________________ " 84 સૌરાષ્ટ્રને ઇતિહાસ સામ્રાજ્યની પાંખે વલ્લભીના પતન પછી સૌરાષ્ટ્ર સુધી ફેલાઈ હશે અને વલ્લભીના ખંડિયા રાજાઓએ તે સામ્રાજ્યનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું હશે. અવનિવર્મા : બલવ પછી ઈ. સ. ૯૦૦માં તેના પુત્ર અવનિવર્માનું આ વિભાગમાં રાજ્ય હેવાનું જણાય છે. તેનું ઉપનામ યોગ હતું. તે પિતાને મહાસામન્ત તરીકે ઓળખાવે છે. બલવર્મા સાત વર્ષ પહેલાં વલ્લભી સંવને ઉપયોગ કરે છે. જ્યારે અવનિવમાં તેને અનાદર કરી વિક્રમ સંવત્ અપનાવે છે. એટલે ઈ. સ. ૯૦૦માં વલ્લભીની એટલી અસર પણ ભૂંસી નાખવામાં આવી છે. આ નક્ષિસપુર કયાં હતું તે ચોક્કસ થતું નથી, પણ તે દક્ષિણ સૌરાષ્ટ્રમાં હેવા સંભવ છે. અવનિવમએ યક્ષદાસ અને ધરણીવરાહને હરાવ્યા હતા. અદક: વઢવાણનું જૂનું નામ વર્ધમાન હતું અને ત્યાં ચા૫ અર્થાત્ ચાવડા રાજા ધરણીવરાહનું રાજ્ય હતું. તે પણ અડુણક વિસયને સામંત હતું અને મહારાજા મહીપાલદેવને (મહેન્દ્ર) ખંડિયે હતો. ધરણીવરાહ ઈ. સ. ૯૧૪માં હતે. તેના પિતામહ અડુકે (અક્રકે) આ પ્રદેશનું નામ પિતાના નામ ઉપરથી પાડયું હતું. એટલે ઈ. સ. 770 થી 800 સુધીમાં તે અથવા તેને પિતા વિક્રમાકે આ પ્રદેશને સામન્ત હવે જોઈએ ? 1. તેનું તામ્રપત્ર શક સંવત 836 (ઈ. સ. ૯૧૪)નું મળ્યું છે. અઢાણ વિષય એટલે ચોરાસીની જેમ એક તાલુકા જેવડો પ્રદેશ થયો. તેને તે રાજા હતો. અકાણને શ્રી આચાર્ય હડાળા માને છે. કારણ કે ત્યાંથી આ તામ્રપત્ર પ્રાપ્ત થયું છે. પણ હડાળા, ધંધુકા પાસે અડવાલા વા અડવાણું ગામ છે તે હેવાનું વિશેષ સંભવનીય છે. 2. તેની વંશાવલી : તામ્રપત્ર ઉપરથીઃ ચાપ વિમાક અક પુલકેશી ધવભટ -ધરણુવરાહ