________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ જેઠવા : જેઠવા એ પિતાને હનુમાનજીના વંશજો કહેવરાવે છે. તેઓના મળપુરુષ મકરધ્વજ થયા. તે હનુમાનજીના પ્રસ્વેદના બિંદુમાંથી ઉત્પન્ન થયા હતા. શ્રીરામચંદ્ર તેઓને શ્રીનગરનું રાજ્ય આપ્યું. તેના મોરધ્વજ થયા. તેણે મોરબી વસાવ્યું. તેની ચોથી પેઢીએ હંસધ્વજ થયા. તેણે પારધરમાં યજ્ઞ કર્યો. તેની ચોથી પેઢીએ સેસમાલ કુમાર થયા, અને તેનાથી અગિયારમી પેઢીએ સીલકુમાર થયા. તેણે ઘુમલી વસાવ્યું અને આભપરા, કાળુતું, કાછેલું ને ઉજન તળાવ કરાવ્યાં, તેના કુમાર વારા તથા ગેપ થયા, ગોપને ડુંગર તેના ઉપરથી થયું. એ પછી કેટલીયે પેઢીઓ પછી જેઠીજી થયા. તેના નામ ઉપરથી તેના વંશજો જેઠવા કહેવાયા. પરંતુ જેઠીજી ઉપરથી નહિ પણ તેના અગાઉ ઘણી પેઢી પહેલાં થયેલા જેઠીધ્વજ ઉપરથી તેઓ જેઠવા કહેવાયા હોય તે આશ્ચર્ય નહિ. | ગમે તેમ પણ જેઠવાઓનું રાજકુળ અજ્ઞાત છતાં પ્રાચીન છે તેમાં શંકા નથી. તેઓ કદાચ પહેલાં કે બીજા નામે ઓળખાતા હશે અને જેઠવા નામ ધારણ કરવાથી તે મૂળ નામ લુપ્ત થયું જણાય છે. પણ પ્રતિહારના છેલ્લા વંશજો તરીકે તેઓએ મેરખી લીધું હોવાનું જણાય છે. ત્યાંથી તેઓ બેટ દ્વારકાના સ્વામી થયા, પણ ત્યાંથી તેઓ વર્તમાન હાલારમાં નામના ગામે આવ્યા, અને ઘુમલીમાં રાજધાની કરી. સૌરાષ્ટ્રમાં ચાવડાઓ પછી ચુડાસમા અને પછી જેઠવાઓ આવ્યા તે સ્પષ્ટ છે. પણ તેઓને ઈતિહાસ એ ગૂંચવાઈ ગયું છે કે સ્વતંત્ર અને નિષ્પક્ષપાત સંશાધન સિવાય તે સ્વચ્છ થાય તેમ નથી. 1. શ્રીનગર નામનું ગામ પોરબંદર પાસે છે; પણ તે હવા સંભવ નથી. 2. હનુમાનજી કે રામચંદ્રજીના સમય પછી તુરત મેરખી વસ્યું હોવાનું પણ સંભવતું નથી. આ બધી ભાટની વાત છે. તેઓને કાળનું જ્ઞાન ઓછું હોય છે. 3. આ પેઢીનામું એટલું બધું લાંબુ છે કે અત્રે વિસ્તારભયથી છોડી દેવું પડે છે. 4. જેઠવાઓના પછીના રાજાઓને ઇતિહાસ આ પુસ્તકમાં ક્રમશઃ આવશે. પ. પોરબંદરને ઇતિહાસ વાંચતાં આખી વાત એવી સેળભેળ કરી છે કે તેનું તારણ કાઢવું કઠિન છે. દા. ત. મોરબીમાં વાઘેલા તથા જેઠવા સંગજીના સમયમાં યુદ્ધ થયું, તે છો અને કુંવર કાનજી કેદ પકડાયે; પરંતુ સિરોહીના અભેરાજ, કનકસેન ચાવડા તથા હમીર જાદવે વચ્ચે પડી છેડાવ્યા. તે વાઘેલાએ દીકરી દીધી તથા રાણુને ખિતાબ દીધે. આમાં કોઈ રાજાઓ સમકાલીન નથી. તેમ સંગજીના સમયમાં વાઘેલા જ ન હતા, તેના પછી ઘણું પેઢીએ નાગાજણ થયો. તેણે શાલિવાહન સાથે યુદ્ધ કર્યું હતું. તે સંગજીને સમય કર્યો ?