________________ 129 રજપૂત સમય રાહ જાસલ બેનને લઈ રાજધાનીમાં પાછો આવ્યું ત્યારે પ્રજાએ તેને વધાવ્યું અને જાસલને જાગીર આપી પિતાનું ઋણ વાળ્યું. આ ચડાઈમાં નવઘણ નવ લાખનું સૈન્ય લઈ ગયો હતો તેમ કહેવાય છે.' નવઘણ શક્તિપૂજક હતું. તેના પિતા રાહ કવાટને પુત્ર ન હતો તેથી બેડિયારની માનતા કરેલી. તેથી નવઘણનો જન્મ થયો. તેથી ખેડિયારની નવઘણ પૂજા કરતે. આ સ્થાન ધારી પાસે આવેલું છે. એક વાત છે કે રાહની બહુ મૂલ્યવતી વીંટી સરોવરમાં પડી જતાં તેણે આ સ્થળે આખું તળાવ ખાલી કરાવ્યું હતું. રાહ જૂનાગઢમાં નવદુર્ગાની સ્થાપના કરી છે. અને ગિરનાર ઉપર અંબાજીનાં મંદિરને સમરાવ્યું હોવાનું પણ કહેવાય છે. નવઘણ ઈ. સ. ૧૯૪૪માં ગુજરી ગયો. તેની પાછળ તેને જણ પુત્ર રાહ ખેંગાર ૧લે ગાદીએ આવ્યું. રાહ ખેંગાર 19 : ઈ. સ. 1944 થી ઈ. સ. 1067. રાહ ખેંગારે ત્રેવીસ વર્ષ રાજ્ય કર્યું. પરંતુ તેના સમયમાં કાંઈ સેંધવા પાત્ર બનાવ બન્યું નથી. ગુજરાતની ગાદી ઉપર ભીમદેવ હતું. તેનો તથા રાહને સંબંધ સારે રહ્યા હોવાનું જણાય છે. ભીમદેવે મહમુદની ચડાઈ પછી સૌરાષ્ટ્ર ઉપર ચડાઈ કરી ન હતી. તે માળવા સાથેના યુદ્ધ માં કાર્યો હતે કચ્છ તે તેના તાબામાં જ હતું અને કદાચ સૌરાષ્ટ્રના અન્ય રાજાએ તેના ખંડિયા હશે. રાહ ખેંગાર ઈ. સ. ૧૦૬૭માં ગુજરી ગયે. રાહ નવઘણ 2 જે : ઈ. સ. 1067 થી ઈ. સ. 1098. 1. આ અતિશયોક્તિ જણાય છે. પણ પ્રબળ સન્મ લીધું હશે. તારીખે સોરઠમાં લખ્યું છે કે આ સૈન્ય કાશ્મીરથી મકરાણ સુધી ફેલાય તેટલા વિસ્તારનું હતું. તેમાં ખાંટ, કેળા, મેર, કાઠી હતા. આગળ લખે છે કે, તેમાં મીર બહેરામ કુલીખાન, જંગીઝખાન, મીરઝાં કુલી અલી હૈદર, શાદાખાન ગજનવી એક તરફ તથા બીજી તરફ મહારાજા શકિતસિંહ, જદુનાથ જેઠવા, હરસુર ખાચર, દેવસુરવાળા, નાગદાન ખુમાણ, બહરૂલાંખાન, હીરા કચ્છદાન, પાંડુરંગ આપાજી, નીબાલકર ગણપતરાવ અને ભુજંગરાવ ભોંસલે હતા. તેઓ પાસે બંદુક હતી વગેરે. વિદ્વાન દીવાન શ્રી રણછોડજી આ શું લખે છે તે સમજાતું નથી. બજેસે પણ તે જ લખ્યું છે. સંભવ છે કે કેઈ અન્ય યુદ્ધના વર્ણનનાં પાનાં આ સાથે સામેલ રહી ગયાં હેય. નવધણના સમયમાં મુસ્લિમ અને મરાઠા યુદ્ધાઓ ન હતા તેમ બંદુકે પણ ન હતી. 17