાણકદેવી લગ્ન કરી રાજમહેલમાં પ્રવેશી ત્યારે તેને ઠેસ વાગી. પરથમ પળે પેસતાં, થયો ઠપકે ને ઠેસ રંડા રાણકદેવીને સૂને સેરઠ દેશ. 6. નિધણિયા ને નઠરિયા ભણિયેલ જાતે ભાટ, બળી કાઢી રાણકદેવીને પાછી ખેંગારે વાટ. 1. બાબરે ભૂત પ્રચલિત વાતમાં ભૂત હતો. તેનું વર્ણન આગળ છે. પણ સેનાપતિ બર્બરક તેનાં વિકરાળપણ તથા શક્તિના કારણે બાબરો ભૂત કહેવાતો. 2. આ વૃતાંત ઘણું જ મહત્ત્વનું છે. ખેંગાર સામે સૈન્ય લઈ જવાનું સિદ્ધરાજને પણ અઘરું જણાયું હશે તે ખેંગારની શક્તિનો પરિચય આપે છે. યુદ્ધ દીર્ધ કાળ સુધી ચાલે તે પાટણ અને જાનાગઢની વચમાં પાણી અને ખેરાકને પુરવઠા મળે તે માટે આ યોજના કરી હશે. ધાળ વસાવ્યું ત્યાં ધાંધા ભરવાડને નેસ હતા. તે સ્થળ ઝીંઝુવાડા પાસે છે. વિરમગામ તે પછી વર્યું અને વઢવાણુમાં કિલ્લે હતે. એટલે દરેક રથળે કિલ્લો બંધાવ્યાને ઉલ્લેખ છે તે તળાવ ને કિલા આઠ દિવસમાં બંધાઈ ન જાય; પણ તે કબજે લીધાં અથવા સમરાવ્યાં હોય કે થાણું સ્થાપ્યાં હેય. 3. નિત્યવિજયી સિદ્ધરાજને હારીને પાછા જવાનું ચગ્ય નહિ જણાયું હેય.