________________ ૧ર૪ - સૌરાષ્ટ્રને ઇતિહાસ મહમુદ પિતા સાથે સેમિનાથનાં કમાડ લઈ ગયેલું. હિંદના ગવર્નર જનરલ લોર્ડ એલનબરએ કરેલી કાબુલની ચડાઈને વિજયચિહ્ન તરીકે તે પાછા લાવ્યું અને હાલ તે આગ્રાના લાલ કિલ્લામાં છે. મહમુદની ચડાઈનું પરિણામ : મહમુદની ચડાઈ અને વિજય હિંદુઓને માટે એક બોધપાઠ બની ગયાં. તેઓએ આંતરવિગ્રહ કરી કુસંપ અને વેરઝેરનાં બી રોપ્યાં હતાં, પિતાની શક્તિ ક્ષીણ કરી નાખી હતી. તેમને એક પ્રબળ તત્ત્વને સામનો કરવાનો હતો તેનું ભાન થયું. તેમના મદેન્મત્ત નિશાનને ધૂળમાં રગદેળાયેલાં જોયાં અને તેમના આરાધ્ય ઈષ્ટ દેવના ટુકડા થતા જોયા અને તેમના મંદિરને ભસ્મીભૂત થતું જોયું. પણ વિસલદેવ ચોહાણ સિવાય કે કમનસીબ રજપૂત રાજાને ઐકય કરવાનું કે સંયુક્ત થવાનું સૂઝયું જ નહિ, પરંતુ ગમે તે કારણે તેઓનાં પરસ્પરનાં યુદ્ધો દીર્ઘ કાળ સુધી બંધ રહ્યાં. ગુજરાતના ઈતિહાસમાં આ પ્રસંગ બન્યા પછી ભીમદેવે કઈ મેટી લડાઈ કરી હોય તેમ જણાતું નથી. તેમ તેના અનુગામી કણે પણ કેઈ યુદ્ધ કર્યું હોવાની નેંધ નથી. છેક ઈ. સ. 1100 લગભગ સિદ્ધરાજ જયસિંહ અને માલવરાજ યશેવર્માને યુદ્ધના પડકાર કરતા આપણે જોઈએ છીએ. સૌરાષ્ટ્રમાં પણ રાહે કે અન્ય રાજાએ યુદ્ધને વિચાર કર્યો હોવાનું જણાતું નથી. રાહ નવઘણ : રાહ નવઘણ ગાદીએ આવ્યો ત્યારે માત્ર પંદર જ વર્ષને હતું. તેના મંત્રી શ્રીધર અને સેનાપતિ મહીધરે સમૈયાની સમાતે નવઘણના સૈન્ય દેર્યા હતાં. તેમાં મહીધરે પિતાના પ્રાણનું બલિદાન આપ્યું; પણ શ્રીધરે મહમુદની સ્વારી પાછી જતાં તેમનાથમાં નીમેલા તેના સૂબાને ઉઠાડી મૂકે. જે મુસલમાન હતા તેમને શુદ્ધ કરી હિંદુ બનાવ્યા. જે હિંદુઓનું ધર્મપરિવર્તન કરવામાં આવ્યું તેમને શુદ્ધ કરી મૂળ જાતિમાં ભેળવી દીધાં. મુસ્લિમોની દાઢી મુંડાવી તેઓને શેખાવત નામ આપી નવી જ્ઞાતિ ઊભી કરી. હલકા વર્ગના 1. આ પણ એક તુત છે. આ બારણું સેમિનાથનાં સંભવે જ નહિ. તે સાધારણ દેવદાર જેવા લાકડાનાં છે. તેનું ઘડતર પણ ભારતીય નથી. માન્યતા પ્રમાણે તે મહમુદના મકબરાનાં બારણું છે. વિશેષ માટે જુઓ “બ્રીટીશ પાર્લામેન્ટને ડીબેટ તા. 9-3-1843" - 2. રાહ નવઘણું સિંધ ઉપર ચડાઈ લઈ ગયો હતો. તે પ્રસંગ આગળ વણવેલો છે. પણ તે ખાસ કારણું સારુ કરેલી ચડાઈ હતી. 3. આ બે ભાઈઓ વડનગરા નાગર હતા. (શ્રી. જટાશંકર હ. વિરા) ત્રિમાસિક ચૈત્ર સં. 1972 પા. 35H ભીમદેવને સંધિવિગ્રાહક દામોદર પણ નાગર હતે. વિશેષ માટે જુઓ મારું પુસ્તક “પિતૃતર્પણ”.