________________ વલભી પશ્ચાત જાડકદેવ સેન્ધવ 1 : ભૂમિલિકા કે જેને ભૂખ્રપલી કે ભૂંભલી કે ઘુમલી ગણવામાં આવે છે ત્યાં ઈ. સ. ૭૩૮માં જાઈકદેવ રાજ્ય કરતે. તેણે પિતાને સૌરાષ્ટ્રમંડળને પરમ માહેશ્વર મહારાધિરાજ તરીકે ઓળખાવ્યું છે. તેની રાજ્યમુદ્રામાં મસ્ય હતું. અને તે બળવાન સામન્ત હતે. વહ્વભીના પતન વખતે તેના પુત્ર અગ્રુકને પુત્ર ગાદી ઉપર હોવા સંભવ છે. તે તેના બિરુદમાં “અમર સમુદ્રાધિપતિ એમ પણ લખતે. એટલે સમુદ્ર ઉપર તેણે પિતાનું આધિપત્ય મેળવ્યું હશે. ચાવડા : પંચાસરના પતન પછી વનરાજે અણહિલપુર વસાવી ત્યાં રાજધાની કરી; પણ તેઓ મૂળ સોમનાથ પાટણ તથા તેની આજુબાજુના પ્રદેશના રાજાઓ હાઈ પિતાને અધિકાર ત્યાં સાંચવી બેઠા હતા. ઈ. સ. ૭૭૦માં પાટણની ગાદીએ વનરાજ ચાવડે હતો અને તેના સામત્તે અથવા તે તે પ્રદેશ ઉપર સત્તા ભોગવતા. - ગારૂલક : વલ્લભી રાજ્યના સામંત મહારાજા વરાહદાસ ઈ. સ. ૫૪માં તથા તેને પુત્ર સિંહાદિત્ય ઈસ. ૫૭૪માં “કૂકપલવણમાં સામન્ત હતા. આ ગામ કયાં આવ્યું તે જણાતું નથી. પણ સોરાષ્ટ્રના વર્તમાન હાલાર વિભાગમાં હવા સંભવ છે. વાળા : વર્તમાન સેરઠ એટલે જૂનાગઢ-વંથલી આસપાસનો પ્રદેશ વાળા રાજાઓને હતે. આ વાળા રાજા કેણ હતો તેની શિલાલેખે કે તામ્રપત્રથી કાંઈ ખાતરીલાયક ખબર પડતી નથી. પણ વાળા તથા બાલા શબ્દએ ઘણે ગૂંચવાડે ઊભે કર્યો છે. તે વાળા જાતિને રાજા હતું કે બાલારામ તેનું નામ હતું તે માટે કાંઈ નિર્ણય થઈ શક્તા નથી. આ વાળા રાજાઓ વાળા કેમ થયા તે જાણવું જરૂરી છે, કારણકે તે વંશમાં વાળા રાજા થયે કે જેના એક વંશે સૌરાષ્ટ્ર ઉપર પુનઃ મહારાજ્ય સ્થાપ્યું. 1. જુઓ તેનું દાનપત્ર, આચાર્ય : ભાગ 3 2. ગરાજના કુમાર ક્ષેત્રરાજે પ્રભાસપાટણ બંદરે વેપારીઓનાં વહાણ લૂટેલાં, અથીત તે બંદર ઉપર તેમને અધિકાર હશે. નહિતર બીજાના પ્રદેશમાં જઈ વહાણોનો માલ લઈ શકાય નહિ. 3. તેનાં તામ્રપત્રો આ વર્ષોમાં મળ્યાં છે. (આચાર્ય ભા. 3) ડે. ફલીટ ફૂંકાસ્ત્રવણને ગોંદરા પાસેનું વેલવાડ ગામ માને છે. પણ બીજ પ્રમાણે આગળ આપ્યાં છે. તે ઉપરથી તે સૌરાષ્ટ્રમાં હોવા સંભવ છે. વળી તેણે દ્વારકાના રાજાને જીત્યા હોવાનો ઉલ્લેખ છે. “દભચાર” ગામનો ઉલ્લેખ છે જે ડાભોર હોઈ શકે. તે નામનાં બે ગામો સેરઠ જિલ્લામાં છે.