________________ રજપૂત સમય 105 મારી તેને મારી નાખ્યો. પરાજ્ય ગ્રહરિપુએ અસહ્ય સ્થિતિમાં લાખાને મરતે જોયે. સિંધને હમીર જામ તે કયારને રણભૂમિ મૂકી ચાલ્યા ગયા હતા. મુળરાજે તેને કહ્યું કે “મુખમાં તરણું લે તે જીવતદાન આપું. પણ તેને દોંદી ચારણ મૂળરાજ પાસે ગયે અને ગ્રહરિપુ જેવા વિરનું આવું અપમાન ન કરવા સમજાવ્યું, તેમજ તેની રાણીઓ બાળકોને લઈ પતિના જીવનની ભિક્ષા માગવા ગઈ. તેથી ગ્રહરિપુની આંગળી કાપી મૂળરાજે તેને છોડી મૂકે. ગ્રહરિપુને પાટણનું સાર્વભૌમત્વ સ્વીકારવું પડયું અને મૂળરાજના ચરણે તલવાર ધરવી પડી. મૂળરાજની યાત્રા : મૂળરાજે ત્યાંથી જઈને સોમનાથનાં દર્શન કર્યા, અને જે યાત્રાના વેરા માટે તેને યુદ્ધ કરવું પડયું હતું તે યાત્રા તેણે પરિપૂર્ણ કરી. ભગવાન સોમનાથે સ્વપ્નમાં ગ્રહરિપુને નાશ કરવા કરેલી આજ્ઞાને તેણે અમલ કર્યો. 1. આ માટે જુદી જુદી વાત કહેવાય છે. ધબલ (ધવલ બાહુક) સેલંકીએ લાખાને પાછળથી માર્યો; પણ યશ પાબુજી રાઠેડને મળ્યો. ધવલ લાખો મારિયો, પબલ પસાય, માગું ન લીએ પારખું ગડે ગુજર રા. [હસ્તિડીના ધબલને બીજાપુર (જોધપુર રાજ્યનું) ને લેખ વિ. સં. 1053 પ્રાપ્ત થયો છે. તેમાં મૂળરાજ તથા ધરણવરાહ તેમજ નામ તૂટી ગયું છે તેવા રાજાને ઉલ્લેખ છે. તે આ ધવલ હશે તેવું અનુમાન થઈ શકે ખરું.]. ભાવાર્થ : ધબલે લાખો માર્યો હશે પણ પબલે જશ લીધે. બીજે દુહે છે કે : અચી ફૂલાણી ફરાર, હારો મીંઢાણું, મૂળરાજ સાંગ ઉછળી લાખે મરાણું. આ ધબલ રાઠોડ રાજા વિદગ્ધના પુત્ર મમ્મટને પુત્ર હતો. તેના વિજયની નેધ હરિતકુંડીના લેખમાં કરવામાં આવી છે. (આચાર્ય : ભા, 3, પા. 237). કર્નલ ટોડ પ્રમાણે કનાજને શીયાજી રાઠોડ ભાગ્યો. માર્ગમાં કાલમુદ્રના સોલંકી રાજાને મહેમાન થયા. તે વખતે મારવાડમાં કુલકાદુર્ગ નામના ગઢમાં રહી ત્રાસ દેતા જાડેજા કુળના લાખા ફૂલાણી નામના રાજા સાથે યુદ્ધ કર્યું. આ રાજાએ કશ્યમગઢ, સુરજપુરા, વશરગઢ તાકે અંધાનીગઢ, જગદુપુર, કુલગઢ ઇત્યાદિ ગઢે બાંધેલા. આ યુદ્ધમાં શીયાજીના ભાઈ સંતરામ કામ આવ્યા. કલમુઢના રાજાએ તેની બહેન શીયાજીને આપેલી. શીયાજી ત્યાંથી પાટણ આવી મૂળરાજની સેવામાં રહ્યા. લાખો આ સાંભળી તેના ઉપર ચડે; પણ મરાયો. આ શીયાજી મૂળરાજ પછી 223 વર્ષે થયો. ભાટે તેને મૂળરાજને જમાઈ કહે છે. તેના કુમારે લાખાને માર્યો. આખી વસ્તુનું શોધન કરતાં લાખો મારવાડમાં પણ પ્રબળ રાજા તરીકે પ્રસિદ્ધ હતો અને મારવાડને રાજા મૂળરાજનો જમાઈ હતા, તે નિર્વિવાદ સાબિત થાય છે. શીયાજી નામના બીજા સમકાલીન રાજા હશે,