________________ 13 રજપૂત સમય બાંધવામાં સમય ગાળે. રાજા કર્ણ ઈ. સ. 1094 લગભગ નિવૃત્ત થઈ છેડા સમય પછી ગુજરી ગયે. સિદ્ધરાજ તે સમયે બાળક હતા. તેથી તેની માતા મયણલ્લા વા મિનળદેવીએ રાજય ચલાવ્યું. એ વખતે સોલંકીઓને એવી તે નબળો કાળ આવ્યું કે માળવાના રાજા યશોવર્માને પાટણને પાદરેથી યુદ્ધ ન આપતાં ધન આપી પાછો કાઢવું પડ્યું હતું. એટલે તે દિશામાંથી નવઘણને ભય ન હતું કે ગુજરાત ઉપર ચડાઈ લઈ જવાની તે તક શેતે હતે. મહીકાંઠે : તેણે ગુજરાત ઉપર ચડાઈ કરી, પણ પાટણ પડખે મૂકી દીધું અને ઉમેટાના ઠાકેર હરરાજને હરાવ્યું અને તેની કન્યા સાથે બળાત્કારે લગ્ન કર્યા. આ લગ્નમાં હરરાજના પુત્ર હંસરાજ મહીડાની સમ્મતિ ન હતી, તેથી તેણે નવઘણને કહ્યું કે “તું મારી બહેનનું હરણ કરી જાય છે, પણ યાદ રાખજે હું તારું માથું કાપી લઈશ.” ભેંયરા : નવઘણ વિજય કરી વંથળી પાછા ફરતાં માર્ગમાં ભેંયરા આવ્યું. ત્યાંને કિલ્લે ચણાતું હતું ત્યારે ત્યાંના ઠાકરે કહ્યું કે “મારો કિલ્લે જે ચણાઈ ગયા હતા તે ઉમેટાની કન્યા ભેંયરામાં જ રહેત” આ વાતની ખબર રાહને પાછળથી પડી, નહિતર તે ભોંયરાને ભેયમાં જ દાટી દેત. લીંબડી : રાહ નવઘણે પાછી ગુજરાત ઉપર ચડાઈ કરી, પણ સિદ્ધરાજનાં સૈન્ય તેને લીંબડી પાસે ભેટી ગયાં. નવઘણ ઓચિંતે ઝડપાયે. તેને ભાગવા કે પાછા વળવા માર્ગ ન હતો. તેથી તેણે સંધિ કરી. મેસણ : મેસણ નામના એક ભાટે આ પરાજયનું કાવ્ય કરી નવઘણની અપકીર્તિ કરી, તેથી નવઘણે પ્રતિજ્ઞા કરી કે (1) મેસણુના ગાલ ફાડી નાખીશ, (2) પાટણને દરવાજે તેડી પાડીશ; (3) ભેંયરાનો કિલ્લે પાડીશ; તથા (4) ઉમેટાના હંસરાજ મહીડાને મારીશ. 1. જન ઇતિહાસગ્રંથ સિવાય ગુજરાતનો ઇતિહાસ જાણવા બીજું સાધન નથી. તેઓ નવઘણની ચડાઇની નોંધ કરતા નથી; પણ સૌરાષ્ટ્રના ચારણે હિમ્મતપૂર્વક કહે છે કે, રાહ નવઘણે પાટણ ઉપર ચડાઈ કરેલી, પણ સિદ્ધરાજના મંત્રીઓએ તેને સમજાવી ધન આપી પાછી વાળ્ય. તે સમયે ઉમેટાના ઠાકોર હરરાજે પાટણપતિ વતી સંધિ કરવા જતાં રાહ નવઘણને “ભરવાડ” કહી સંબો હતો. તેથી રાહે અપમાનનો બદલો લેવા ઉમેટા જીતી લીધું. પરિણામે હારે પિતાની કન્યા પરણાવી માફી માગી. 2. આ ચડાઇ બીજી હતી. આ વખતે રાહ નવઘણુ નક્કી હાર્યો હશે. તે સિવાય તે સંધિ કરે નહિ. વાર્તા કહે છે કે તેને મોઢામાં તરણું લેવું પડયું. આ વાર્તા મેસણ નામના ચારણે જોડી કાઢી રાહ નવઘણની નિંદા કરી હતી. રાહ નવઘણ એ વીર રાજા હતો કે તે તરણું લેવા કરતાં મૃત્યુને વિશેષ પ્રિય ગણે.