________________ રજપૂત સમય * 125 માણસે હતા તેમને કેલી ખાંટ વગેરેમાં ભેળવી દીધા. જે કુંવારિકાઓ હતી તેઓને જુલાબ આપી ઊલટીઓ કરાવી હિંદુઓ સાથે લગ્નગ્રંથિથી જોડી દેવામાં આવી. અન્ય સ્ત્રીઓમાં સારી હતી તેને સારા માણસોને તથા ખરાબ હતી તેને ખરાબ માણસને પરણાવી દીધી, પણ તે જ્ઞાતિના લગ્ન તથા મરણના રિવાજે જેમની તેમ રાખવા રજા અપી.” પુન: સ્થાપના : ફેબ્સના શબ્દોમાં કહીએ તે “સેમિનાથને નાશ કરીને સંકટ વેઠતે મહમુદ તાને દેશ જઈ પહોંચ્યું નહિ એટલામાં આરાસુર અને આબુ ઉપર હડા અને ટાંકણાના અવાજ ગાજી રહ્યા. અને એમ લાગ્યું કે સ્વેચ્છ હë કરનારા અથવા સર્તિઓને નાશ કરનારા માત્ર બેચેન પમાડનાર સ્વપ્નના ભયંકર ભૂત છે, અને તેમની સ્વપ્નામાંજ ક્રિયા થઈ છે એવું તે દેવળ ચણાવનાર પકી રીતે માને છે” નવઘણના મંત્રી શ્રીધર તથા ગુર્જરરાજ ભીમદેવના મંત્રી ભાભ મળ્યા. અને મહારાજા ભીમદેવે ભસ્મીભૂત દેવાલયના સ્થાને સેમેશ્વરનું દેવળ બાંધવું શરૂ કર્યું છે. સોમનાથના નામે અંગત મતમતાંતર ભુલાઈ ગયાં. ભાર તના રાજાઓએ તેમાં સહાય આપી. ભીમદેવનું મંદિર : ભીમદેવે બંધાવેલું મંદિર કુમારપાળના સમયમાં સમરાવ્યું એટલે બરાબર નહિ બંધાયું હોય અથવા જીર્ણ થયું હશે. પણ આગળ ચર્ચા કરીશું તેમ તે માત્ર વધારો (એકસટેન્શન) હતું. જે તે જીર્ણ હેત તે સિદ્ધરાજ જે 1. સોરઠી તવારીખમાં દીવાન શ્રી. રણછોડજી મહમદ ગઝની સામે માંડલિક લડ્યો હતો તેમ લખે છે. આ યુદ્ધમાં સોમનાથના વંસના ખબર મળતાં રહ, ગુર્જરનરેશ સાથે સોમનાથ ઉપર ચડ અને મહમુદને હરાવી નસાડી મૂકવાનું લખે છે. મહમુદ એવો ભાગ્યા કે “જેમ સસલાં દેડે અને રણ ગધેડાં ઠેકડા મારતાં ભાગે, જેમ ચકલાં ચમકી જાય અને વાવાઝોડું વાઇ જાય તેમ હિંદઓએ તેના સૈન્યને કાપી નાખ્યું અને રજપૂતના ગદા પ્રહારના સૈનિકો ભોગ થઈ પડયા. મહમુદ જીવ બચાવી નાસી છૂટ. હિંદુ ઇતિહાસકારનું આ એક જ ભરોસાપાત્ર અને પ્રમાણભૂત વર્ણન છે. મુરલિમ ઇતિહાસકારોએ લખેલાં સામટાં પુસ્તકમાં વર્ણવેલી બીના એકપક્ષીય છે તેમ સાબિત થાય છે. દીવાનશ્રી અંતમાં લખે છે “સત્ય શું છે તે ઇશ્વર જાણે છે. 2. ભાભ લુલને પુત્ર હતો અને વડનગરા નાગર હતો. 3. “ભીમદેવે” પણ મીઠાખાન નામના મહમુદના સૂબાને તગડી મૂકી આ સ્થળે પુનઃ રસ્થાપના કરી. આ સમયે આ દેવળ પાષાણનું જણાવ્યું. મંદિરના સ્થાન માટે મતમતાંતર છે. એક મત પ્રમાણે શ્રી. કનૈયાલાલ મુનશીએ તેવું તે મંદિરના સ્થળે જ તે મંદિર હતું. અબીરુની જે સ્થાનને નિર્દેશ કરે છે તે વેરાવળ પાટણની વચમાં હાલ શશિ ભૂષણ (ભીડીયા) મંદિર છે ત્યાં હતું. પણ નૂતન મંદિરના નિર્માણ વખતે તેમાંથી ઊંડેથી બ્રહ્મશિલા નીકળી. તે ઉપરથી સ્પષ્ટ જણાય છે કે દેવળનું સ્થાન આ જ હતું.